લોનની રીકવરી માટે કોઈ એજેન્ટ ધમકી આપે છે તો શું કરવું જોઈએ ? એકવાર જાણી લો તેના આ નિયમો, પછી રીકવરી એજેન્ટ કંઈ નહિ કરી શકે….

મિત્રો તમે બેંક માંથી લોન કદાચ ક્યારેક તો લીધી જ હશે. તેમજ ઘણી વખત લોન સમયસર ન ભરી શકવાના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત બેંકના નામે રીકવરી એજેન્ટ લોન લેનારને પરેશાન કરતા હોય છે અને ધમકાવે છે. જો કે આવી સ્થિતિ ત્યારે આવે છે જયારે લોન લેનાર વ્યક્તિ કોઈ કારણસર હપ્તો ભરી નથી શકતા. એવી ઘટનાઓ પણ સામે છે કે, રીકવરી એજેન્ટ લોન લેનારની ગાડી ઉપાડી જાય છે. આમ રીકવરી એજેન્ટ જયારે આવું કરે તો આપણે શું કરી શકીએ. ચાલો તો આવી સ્થિતિમાં તમે શું કરી શકો છો.

ગ્રાહક પાસે શું રસ્તો છે ? : એવા ઘણા કેસ સામે આવે છે જેમાં બેંક, ફાઇનાન્સ કંપની અથવા લોન દેનાર સમય પર સમયસર હપ્તો ન મળવા પર ગ્રાહકને અથવા તો તેના પરિવારને ધમકાવે છે. તેની પાસે રીકવરી એજેન્ટ ના ફોન આવે છે, માનસિક તનાવ અને ધમકી આપે છે. આવી સ્થિતિમાં ગ્રાહક એટલે કે લોન લેનાર સીધા પોલીસ ને ફરિયાદ કરી શકે છે. જેમાં રીકવરી એજેન્ટ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

સિવિલ કોર્ટના આદેશથી કાર્યવાહી : આ વિશે એડવોકેટ જણાવે છે કે, લોન ગાડી માટે છે કે ક્રેડીટ કાર્ડ માટે હોય, પણ લોન લેતા પહેલા એગ્રીમેન્ટ પર સહી કરતી વખતે એ નક્કી કરી તો કે એગ્રીમેન્ટની બધી જ શરત વંચાઈ ગઈ છે. વાંચીને જ સહી કરો અથવા તો કોઈ એક્સપર્ટની સલાહ લો. જ્યારે લોન લેવામાં આવે છે તો પેમેન્ટ માટે જે એકાઉન્ટની માહિતી બેંકને આપવામાં આવે છે, તે એકાઉન્ટમાં સમયસર પૈસા હોય.

જયારે બેંક વગેરે પાસેથી લોન લેવામાં આવે છે તો બેંક અને ગ્રાહક વચ્ચે આર્બીટ્રેશન એક્ટ નીચે કરાર થાય છે. જેમાં ધારા-9 ની અંદર કોઈ વિવાદની સ્થિતિમાં આર્બીટ્રેટરની સામે આવે છે. જો કોઈ સ્થિતિમાં પેમેન્ટ જમા નથી થતું તો બેંક અથવા તો લોન આપનાર સંસ્થાનને અધિકાર છે કે તે આર્બીટ્રેશનમાં કેસ લઈ જાય અને કોમ્પીટેન્ટ ઓર્થોરીટીના આદેશ નીચે કાનૂની કાર્યવહી કરે. આદેશ અનુસાર તે પોલીસની મદદથી ગાડી ઉઠાવી શકે છે. સાથે જ ભુગતાન ન થવા પર બેંક અથવા આર્થિક સંસ્થાન રીકવરી સિવિલ કોર્ટમાં જઈ શકે છે.

આરબીઆઈની ગાઈડલાઈન મહત્વની છે : બેંક અને રીકવરી એજેન્ટ માટે આરબીઆઈ જણાવે છે કે, કોઈ પણ બેંક કોઈ રીકવરી એજેન્ટની નિયુક્તિ કરી શકે છે. તો તેની પાછળનું ધ્યેય એ હોય છે કે તે ગ્રાહકને હપ્તો આપવા માટે રાજી કરે. પણ કોઈ ગ્રાહકને ફોન પર અથવા સામે આવીને ધમકી નથી આપી શકતા. આ સિવાય એજેન્ટ ગ્રાહક કે તેના પરિવારને ફોન નથી કરી શકતો. જો આવું થાય તો ગ્રાહક આરબીઆઈ કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે.

જબરદસ્તી ગાડી ઉપાડે તો શું કરવું ? : જયારે કોઈ લોન લેવામાં આવે છે ત્યારે તેના એગ્રીમેન્ટની થોડી શરતો હોય છે. ત્યારે નોન પેમેન્ટની સ્થિતિમાં થોડા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. કોર્ટ કહે છે કે, ગાડી કે મકાન જે હોય તે તેનું પજેશન બેંકલઈ શકે છે. પછી તેને નીલામ કરી શકે છે. પણ કોઈ એજેન્ટ ગાડી નથી ઉપાડી શકતો. જો કોઈએ ભાડા પર ઘર લીધું છે તો તેને બળજબરીથી કાઢી નથી શકાતું. પણ કાનુનને આધારે મકાન ખાલી કરાવવામાં આવે છે. એ જ રીતે કોઈ ગાડી કે મકાન પર લોન છે તો તેને આ રીતે કોર્ટના આદેશ અનુસાર જપ્ત કરવામાં આવે છે.

પેમેન્ટ પછીનો ડ્યુજ લેવી જરૂરી છે : નિયમ અનુસાર બેંક જેને રીકવરી એજેન્ટ બનાવે છે તેની જાણકારી બેંક ગ્રાહકને આપે છે. સાથે જ રીકવરી એજેન્ટનો ફોન નંબર વગેરે માહિતી ગ્રાહકને આપે છે. જેમાં ગ્રાહક એજેન્ટ સાથે વાત કરી શકે. આ સિવાય આમાં એજેન્ટ ગ્રાહક દ્વારા આપવામાં આવેલ સમય અને સ્થાન પર જઈ શકે છે. તેમજ રીકવરી એજેન્ટે પોતાની સાથે આઇકાર્ડ અને ઓર્થોરીટી લેટર લાવવાનો હોય છે. જો એજેન્ટને પેમેન્ટ કરવાની વાત હોય ગ્રાહકે ઓનલાઈન અથવા ચેકથી પેમેન્ટ કરવું જોઈએ. સાથે જ જો કોઈ બેંક અથવા ફાઈનેસ સંસ્થાનમાં લોનના પૈસા ચૂકવી દીધા છે તો તેનું ડ્યુજ કલી યરેસ સર્ટીફીકેટ જરૂર લો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment