માથામાં લગાવી રસોડામાં રહેલી આ ત્રણ વસ્તુ, કોઈ પણ દવા કે ટ્રીટમેન્ટ વગર જ ટાલની સમસ્યાથી મળી જશે કાયમી છુટકારો…

આજના સમયમાં ટાલ પડવી એ એક ખૂબ ગંભીર સમસ્યા બનતી જાય છે. એવા સમયે ઘણા ઉપાયો અજમાવવામાં આવે છે. પણ તેનું જોઈએ તેવી પરિણામ નથી આવતું. જો કે આ સમસ્યા હવે પુરુષોની સાથે સ્ત્રીઓમાં પણ જોવા મળી રહી છે. આથી જ તેનો ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે. 

ટાલ પડવી એ એક સમયે પુરુષોની સમસ્યા માનવામાં આવતી હતી, પણ હવે તે મહિલાઓમાં પણ ખુબ જ ઝડપથી વધી રહી છે. જો કે આ સમસ્યા હવે સમગ્ર દુનિયામાં જોવા મળી રહી છે આથી તે દિવસે દિવસે ગંભીર સમસ્યા બનતી જાય છે. આથી ટાલ પડવાની શરૂઆતના સમયમાં સાવધાન થઇ જાવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને તમે વાળની યોગ્ય સંભાળ રાખી શકો.

જો તમારા વાળ ખુબ જ વધુ પ્રમાણમાં ખરે છે તો સમજી લો કે આ ટાલ પડવાની શરૂઆત થઇ ગઈ છે. ખરતા વાળને જોઇને લોકો દુઃખી થાય છે, પણ લોકો એ નથી સમજતા કે ઓછા ખર્ચે આ સમસ્યાનો ઈલાજ થઇ શકે છે. 

આથી જ સામાન્ય વર્ગને ધ્યાન રાખીને હેર એક્સપર્ટ એ ખુબ જ સરળ ઘરેલું ઉપાય જણાવ્યો છે જેની વિશેષતા આયુર્વેદમાં પણ જોવા મળે છે. રસોઈમાં વપરાતી સામાન્ય વસ્તુઓ લઈને પણ તમે ખરતા વાળનો ઈલાજ કરી શકો છો. આ વસ્તુઓમાં લસણ અને ડુંગળી વપરાય છે. તેમાં એક ખુબ જ ખાસ તેલ મિક્સ કરવાનું છે, ચાલો તો આ ઉપાય વિશે જાણી લઈએ. 

આ રીતે તૈયાર કરો તેલ : 1) સૌથી પહેલા એક ડુંગળી લઇ તેને ક્રશ કરી લો, જેથી તેનો રસ કાઢી શકાય. તમે ઈચ્છો તો મિક્ચરમાં પીસીને ગાળી શકો છો, જેથી તેનો રસ કાઢી શકાય છે.
2) હવે લસણની 10 થી 12 કળીઓ લઇ લો. પછી તેને ખાંડીને અથવા તો ક્રશ કરીને તેનો રસ કાઢી લો.
3) હવે એક વાસણમાં ડુંગળી અને લસણનો રસ મિક્સ કરી લો. ઉપરથી એક ચમચી નાળિયેરનું તેલ મિક્સ કરી લો. આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને વાળની જડમાં નાખો અને હળવો મસાજ કરો.

મસાજ આ રીતે કરો : આખા માથામાં આ મિશ્રણ નાખ્યા પછી પોતાના વાળમાં હળવા હાથે કલોક-વાઇજ અને એન્ટી કલોક-વાઇજ મસાજ કરો. 4 થી 5 મિનીટ મસાજ કર્યા પછી 10 મિનીટ માટે વાળને એમ જ રહેવા દો. પછી શેમ્પુથી વાળને ધોઈ નાખો. એક્સપર્ટ એમ કહે છે કે આ મિશ્રણ લગાવ્યા પછી માથામાં ટાલ નહિ પડે. પણ આ ઉપાય કરવાથી તમને ફાયદો જરૂર થાય છે. 

વાળની મજબૂતી માટે : 1) માથામાં ટાલ પડવાના અલગ અલગ કારણો હોઈ શકે છે અને દરેક કારણને લસણ કે ડુંગળીથી દુર નથી કરી શકાતું. જો કે લસણ અને ડુંગળીનો રસ વાળને મજબુત કરવાનું કામ કરે છે.
2) જો કોઈ વ્યક્તિને કોઈ ગંભીર બીમારી છે અથવા તો મેડીકલ સમસ્યા છે અને તેને કારણે વાળ વધુ ખરે છે તો આ મિશ્રણની સાથે દવાઓનું સેવન પણ કરવું જરૂરી છે.
3) આ ઉપાય બહારથી સારસંભાળ અને પોષણ આપશે અને દવાઓ અંદરથી વાળને મજબૂતી આપશે પણ તેનો ઈલાજ ડોકટર જ કરી શકે છે.

વાળ પર લસણ કેવી રીતે પ્રભાવી છે ? : મેડીકલ સાયન્સ અનુસાર લસણમાં અનેક ગુણો રહેલા છે. જે વાળને ખરતા, તૂટતા, કમજોર થતા રોકે છે સાથે વાળની લંબાઈ પણ ઝડપથી વધે છે. જેમ કે લસણમાં એલ્કલાઈડ, સલ્ફર કન્ટેન્ટ અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે.

એલ્કલાઈડ વાળના ગ્રોથને વધારે છે અને સલ્ફર વાળની લંબાઈ વધારે છે. જયારે એન્ટી ઓક્સીડેન્ટ વાળને મજબુત, હેલ્દી અને જાડા બનાવવામાં મદદ કરે છે. ડુંગળીમાં પણ સલ્ફર, પોટેશિયમ, સારી માત્રામાં રહેલ છે. આ બંને વસ્તુઓ વાળની જડ સુધી પહોચીને વાળનો ગ્રોથ વધારે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment