હવે 1 જૂન પછી કાર કે બાઈક લેવાનો પ્લાન હોય તો જાણી લેજો આ માહિતી, નહિ તો લેવા સમયે લાગશે મોટો ઝટકો… જાણો સંપૂર્ણ માહિતી…

આજના સમયમાં જોશો તો દરેક ઘરમાં જેટલા વ્યક્તિ હશે એટલા જ વાહન પણ હશે. વાહન વગર કોઈને ચાલતું પણ નથી. હવે સામાન્ય વ્યક્તિના ઘરમાં પણ કાર હશે. હવે કાર અને બાઈકની ખરીદીમાં વધારે અંતર રહ્યું નથી. વાહનોના ભાવ હવે સાતમા આસમાને પહોંચ્યા છે. તેવી જ રીતે તેના પ્રીમિયમ દરમાં પણ વધારા થઈ રહ્યા છે.

જો તમે કાર કે બાઈક ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારું બજેટ થોડું વધારી લો, તેનું કારણ દરેક પ્રકારની ગાડીઓ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું પ્રિમીયમ વધવાનું છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તાજી ખબર આપી છે કે, 1 જૂનથી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધશે. આ પહેલી વાર છે જ્યારે મંત્રાલયે વીમા નિયમનકાર IRDAI સાથે સલાહ સૂચન કર્યા બાદ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સના પ્રીમિયમ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

બાઈક-સ્કૂટર માટે લાગશે આટલું પ્રીમિયમ : સરકારે 150cc થી વધારે પરંતુ 350cc થી ઓછી બાઈક અને સ્કૂટર માટે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હવે 1,366 રૂપિયા કરી દીધો છે જ્યારે 350cc વધારે ક્ષમતાના એન્જીન વાળા 2 વ્હીલર્સ માટે હવે ઈન્સ્યોરન્સ પ્રીમિયમ 2,804 રૂપિયા થશે.

જો તમે પાંચ વર્ષ માટે સિંગલ પ્રીમિયમ પર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કરાવવા જઈ રહ્યા હોવ તો 75cc સુધીની બાઇક-સ્કૂટર માટે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 2,901 રૂપિયા, 75 થી 150cc સુધીના માટે 3,851 રૂપિયા 150 થી 350cc સુધીના માટે 7, 365 રૂપિયા અને તેનાથી ઉપરની ગાડીઓ માટે 15,117 રૂપિયા થશે.

મોંઘા થયાં વાહનો, આટલું વધી ગયું પ્રીમિયમ : કારના થર્ડ પાર્ટી વીમા પણ જૂનથી મોંઘા થઈ જશે. નોટિફિકેશન મુજબ, 1000cc સુધીની એન્જિન ક્ષમતાવાળી કાર માટે વીમા પ્રીમિયમ 2,094 રૂપિયા હશે. કોરોના પહેલા 2019-20 માં આ 2,072 રૂપિયા હતા. ત્યાં જ 1000cc થી 1500cc સુધીની કાર માટે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 3,416 રૂપિયા થશે. જે પહેલા 3,221 રૂપિયા હતા. તેના સિવાય જો તમારી કારનું એન્જિન 1500cc થી વધારે  છે તો હવે ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટીને 7890 રૂપિયા થઈ જશે. પહેલા આ 7897 રૂપિયા હતો.

સરકારે ત્રણ વરસના સિંગલ પ્રીમિયમને પણ વધાર્યો છે. 1000cc સુધીની કારો માટે હવે 6521 રૂપિયા, 1500cc સુધીની કારો માટે 10,540 રૂપિયા અને 1500cc થી ઉપરની કારો માટે 24,596 રૂપિયા થશે.

ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ વાહનો થશે સસ્તા : સરકાર હવે ઇલેક્ટ્રિક અને ઈંધણ બચાવતા વાહનોને વધુ પ્રોત્સાહન આપે છે. તેથી ઈલેક્ટ્રીક વાહનોના ઇન્સ્યોરન્સ વીમા પર 15% અને વાઇબ્રેટ ઈલેક્ટ્રીક વાહનોના વીમા પ્રીમિયમ પર 7.5 % ડિસ્કાઉન્ટ મળશે. તેના સિવાય સ્કૂલ બસ અને વિન્ટેજ કારના વીમા પ્રિમિયમ પર પણ અનુક્રમે 15% અને 50% ડિસ્કાઉન્ટ મળશે.

શું છે આ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ : કોઈ નવું વાહન ખરીદવા પર તેના માલિકને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો અનિવાર્ય હોય છે. આ ઇન્સ્યોરન્સ વાહનના માલિકને નહીં પરંતુ તેના વાહન દ્વારા ઘાયલ થયેલા વ્યક્તિને વીમા કવચ પૂરું પાડે છે. ત્યાં જ, વાહનનો માલિક તેના વાહનને સુરક્ષિત રાખવા માટે વિવિધ વીમા વિકલ્પોમાંથી એક પસંદ કરી શકે છે, જેમાંથી એક લોકપ્રિય વિકલ્પ બમ્પર ટુ બમ્પર વીમાનો છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment