મોંઘી દવાઓ વગર બ્લડ શુગર રહેશે આજીવન કંટ્રોલમાં, જાણો ડાયાબિટીસ રોકવાની 5 સરળ ટીપ્સ…

આજની ખાણીપીણીના કારણે ડાયાબિટીસની સમસ્યા સામાન્ય બની ગઈ છે. હવે ડાયાબીટીસની બીમારી નાની ઉંમરના વ્યક્તિને પણ જોવા મળે છે. તેથી ખાણીપીણી પર ધ્યાન રાખવું અત્યંત જરૂરી બની રહે છે. તેથી ડાયાબિટીસ ના દર્દીઓએ શું ખાવું? આ એક એવો પ્રશ્ન છે કે તેનો જવાબ દરેક શુગરના દર્દી જાણવા ઈચ્છે છે. અને તેના ફાયદાની તેને ખબર પણ હોવી જોઈએ. ડાયાબિટીસને નિયંત્રિત રાખવી એ ખાવા પીવાની આદત ઉપર નિર્ભર છે. આમ તો ડાયાબિટીસ નો કોઈ ચોક્કસ ઈલાજ નથી અને જો તમે ખાવા-પીવા પર ધ્યાન નહીં રાખો તો તમે તમારી હાલત ને ગંભીર થતાં નહીં બચાવી શકો.

ડાયાબિટીસમાં બ્લડ શુગર વધવાથી દર્દીને અનેક પ્રકારની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ રહે છે. એ જ કારણ છે કે તમારે બ્લડશુગરને નિયંત્રિત રાખવું જરૂરી છે. બ્લડ શુગરને કંટ્રોલ રાખવાના ઉપાયમાં સૌથી પહેલું સ્થાન ખાવા પીવાનું છે. શુગરના ના દર્દીઓને ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ માં વધુ વસ્તુઓ સિવાય કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ વાળી વસ્તુઓનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

એક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે, એવી અનેક વસ્તુઓ છે, જેના સેવન થી ડાયાબિટીસ ના દર્દીઓની હાલત વઘારે બગાડી શકે છે. ભલાઈ એમાંજ છે કે તમારે બ્લડ શુગર ને નિયંત્રિત રાખવા માટે એવી વસ્તુઓથી બચવું જોઈએ અથવા એકદમ ઓછી માત્રા માં ખાવું જોઈએ.

1) કાર્બોહાઇડ્રેટ્સ ઓછું કરો:- જ્યારે તમે કાર્બોહાઇડ્રેટ્સ, ખાવ છો તો પોષક તત્વોથી ભરપુર ખાદ્ય પદાર્થોથી આવવું જોઈએ. શાકભાજી – ખાસ કરીને સ્ટાર્ચ વગરની, આખા અનાજ, ફળો, કઠોળ અને ડેરી ઉત્પાદનો. પ્રોસેસ્ડ ફૂડ, ચરબી, ખાંડ અને સોડિયમવાળા ખોરાકને ટાળો. આમાંથી મળતો કાર્બોહાઇડ્રેટ્સ હાનિકારક છે.

2) સેન્ચ્યુરેટેડ ફેટનું સેવન ઓછુ કરો:- ડાયાબિટીસના દર્દીઓને સેચ્યુરેટેડ ફેટનું સેવન ન કરવું જોઈએ કે અત્યંત ઓછી માત્રામાં કરવું. આ મુખ્ય રૂપે પશુ ઉત્પાદનો માં ઉપલબ્ધ હોય છે. ત્યાં સુધી કે સારી ફેટ વાળું જૈતુન નું તેલ પણ ઓછી માત્રામાં ખાવું જોઈએ.

3) મીઠા પદાર્થો ખાવાના ટાળો:- ડાયાબિટીસના દર્દીઓએ ખાંડવાળા મીઠા પદાર્થો અને પીણા થી બચવું જોઈએ. હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સીરપ અથવા સુક્રોજ વાળા મીઠા પદાર્થ ઝડપથી બ્લડશુગરને વધારી શકે છે. તેના સિવાય તમારે સાદુ પાણી પીવું જોઈએ.4) મીઠાનું સેવન ઓછું કરવું:- મીઠાનું વધુ પડતું સેવન ન કેવળ બ્લડશુગરને પ્રભાવિત કરે છે પરંતુ આ અનેક ગંભીર સમસ્યાઓ, ખાસ કરીને હૃદયથી જોડાયેલા રોગોનું જોખમ પણ ઊભું કરી શકે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરથી લડી રહ્યા હોવ તો તમારે પ્રતિદિન 2,300 મિલીગ્રામથી ઓછું મીઠા નું સેવન કરવું

5) દારૂને હંમેશા માટે કરી દેવું અલવિદા:- આમ તો દારૂના સેવનથી સંપુર્ણ રીતે બચવું જોઇએ પરંતુ જો તમે લઈ પણ રહ્યા હોવ તો અત્યંત ઓછી માત્રામાં લેવું. મહિલાઓ માટે એક દિવસમાં એક ડ્રિન્ક અને પુરૂષો માટે એક દિવસમાં બે ડ્રિન્ક લેવાની સલાહ આપવામાં આવી છે. દારૂ એવા લોકો માટે ખતરનાક છે જેઓ ઇન્સ્યુલિન કે બીજી કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હોય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment