મિત્રો દહીં એ દરેક માણસને ભાવતી વસ્તુ છે. તેમજ તેને ખાવાથી ફાયદાઓ પણ થાય છે. તમારું શરીર રુષ્ટ પુષ્ટ રહે છે. શું તમે જાણો છો કે દહી સાથે એવી ઘણી વસ્તુઓ છે, જેનું સેવન ન કરવું જોઇએ અને જો તમે સેવન કરો છો, તો તમને અનેક બીમારી થઈ શકે છે. જાણો એવી કઈ વસ્તુ છે, કે જેની સાથે તમારે દહીનું સેવન ન કરવું જોઇએ.
દહીં એ લગભગ દરેક લોકોને પસંદ હોય છે. ઘણા લોકોને દહીં વગર ભોજન લેવું ગમતું નથી, તેમજ ઘણા લોકોને કોઈ ન કોઈ રૂપમાં દહીંનું સેવન કરવા જોઇએ છે. આ માટે તે કોઈપણ સામગ્રી સાથે દહીંનું સેવન કરે છે. તેમજ ઘણા લોકો સાદું દહી, મીઠું દહી, છાશ અથવા તો દહીંનું રાયતું વગેરે ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ દહી ખાવાના શોખીન છો અને દહીં વગર તમને ચાલતું નથી, તો આ લેખ વાંચવો એ તમારા માટે જરૂરી છે. દહી આપણાં સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારી છે, એ લગભગ દરેક લોકો જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે દહીને અમુક વસ્તુઓ સાથે સેવન ન કરવું જોઇએ, કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. જાણો કઈ વસ્તુને દહીંમાં મિક્સ કરીને ન ખાવી જોઇયે.
1) દહીની સાથે ડુંગળીનું સેવન ન કરવું જોઇએ : ઘણા લોકો ડુંગળી સાથે દહીનું સેવન કરે છે, પરંતુ આવું ન કરવું જોઇએ, કારણ કે ડુંગળી અને દહી આ બંનેની તાસીર અલગ હોય છે. જો તમે પણ આવું કરો છો, તો તમારે તમારી આ ટેવને દૂર કરવી પડશે. જો તમે દહી અને ડુંગળીનું સેવન એકીસાથે કરો છો, તો તમે અનેક બીમારીના ભોગી બની શકો છો. જેમકે તમને ખંજવાળ, રિંગવોર્મ અને પેટને લગતી અનેક બીમારી થઈ શકે છે. આથી જો તમે પોતાના શરીરમાં આવી કોઈ બીમારી નથી કરવા માંગતા તો તમારે દહીં અને ડુંગળીનું ક્યારેય પણ એકીસાથે સેવન ન કરવું જોઈએ.
2) દહી અને અડદની દાળ : જો તમારે અડદની દાળનું સેવન કરવું છે, ત્યારે તમારે તેની સાથે દહીનું સેવન ન કરવું જોઇએ. આવું એટલા માટે ન કરવું જોઇએ, કારણ કે આ બંનેનું એકીસાથે સેવન કરવાથી અનેક બીમારી તમને થઈ શકે છે. જેમકે, પેટમાં ગડબડ, ગેસ અને સોજો થઈ શકે છે અને જો તમને પહેલેથી જ ગેસ કે એસીડીટીની તકલીફ હોય તો તમારે અમુક વસ્તુનું સેવન કરતા પહેલા ખુબ જ ધ્યાન રાખવું જોઈએ.
3) તળેલી વસ્તુ : ઘણા લોકો શાકભાજી સાથે, તો દહીંનું સેવન કરે છે, પરંતુ સાથે જ પરોઠાની સાથે પણ દહીનું સેવન કરે છે. આવું કરવાથી તમે બીમાર થઈ શકો છો. આમ કરવાથી તમારા ડાયજેશન પર ખરાબ અસર થઈ શકે છે. આથી તમારે તળેલી વસ્તુ સાથે ક્યારેય પણ દહીનું સેવન ન કરવું જોઈએ.
4) દૂધ અને દહી : દહી અને દૂધનું એકીસાથે સેવન ન કરવું જોઇએ. જો આવું તમે કરો છો તો તમને પેટમાં ગેસ, એસીડીટી અને ઉલ્ટી થઈ શકે છે સાથે જ ડાયજેશનની સમસ્યા પણ થઈ શકે છે.
5) માછલી અને દહીનું એકીસાથે સેવન ન કરો : જો તમારે દહીનું સેવન કરવું છે, તો માછલીનું સેવન ન કરો અને જો તમારે માછલીનું સેવન કરવું છે તો એ સમયે તમારે દહીનું સેવન ન કરવું જોઇએ. આ બંનેનું એકીસાથે સેવન કરવાથી અપચો અને પેટમાં દુખાવો થઈ શકે છે. આમ પેટની બીમારીથી બચવા માટે તમારે માછલી સાથે દહીનું સેવન ન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી