મોડી રાત્રે વારંવાર પેશાબ જવું પડે છે તો થઈ જાવ સતર્ક, વધુ પેશાબ જવું પણ હોય શકે છે આવી બીમારીઓનો સંકેત….

મિત્રો એ તમે જાણો છો કે, પેશાબ વાટે આપણા શરીરમાં રહેલ અનેક વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. અને પેશાબ છૂટથી આવવો એ પણ ખુબ જરૂરી છે. પણ ઘણા લોકોને વારંવાર પેશાબ જવું પડે છે. આમ વારંવાર પેશાબ જવું એ પણ બીમારીનો સંકેત સૂચવે છે.

શું તમે ઘણી વખત અડધી રાત્રે પેશાબ કરવા માટે ઉઠો છો ? તો તમે સમજી લો કે આ એક ચિતાનું કારણ બની શકે છે. વાસ્તવમાં જ્યારે તમે સુવો છો તો કિડનીમાં રક્ત પ્રવાહ વધી જાય છે, જેનાથી યુરીન (પેશાબ) વધુ આવે છે. જ્યારે વારંવાર પેશાબ જવું એ પણ બીમારીનો સંકેત આપે છે.  જેને નજરઅંદાજ કરવું ભારે પડી શકે છે. ચાલો તો તમને જણાવી દઈએ કે વારંવાર યુરીન કેમ આવે છે ? આપણે રાત્રે પેશાબ કરવા માટે કેમ ઉઠીએ છીએ ?

અસંતુલિત હાર્મોન્સ : શરીરમાં એન્ટી ડાયયુરેટીક હાર્મોનની કમીને કારણે પણ તમારે રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડે છે. આ હાર્મોન કિડનીની દ્રવના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શરીરમાં તેની કમી થવાથી વારંવાર પેશાબ જવું પડે છે.યુરીનરી ટ્રેકટ ઇન્ફેકશન : ખુબ જ વધુ સમય માટે યુરીન (પેશાબ) રોકી રાખવાથી યુટીઆઈ થઈ શકે છે. યુટીઆઈના કારણે થતી જલનને દૂર કરવા માટે વારંવાર પેશાબ કરવાની આવશ્યકતાનો અનુભવ થાય છે.

સોજાયેલા પગ : જો તમારા પગનો નીચેનો ભાગ હંમેશા સોજેલો રહે છે તો તે ચિંતાનો વિષય છે. આ સ્થિતિને એડીમા કહે છે. જેના કારણે રાત્રે વારંવાર પેશાબ જવું પડે છે. થોડી મિનીટ માટે પગને ઉપર રાખો. તેનાથી શરીના ભાગમાં દ્રવ સમાન રૂપથી વિતરિત થશે, જેનાથી આ સમસ્યા થોડી ઓછી થશે.

ડાયાબિટીસ : વાસ્તવમાં શરીરમાં અતિરિક્ત રક્ત શર્કરાને બહાર કાઢવા માટે વારંવાર પેશાબ આવે છે. એવામાં જો તમને પણ આ સમસ્યા છે તો ડાયાબિટીસની તપાસ જરૂર કરાવો.ગર્ભાશય કેન્સર : અંડાશયમાં સીસ્ટ, ગર્ભાશય કેન્સર અને અન્ય સ્થિતિઓમાં તેનો આકાર વધી જાય છે. એવામાં આ અંગ મૂત્રાશય પર દબાણ કરે છે, જેનાથી વારંવાર પેશાબ આવે છે. એવામાં તેને નજરઅંદાજ ન કરો.

વધુ લીક્વીડ પીવું : આ પેશાબ કરવાના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે. જેટલું વધુ તમે પાણી પીવો છો, એટલું જ તમે પેશાબ જાવ છો. ડોક્ટરો અનુસાર, સુવાના 2 કલાક પહેલા પ્રવાહી પદાર્થનું સેવન કરવું જોઈએ.

કેફીન/આલ્કોહોલનું સેવન : જો તમે સુતા પહેલા આલ્કોહોલનું સેવન કરો છો તો તે શરીરમાં યુરીનને વધારી શકે છે. સુતા પહેલા ઓછામાં ઓછી 3 કલાક પહેલા આલ્કોહોલનું સેવન કરવું જોઈએ.બ્લેડર પ્રોલેપ્સ : ઘણી મહિલાઓને વારંવાર પેશાબ જવાનો અનુભવ થતો હોય છે. ખાસ કરીને પ્રસવ પછી. આ એક નબળા મૂત્રાશયનું કારણ હોય શકે છે. તેવામાં તમારે તપાસ કરાવવી જોઈએ.

આમ જો તમે પણ વારંવાર પેશાબ જવાની સમસ્યાથી પીડાવ છો તો તમારે ડોક્ટરની સલાહ લઈને તેનો યોગ્ય ઉપચાર કરવો જોઈએ. તેમજ પેશાબ વારંવાર જવું એ કોઈ સામાન્ય સમસ્યા નથી પરંતુ આગળ જતા તે એક ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આથી જો તમને પણ ઉપર આપેલ કોઈ બીમારી છે તો તેનો સમય રહેતા ઉપચાર કરાવવો ખુબ જરૂરી છે. આમ તમે યુરીનને લગતી કોઈ બીમારીથી પીડાવ છો તો તેને શરૂઆતથી જ ઉપચાર કરવાની જરૂર છે. પણ તેને નજરઅંદાજ કરવું ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment