મિત્રો જો તમે પણ વાળમાં થયેલા ખોડાની સમસ્યાથી પરેશાન છો તો તમે તેના ઈલાજ રૂપે દહીં અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી ખોડાની સમસ્યા દુર થવાની સાથે વાળની અન્ય સમસ્યાઓ પણ દુર થઇ જાય છે. ચાલો તો આપણે જાણી લઈએ દહીં અને લીંબુનો ઉપયોગ કરીને કઈ રીતે ખોડાની સમસ્યા દુર કરી શકાય છે.
વાળની સુંદરતા વધારવા માટે આપણે અનેક ઉપાયો અજમાવીએ છીએ. આ ઉપાયમાં ઘણા લોકો કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે. આ પ્રોડક્ટ્સ ભલે તમારા વાળ થોડા દિવસ સુંદર રહે, પણ ધીમે ધીમેં આ પ્રોડક્ટ્સ તમારા વાળને ડેમેજ કરી દે છે. આથી જ માર્કેટમાં રહેલ પ્રોડક્ટ્સની જગ્યાએ આપણે ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. ઘરેલું ઉપાયથી વાળને નુકશાન થવાનું જોખમ ઓછુ રહે છે. આ ઘરેલું ઉપાયોમાં દહીં અને લીંબુ ને સામેલ કરી શકાય છે. કદાચ આપણા માંથી ઘણા લોકો વાળની અને સ્કીનની સુંદરતા વધારવા માટે દહીં અને લીંબુ નો ઉપયોગ કરે છે. આ મિશ્રણ સ્કીનની સુંદરતા વધારવાની સાથે વાળની સુંદરતા વધારવામાં પણ મદદ કરે છે. 1 ) દહીં અને લીંબુથી વધી શકે છે વાળ :- ઘરે દહીં અને લીંબુ ખુબ સરળતાથી મળી જાય છે. દહીંમાં વિટામીન સી અને ફેટી એસીડ ભરપુર માત્રામાં હોય છે. જયારે લીંબુ એ વિટામીન સી ભરપુર હોય છે. તે તમારા વાળને સ્વસ્થ રાખવામાં અસરકારક છે. આ સાથે જ દહીં પ્રોટીન અને કેલ્શિયમ નો પણ સારો સ્ત્રોત છે. તેનાથી તમારા વાળને પ્રોટીન મળે છે. જેનાથી વાળનો ગ્રોથ વધે છે. જયારે દહીં માં વસા, લેક્ટિક એસીડ, આયરન, ફોસ્ફરસ, વિટામીન બી1, વિટામીન બી2, વિટામીન બી5,વિટામીન એ જેવા પોષક તત્વો ભરપુર માત્રામાં હોય છે. આ બધા પોષક તત્વો તમારા વાળને હેલ્દી રાખે છે.
2 ) કંડીશનરના રૂપમાં કામ કરે છે:- દહીં અને લીંબુ તમારા વાળમાં કંડીશનર ના રૂપમાં કામ કરે છે. જો તમે કોઈ સારા કંડીશનર ની તલાશ કરી રહ્યા છો તો માર્કેટમાં રહેલ કંડીશનર ની જગ્યાએ દહીં અને લીંબુ ને પોતાના વાળમાં લગાવો. તેનાથી તમારા વાળ સોફ્ટ અને જાડા થાય છે. અને ચમક પણ વધે છે.3 ) ખોડાથી છુટકારો અપાવે છે :- વાળમાં દહીં અને લીંબુ લગાવવાથી ખોડાની પરેશાની દુર થાય છે. દહીંમાં એન્ટી ફંગલ ગુણ મળે છે. જે સંક્રમણ ને દુર કરી શકે છે. તેનાથી ખોડાની સમસ્યા દુર થાય છે. તેનો ઉપયોગ કરવા માટે દહીં અને લીંબુ ને સારી રીતે મિક્સ કરીને સ્કેલ્પ પર થોડી વાર રહેવા દો. ત્યાર પછી વાળને ધોઈ નાખો.તેનાથી ખોડાની સમસ્યા દુર થઇ જાય છે.
4 ) વાળનું ખરવું ઓછુ થાય છે :- દહીં અને લીંબુને વાળમાં લગાવવાથી ખરતા વાળની સમસ્યા ઓછી થાય છે. ખરતા વાળની સમસ્યા દુર કરવા માટે દહીં અને લીંબુ ને સાથે થોડો લીમડો પણ નાખી શકો છો. તેનાથી વાળનું ખરવું ઓછુ થાય છે. તમારા વાળનો રંગ પણ કાળો થાય છે. આ સિવાય દહીં તમારા વાળને ચમક આપી શકે છે. 5 ) બેમુખા વાળની સમસ્યા દુર કરે છે :- બેમુખા વાળની સમસ્યા દુર કરવા માટે દહીં અને લીંબુ નો ઉપયોગ કરી શકાય છે. જો તમે બેમુખા વાળની સમસ્યાથી લડી રહ્યા છો તો અઠવાડિયામાં બે વખત દહીં અને લીંબુ ને પોતાના વાળમાં લગાવો. તેનાથી થોડા જ દિવસોમાં આ સમસ્યા દુર થઇ જશે.
વાળમાં દહીં અને લીબું લગાવવાથી વાળની ઘણા પ્રકારની સમસ્યાઓ દુર થઇ જાય છે. પણ જો તમારા વાળ ઓઈલી છે તો દહીં અને લીંબુ લગાવવાથી બચવું જોઈએ. સાથે જ વાળમાં અન્ય પ્રકારની સમસ્યાથી બચવા માટે પહેલા એક્સપર્ટ ની સલાહ જરૂરથી લો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી