અજમાવો આ 5 દેશી નુસ્ખા, શરીરના એક એક અંગની ચરબી કરી દેશે ગાયબ… થઈ જશો એકદમ પાતળા અને ફિટ….

આજકાલ વધતુ વજન દરેક જણની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. વજન વધવા થી તમારી સુંદરતા જ નથી હણાઈ જતી પરંતુ, હાઇપર ટેન્શન ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યાઓનું કારણ પણ બને છે. વજન ઘટાડવાના ઉપાય પણ અનેક છે પરંતુ કોઈપણ રીતે જલ્દી રિઝલ્ટ નથી આપી શકતા. એ જ કારણ છે કે વજન ઘટાડવાના મામલામાં ધીરજ રાખવી અત્યંત જરૂરી છે. 

વજન ઘટાડવાના અનેક ઉપાયો છે. આ બધા જ ઉપાયો અલગ અલગ લોકોમાં અલગ રીતે કામ કરે છે. આ જ કારણ છે કે પોતાનું વજન શરીરના આકાર, બીમારી, સમય, જગ્યાના હિસાબથી સાચો ઉપાય પસંદ કરવો અત્યંત જરૂરી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે વજન ઘટાડવા માટે એક ડેઇલી રુટીન ફોલો કરવું અત્યંત જરૂરી છે. આનાથી માત્ર ફીટ જ નથી રહેવાતું પરંતુ ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત બનાવવામાં મદદ મળે છે. આયુર્વેદમાં એવા અનેક ઉપાય છે જે વજન ઘટાડવાના વિષયમાં દરેક લોકોમાં એક સરખી રીતે કામ કરે છે. તો જાણીએ આ કયા ઉપાય છે.1)  સર્કેડિયન રિધમ ફાસ્ટિંગ:- પોતાના ખોરાકને બદલવો અને તેને અત્યંત ઓછી કેલેરીવાળો બનાવવાની જગ્યાએ સર્કેડિયન રિધમ ફાસ્ટિંગનું પાલન કરી શકો છો. તેનો મતલબ એ હોય છે કે તમે દિવસ ના અજવાળા દરમિયાન સૂર્યોદય અને સૂર્યાસ્ત ની વચ્ચે ખાઈ શકો છો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભોજન કરવાનો અર્થ એ છે કે તમે 12 કલાક ભોજન કરો છો અને બીજા 12 કલાક ઉપવાસ કરો છો. જેવી રીતે તમે સવારમાં 7 થી 8 વાગ્યે નાસ્તો કરો છો અને રાત્રી નું ભોજન 7 થી 8 સુધી કરો છો. તમે રાત્રિના ખાવાથી લઈને બીજા દિવસના નાસ્તા સુધી પાણી સિવાય બીજું કંઈ પણ ખાવા પીવાનો ઉપવાસ કરો છો. આ તમારા શરીરને તમારા દ્વારા જમવામાં આવતી દરેક વસ્તુને પચાવવામાં મદદ કરે છે અને તે જે અનાવશ્યક વસ્તુઓ છે તેને બહાર કાઢી દે છે.

2) વધુ પાણી પીવો:- પૂરતી માત્રામાં પાણી પીવાથી ભૂખ દબાવવામાં મદદ મળે છે. પૂરતું પાણી પીવાથી તમારા શરીરને ડિટોક્ષ કરવાની સૌથી સારી રીત છે. આ પાચનને સારું બનાવે છે. ઓછું પાણી પીવાથી કબજિયાત, નિર્જલીકરણ થઈ શકે છે જે હોર્મોનને અસંતુલિત કરી શકે છે અને વજન વધારી શકે છે. ચરબી ઘટાડવા માટે ગરમ પાણીનું સેવન સૌથી સારી રીત છે.

આ રીતે ઘટાડો વજન:- -20 મિનિટ સુધી ઊંડા શ્વાસ લો અને 40 મિનિટ શારીરિક વ્યાયામ કરો.

3) 20 થી 40:- શારીરિક વ્યાયામથી સંપૂર્ણ શરીરમાં રક્તના સંચાર માં સુધારો કરવામાં મદદ મળે છે અને શરીરની બધી જ કોશિકાઓ ને પર્યાપ્ત પોષણ અને ઓક્સિજન મળે છે. ઊંડા શ્વાસ મગજને ને શાંત કરે છે અને તમને મન લગાવીને ખાવામાં મદદ કરે છે. મન લગાવીને ખાવાથી તમે ક્યારેય પણ શરીરની આવશ્યકતા થી વધારે કે ઓછું નથી ખાતા.4) સારી ઊંઘ લેવી:- ઊંઘ શરીરમાંથી વધુ પડતી ચરબીને ઓછી કરવા માટે સૌથી સારી રીત છે. રાત્રે દસ વાગ્યે સૂવાથી લીવર ડિટોક્સ થાય છે કારણ કે રાત્રે 10 થી 2 વાગ્યાની વચ્ચેનો પિત્ત નો મુખ્ય સમય છે જેથી ઝડપી વજન ઘટાડી શકાય છે. ખાસ કરીને જો તમે વહેલું રાત્રિભોજન કર્યું હોય તો એટલે કે 7-8 વાગ્યા પહેલા.

5) ચાઈનીઝ, ડિપ ફ્રાઈડ અને પ્રોસેસ્ડ ફૂડ થી બચો:- આ ખાદ્ય પદાર્થોની પરેજી પાળવાથી તમારા લીવર પર ઓછો દબાવ પડશે અને જેનાથી પાચન સારુ થશે અને ડિટોક્ષ કરવામાં મદદ મળશે. આ તમારા આંતરડા માં સોજો પણ દૂર કરે છે, જે તમારા દ્વારા ખાવા માં આવેલ ખાદ્ય પદાર્થો માંથી પોષક તત્વોનું અવશોષણ કરવામાં મદદ મળે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment