આગમાંથી બાળકોને બચાવ્યા પણ ઘરમાં રહેલી કિમ જોંગની તસ્વીર ના બચાવી શકી.. મહિલાને મળશે સજા

મિત્રો ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગની તાનાશાહી દુનિયાભરમાં ચર્ચિત છે. તેવામાં એક એવો મામલો સામે આવ્યો છે કે, જેમાં એક મહિલાને એટલા માટે સજા આપવામાં આવી, કેમ કે તેના ઘરમાં આગ લાગી તો તેને કિમ જોંગની તસ્વીરને ન બચાવી અને તેના બાળકોને આગથી બચાવી લીધા.

આમ તો ઉત્તર કોરિયામાં બધા જ નાગરિકોએ પોતાના ઘરમાં કિમ જોંગનો ફોટો લગાવવો અનિવાર્ય છે. આરોપી મહિલા ઉત્તરી હેમયોંગ પ્રાંતના ઓનાસોંગમાં પોતાના પરિવાર સાથે રહે છે, સાથે જ એક અન્ય પરિવાર પણ રહે છે.

તે દરમિયાન અચાનક જ આગ લાગી જવાના કારણે બંને પરિવારના સદસ્યો ઘરની બહાર આવી ગયા. પરંતુ તે દરમિયાન તે બે તસ્વીરોને સળગતા બચાવ ન શકી અને આગની લપેટમાં બંને તસ્વીર આવી ગઈ. ત્યાર બાદ તે મહિલાને આરોપી બનાવવામાં આવી. પરંતુ તમને જણાવી દઈએ કે તે મહિલાના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.  મહિલા પર આરોપ છે કે, ઘરની આગથી કિમ ઈલ-સુંગ અને કિમ જોંગની તસ્વીરની જગ્યાએ પોતાના બાળકોને બચાવ્યા. હવે તે મહિલાને સજા આપવામાં આવશે અને તે મહિલા પર પોલિટીકલ ક્રાઈમનો આરોપ લગાવવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યુરિટી આ મુદ્દે તપાસ કરી રહી છે, જણાવવામાં આવી રહ્યું છે કે, તે મહિલાએ જેલ જવું પડશે.

બની ચુક્યા છે આવા મામલા : 

આ પહેલો મામલો નથી, કે કિમ જોંગની તસ્વીરમાં આગ લાગી હોય. આવા ઘણા બધા મામલા સામે આવ્યા છે. જો કે આગથી તેની તસ્વીર બચાવવા માટે એ લોકોને સમ્માનિત પણ કરવામાં આવ્યા છે.

એક વાર ઉત્તર કોરિયામાં જ એક ઘરમાં આગ લાગી હતી અને તે ઘટનામાં અમુક બાળકોનું મૃત્યુ એટલા માટે થયું હતું, કેમ કે તે આ બંને તસ્વીરો બચાવવા માંગતા હતા. પરંતુ જ્યારે તેની લાશો મળી ત્યારે બાળકોએ પોતાના હાથોમાં તે તસ્વીરોને પકડેલી હતી. એવી જ એક ઘટના 2012 માં સામે આવી હતી, જ્યારે એક છોકરી પોતાના ઘરમાં રહેલી કિમ જોંગની તસ્વીરને બચાવવા માટે પુરમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન પૂરમાં તેનું મૃત્યુ થઇ ગયું. ત્યાર બાદ કિમ જોંગ-ઈલ યુથ ઓનર એવોર્ડથી તે છોકરીને સમ્માનિત કરવામાં આવી હતી. એટલું જ નહિ તેના નામે સ્કુલ પણ બનાવી અને તેના પરથી સ્કુલનું નામ રાખવામાં આવ્યું.

ફરજિયાત છે તેની તસ્વીર લગાવવી : ઉત્તર કોરિયામાં એક કાનુન પ્રમાણે કિમ પરિવારના બધા જ સદસ્યોને સમ્માન દેવું અને તેના પોટ્રેટ ઘરમાં લગાવવા ફરજિયાત છે. જો કોઈ તેની દેખભાળ ન કરી શકે, તો તેને પોલિટીકલ ક્રાઈમ માનવામાં આવે છે અને તેની સજા પણ આપવામાં આવે છે.

ઉત્તર કોરિયામાં નિયમો અનુસાર, કિમ પરિવારના બધા ચિત્રોને એટલી જ શ્રદ્ધાની સાથે રાખવા જોઈએ, જેમ આપણા ઘરમાં ખુદની તસ્વીરની દેખભાળ કરવામાં આવે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment