મીણબત્તીના આવા ઉપયોગથી ઘરના આટલા નાના મોટા કામો થઈ જશે સરળ. જાણી લો ઉપયોગ કરવાની રીત…

ઘરમાં રહેલ અનેક વસ્તુઓનું કામ થઈ જાય એટલે આપણે તેને એક ખૂણામાં ફેંકી દઈએ છીએ. આપણે તે વસ્તુઓને એટલા માટે ફેંકી દઈએ છીએ, કારણ કે આપણને તે વસ્તુઓ વિશે જાણકારી હોતી નથી કે, આપણે તેનો ફરી ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે, ઘરમાં રહેલ અનેક વસ્તુને તમે ઘણા કામમાં લઈ શકો છો.

જી હા મિત્રો, એક વાર મીણબત્તીને પ્રગટાવ્યા પછી તે નાની થઈ જાય છે અને આપણે તેને ફેંકી દઈએ છીએ, તો તમે આ લેખને વાંચ્યા પછી મીણબત્તીને ક્યારેય નહિ ફેંકો, પરંતુ તમે તેનો ફરી ઉપયોગ કરી શકશો. આજે અમે આ લેખમાં અમુક એવી ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે મીણબત્તી દ્વારા ઘણા મુશ્કેલ કામોને સહેલું બનાવી શકો છો, તો આવો જાણીએ આ અકલ્પિય ટીપ્સ વિશે.બુટને ચમકાવો : તમને થોડું અટપટું લાગતું હશે કે, મીણબત્તીથી બુટને કેવી રીતે ચમકાવી શકાય છે. જો તમે પણ આવું જ, કંઈ વિચારી રહ્યા છો, તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, મીણબત્તીથી તમે જૂનામાં જૂના બુટને પણ ચમકાવી શકો છો. બુટને સાફ કર્યા પછી, મીણબત્તીને તમે ધીમે-ધીમે બુટ પર ઘસો. ઘસ્યા પછી બ્રશની મદદથી પૉલિશ કરો. આમ, કરવાથી તમારા બુટ પહેલા જેવા જ ચમકી જશે. તમને કોઈ ડાગ પણ નહીં જોવા મળે.

બેગ અથવા પેન્ટની ચેન :

લગભગ એવું થતું હોય છે કે, કબાટમાં રાખેલ પેન્ટની અથવા તો બેગની ઝીપ જામ થઈ જાય છે અથવા તો તે સારી રીતે કામ કરતી નથી. આવા સમયમાં મીણબત્તી તમારું કામ સહેલું બનાવી શકે છે. આ માટે તમે ઝીપના બીજા ભાગ પર મીણબત્તીને ઘસો અને તેને બંધ કરવાની કોશિશ કરો. આમ કરવાથી પેન્ટની ઝીપ પહેલાની જેમ કામ કરવા લાગશે. આ રીતે તમે બીજી અન્ય ઝીપને પણ ઠીક કરી શકો છો.ફર્નિચરમાં લાગેલ સ્ક્રેચ : જો તમારા ઘરમાં લાકડાનું ફર્નિચર છે અને તમને ફર્નિચરમાં ઘણા નિશાન દેખાય છે, તો તમે તે નિશાનને દૂર કરવા માટે અને ચમકાવવા માટે મીણબત્તીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે સૌથી પહેલા ફર્નિચરને સારી રીતે સાફ કરી લો અને પછી મીણબત્તીને નિશાન વાળી જગ્યા પર ધીમે-ધીમે ઘસો. ઘસ્યા પછી તેના ઉપર બ્રશની મદદથી પૉલિશ કરો. આમ, કરવાથી નિશાન દૂર થઈ જશે અને પહેલાની જેમ ફર્નિચર ચમકવા લાગશે.

કાટને સરળતાથી દૂર કરવા :

આપણાં ઘરમાં એવું ઘણીવાર થતું હોય છે કે, દરવાજા પર અને બારી પર કાટ લાગી જાય છે, જેથી ખોલવામાં અને બંધ કરવામાં ખુબ જ મુશ્કેલી થાય છે. તેવામાં આ સમસ્યાને દૂર કરવા માટે, તમે મીણબત્તીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે દરવાજા અને બારીના લોખંડની ક્લીપમાં મીણબત્તીને ઘસો. આમ, કર્યા પછી બારી અને દરવાજાને ક્લોઝ અને ઓપન કરો. આમ કરવાથી કાટ સહેલાઈથી દૂર થઈ જશે.આ રીતે તમે દીવાલ પર લાગેલ  નિશાનને દૂર કરવા માટે પણ મીણબત્તીનો ઉપયોગ કરી શકો છો. ઘણીવાર લોકો પેપર પર લખેલ કોઈ પણ શબ્દને દૂર કરવા માટે પણ મીણબત્તીનો ઉપયોગ કરે છે. આમ તમે ઘરના ઘણા એવા નાના કામ છે જેને તમે મીણબત્તીની મદદથી સહેલા બનાવી શકો છો. તેમજ જો તમારા ઘરમાં કાચના શટર વાળા દરવાજા છે તો તેને ખોલતા તેમજ બંધ કરતા ઘસાય છે તો તેને મીણબત્તીની મદદથી સારા કરી શકાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment