એક ડોક્ટરે પુત્રીને SUV ગાડીને ગાયના છાણથી લીપીને વિદાય આપી… કારણ જાણીને તમે પણ વાહ-વાહ કરશો

મિત્રો, આપણાં વડીલો અમુક વસ્તુઓનો ઉપયોગ કરતાં હતા તેની પાછળ ઘણા કારણો રહેલા હતા. પરંતુ આપણને હવે વડીલોની વાતો માનવી નથી ગમતી. પરંતુ શું તમે જાણો છો કે, તેમની જીવનશૈલીમાં તેઓ જે પણ કાર્યો કરતાં અથવા તો પ્રવૃતિઓ કરતાં તેની પાછળ કોઈને કોઈને વૈજ્ઞાનિક મહત્વ નીકળતું હતું. જેને અત્યારે આપણે આધુનિકતા કહીએ છીએ. આપણાં વડીલોના એ પ્રયોગો ખરેખર જીવનને સુરક્ષિત કરવા માટેના જ હતા. તો આજે અમે તમને એવા જ એક ઉપાય વિશે જણાવશું, જે જાણીને તમને આશ્ચર્ય થશે.

મિત્રો, તમે પોતાના સગા સંબંધીઓ ના લગ્નમાં ગયા જ હશો અને ત્યાં તમે વરરાજાની કારને વિવિધ રીતે ડેકોરેટ થયેલી જોઈએ હશે. પરંતુ ક્યારેય આવી રીતે નહીં જોઈ હોય. તમે લગ્નમાં ફૂલોથી શણગારેલી કારમાં નવી વહુને મોકલતી જોઈ હશે, પરંતુ તમે ક્યારેય ગાયના છાણથી લીપેલી ગાડીમાં કોઈ કન્યાને જતાં નહીં જોઈ છે ? આ વિશે ચોક્કસ તમારો જવાબ ના હશે. અને તમે કહેશો કે કેમ આમ કોઈ મોંઘી એસ SUV કારને ગાયનું છાણ લગાડીને પુત્રીને વિદાય આપે ? તમને જણાવી દઇએ કે આ વાત એકદમ સાચી છે અને તે વાત છે મહારાષ્ટ્રના મરાઠાવાડાની, જ્યાં એક ડોક્ટરે ગાયના છાણથી સજાવેલી કારમાં પોતાની પ્રિય પુત્રીને વિદાય આપી હતી. આ કિસ્સા વિશે વિસ્તારથી વાત કરીએ તો આ માણસ વ્યવસાયે ડોક્ટર અને વૈજ્ઞાનિક છે. તેનું નામ ડો.નવનાથ દુધાલ છે. તેમણે મુંબઈની ટાટા રિસર્ચ હોસ્પિટલમાં વર્ષો સુધી કામ કર્યું છે. મે 2019 જ્યારે સમગ્ર દેશમાં ખુબ જ ગરમી પડી રહી હતી, ત્યારે તેઓએ ઠંડકનો અનુભવ કરવા માટે વારંવાર પોતાની SUV કારના એસીને ફાસ્ટ કરવું પડતું હતું. તે છતાં પણ ગરમીનો અનુભવ થતો હતો.

પરંતુ જ્યારે તેઓ હોસ્પિટલમાંથી નિવૃત થયા પછી અનેક પ્રયોગો કર્યા, તેમાનો એક આ નવતર પ્રયોગ છે. હોસ્પિટલમાંથી નિવૃત્ત થયા પછી જ્યારે ડો. નવનાથ દુધાલ સામાજિક કાર્યકર્તા રાજીવ દિક્ષિતથી પ્રેરિત થયા અને તેઓએ ઉસ્માનાબાદમાં એક ગુરુકુલ ગૌશાળાની શરૂઆત કરી અને ત્યાર પછી તેમણે ગાયના છાણ પર સંશોધન કરવાનું શરૂ કરી દીધું. આ સમય દરમિયાન, તેમણે જાણ્યું કે ગાયનું છાણ બાહ્ય તાપમાન ઘટાડી શકે છે અને આ જ કારણસર, તેણે તેની SUV કાર પર ગાયનું છાણ લગાવ્યું હતું.

આ ઉપરાંત તેણે પોતાના નિર્ણય આગળ એવું જણાવ્યું હતું કે, તેની કાર પર આ છાણ લગાવવા માટે તેઓએ લગભગ 30 કિલો ગાયના છાણનો ઉપયોગ કર્યો હતો. ડો.નવનાથ દુધાલે એવો દાવો પણ કર્યો છે કે ગાયના છાણનો ઉપયોગ કર્યા પછી, ઉનાળા દરમિયાન તેમને કારનું તાપમાન ઘટાડવા માટે AC નો વધુ ઉપયોગ કરવો પડ્યો ન હતો. આ સાથે, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઉનાળાના દિવસોમાં ગાયના છાણના ઉપયોગને કારણે વાહન ઝડપથી ઠંડુ થઈ જાય છે અને શિયાળામાં વાહનમાં ઠંડીથી પણ ઓછી રહે છે.

એટલું જ નહીં ડો. નવનાથ દૂધાલે એવું પણ કહ્યું કે, ગાડી પર છાણ લગાડ્યા પછી 6 મહિના સુધી તેને ધોવું નથી પડતું. જેના કારણે દરરોજ 20 લિટર જેટલા પાણીની બચત થાય છે. આ મહિનાના હિસાબે 600 લિટર પાણીની બચત થાય છે.

આવા પ્રયોગ કર્યા પછી ડો. નવનાથ દૂધાલે બીજા અનેક પ્રયોગો કરી જોયા છે. આમ તેમણે કાર પર ગાયનું છાણ લગાવવા ઉપરાંત ડો.નવનાથ દુધાલે પોતાના મોબાઈલના કવર પર પણ ગાયનું છાણ લગાવી દીધું છે. એટલું જ નહીં તેમણે પોતાની ગાડીમાં જ છાણમાંથી બનાવેલા ગણપતિને રાખ્યા છે. ડો.નવનાથ દુધાલે દાવો કર્યો છે કે, ગોબરના ઉપયોગથી મોબાઇલના રેડિયેશનથી બચી શકાય છે અને કારમાં સકારાત્મક ઉર્જા રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment