આજની મહિલાઓ ઘરની સાથે સાથે અનેક પ્રકારના બાહ્ય ક્ષેત્રોમાં જોડાયેલી છે. અને પોતાના કાર્યોને સફળતાપૂર્વક પાર પાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ કેટલીક મહિલાઓને પોતાના શરમાળ સ્વભાવના કારણે, પોતાના કાર્યની વ્યસ્તતાના કારણે અથવા પુરુષ સહકર્મી ના કારણે તેની એક આદત થી ગંભીર નુકશાન થઈ શકે છે, તે આદત છે પેશાબ રોકવાની.
આયુર્વેદાચાર્યએ હાલમાં જ પેશાબને રોકવાના પરિણામો શેર કરતા આમ ન કરવાની સલાહ આપી છે. તેમને જણાવ્યું કે આયુર્વેદ 13 પ્રાકૃતિક આગ્રહોની વ્યાખ્યા કરે છે જેને ક્યારેય પણ રોકવા ન જોઈએ. આમાંથી એક છે પેશાબ. વિશેષરૂપે મહિલાઓ અનેક કારણોસર પેશાબ કરવાની ઈચ્છાને દબાવે છે. આમ કરવાથી તમારી અસુવિધા વધી શકે છે. લાંબા સમય સુધી પેશાબ ને કન્ટ્રોલ કરવાથી અનેક પ્રકારની કિડની સંબંધિત બિમારીઓ થવાનું જોખમ રહે છે. પેશાબ રોકવાની ક્ષમતા વ્યક્તિની ઉંમર પર નિર્ભર કરે છે. એક પુખ્ત વયની વ્યક્તિનું મૂત્રાશય 2 કપ સુંધી પેશાબને રોકી શકે છે. સમય જતાં, મૂત્રાશયમાં પેશાબની વધેલી માત્રા મૂત્રાશયમાં ચેપનું જોખમ વધારે છે.આપણી કિડની લોહીમાંથી કચરો અને વધારાનું પાણી ગાળીને પેશાબ બનાવે છે. આનાથી શરીરમાં બેક્ટેરિયા હાજર હોય છે. શરીરમાં આને બહાર કાઢવાની ઈચ્છા ઉત્પન્ન થતાં તેને રોકવું ન જોઈએ. આ શરીરની અનિચ્છનીય ક્રિયાઓ માંથી એક છે. જેવી રીતે છીંક આવવી. એવામાં જો તમે આને કંટ્રોલ કરવાની કોશિશ કરો છો તો શરીરમાં કુદરતી ક્રિયા થવામાં અવરોધ થઈ શકે છે. તેના પરિણામ સ્વરૂપ શરીરમાં અનેક પ્રકારની પરેશાનીઓ થવા લાગે છે.
પેશાબ રોકવાની આડઅસર:-
1) ઉંમર પર નિર્ભર કરે છે મૂત્રાશયની ક્ષમતા:- પેશાબ રોકવાની ક્ષમતા વ્યક્તિની ઉંમર પર નિર્ભર કરે છે. એક પુખ્ત વયની વ્યક્તિનું મૂત્રાશય બે કપ પેશાબ ને રોકી શકે છે. જ્યારે બાળકોને પેશાબ સ્ટોર કરવાની ક્ષમતા આનાથી અડધી હોય છે. એ જ કારણ હોય છે કે બાળકો વારંવાર ટોયલેટ કરે છે.
2) પેશાબ રોકવો ક્યારેક મુશ્કેલીનું કારણ બની જાય છે:- આયુર્વેદાચાર્ય જણાવે છે કે પેશાબ રોકવું નેચરલ કોલ હોય છે. અને જ્યારે તમે આમાં અવરોધ ઉભો કરવાની કોશિશ કરો છો તો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એક કે બે વાર પેશાબ રોકવો યોગ્ય છે પરંતુ આપણે જ્યારે નિયમિત રૂપે આમ કરીએ છીએ તો આનાથી ઘણી માળખાકીય અને કાર્યાત્મક અસામાન્યતાઓ થઇ શકે છે.
3) પેશાબ દરમિયાન દુખાવા સાથે UTI નું વધી શકે છે જોખમ:- મૂત્રાશયની ક્ષમતાથી વધારે પેશાબ રોકવાથી ઇન્ફેક્શન થઈ શકે છે. પેશાબમાં શરીરના અનેક વ્યર્થ બેક્ટેરિયા હોય છે. જ્યારે આને સમયસર કાઢવામાં નથી આવતા તો તેની માત્રા વધી જાય છે અને ઈંફેક્શન થાય છે. જેના કારણે પેશાબ દરમિયાન દુખાવાની સમસ્યા શરૂ થઈ જાય છે. આના મામલા વધારે પડતા મહિલાઓમાં જોવા મળે છે કારણ કે અનેક કારણોસર તેઓ પેશાબની ઈચ્છાને રોકી રાખે છે.
4) પથરીની સમસ્યા થઇ શકે:- વારંવાર પેશાબ રોકવાની આદત કિડનીમાં પથરી થવાની સમસ્યાને વધારી શકે છે. તેના સિવાય આહાર,શરીરનું વધુ વજન, ચિકિત્સકીય સ્થિતિ અને દવાઓ પણ કિડનીમાં પથરી બનવાનું કારણ બની શકે છે.5) મૂત્રાશયની માંસપેશીઓની થવા લાગે સમસ્યા:- પેશાબ ને રોકી રાખવાથી મૂત્રાશયની દીવાલો નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી બની રહેવાથી મૂત્રાશયને નુકશાન થવાનું જોખમ રહે છે. આ પેશાબના લીકેજ નું કારણ પણ બની શકે છે. તેના સિવાય લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી મૂત્રાશય અને પ્રાઇવેટ પાર્ટમાં દુખાવો થવાની ફરિયાદ રહે છે.
જાણકારની સલાહ:- આયુર્વેદાચાર્ય એ જણાવેલ પરિણામોથી બચવા માટે આપણે શરીર ની વાત સાંભળવી જોઈએ અને તેના પ્રમાણે પ્રતિક્રિયા આપવી જોઈએ. તમારી ઇચ્છાને રોકશો નહીં, તેનાથી સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી