ઘરે બેઠા જ કરો આ 3 સરળ અને મફત ટેસ્ટ, ફક્ત 30 જ સેકેંડ ખબર પડી જશે તમે કેટલા હેલ્દી છો કે બીમાર છો.. જાણો કંઈ છે એ ટ્રીક્સ…

મિત્રો આજના સમયમાં પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત રહેવું ખુબ જ જરૂરી છે. આથી તમારે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, સમયસર શરીરનું ચેકઅપ જરૂર કરાવવું. પણ આજે આપણે એમ પણ જાણીએ છીએ કે દરેક લોકો પાસે એટલો સમય નથી હોતો કે તેઓ રેગ્યુલર ચેકઅપ કરાવી શકે. એવા સમયે જો કોઈ બીમારી આપણા શરીરમાં સંતાયેલ હોય તો તેની જાણ નથી થતી. અને સમય રહેતા તેનો ઈલાજ પણ નથી થતો. આથી જ ઘણી જોખમી બીમારીથી બચવા માટે જરૂરી છે કે તમે પોતાના શરીરનું ચેકઅપ કરાવો.

જોખમી બીમારીથી બચવા માટે જરૂરી છે તમારે રેગ્યુલર બોડી ચેકઅપ કરાવવું જોઈએ. પણ જો તમે રેગ્યુલર બોડી ચેકઅપ નથી કરવાતા તો તમે જ થોડી સરળ ટેસ્ટ કરીને જાણી શકો છો કે તમારા શરીરમાં કોઈ બીમારી છે કે નહિ ? જેથી કરીને તમે સમય રહેતા બીમારીનો ઈલાજ કરાવી શકો છો.

એક તંદુરસ્ત લાઈફ માટે જરૂરી છે તમારે નિયમિત રૂપે ચેકઅપ કરાવવું જોઈએ. પણ વ્યસ્ત જીવન શૈલીમાં રેગ્યુલર બોડી ચેકઅપ કરાવવું દરેક માટે સંભવ નથી હોતું. પણ જો તમે વર્ષમાં એક વખત પોતાના શરીરનું સંપૂર્ણ ચેકઅપ કરાવો છો તમને સમય રહેતા ગંભીર બીમારીની જાણ થઈ શકે છે. જો તમે ઈચ્છો તો ઘરે જ થોડી સરળ ટીપ્સથી ટેસ્ટ કરીને બીમારી વિશે તપાસ કરી શકો છો. જયારે આ કસરત તમને થોડી જ સેકેંડમાં જણાવી દેશે એ તમે બીમાર છો કે નહિ ?

પ્રથમ કસરત : સૌથી પહેલા તો પોતાના બંને હાથની આંગળીઓને હથેળીમાં રાખીને મુઠ્ઠી બનાવો. હાથને લગભગ 30 સેકેંડ સુધી આ જ સ્થિતિમાં રાખો. જયારે તમે મુઠ્ઠી ખોલો છો ત્યારે તમારી હથેળી થોડી સફેદ થઈ જશે. આવું બ્લડ ફલો ઓછું થવાના કારણે થાય છે. ત્યાર પછી તમારે જોવાનું છે કે હાથનો રંગ કેટલા સમયમાં ફરીથી નોર્મલ થાય છે. આમાં હાથ થોડી વાર સુધી સુન્ન થઈ શકે છે અથવા તો હથેળી સુધી લોહી પહોંચતા સમય લાગે છે. આ આર્ટેરિયો સોરોસીસનો સંકેત હોય શકે છે. આમાં હૃદયથી શરીરના બાકીના ભાગોમાં ઓક્સીજન અને જરૂરી પોષક તત્વો લઈ જનાર રક્ત વાહિકાઓ જાડી અને સખત થઈ જાય છે.

બીજી કસરત : આ ટેસ્ટમાં નખની જડને 5 સેકેંડ માટે દબાવીને સ્વાસ્થ્ય વિશે જાણી શકાય છે. આમાં હાથના નખને 5 સેકેંડ માટે દબાવીને છોડી દેવામાં આવે છે. પહેલી કસરતની જેમ જ આમાં પણ નખનો રંગ થોડા સમય માટે સફેદ થઈ જાય છે. નખમાં બ્લડ ફલો આવતા 3 સેકેંડથી વધુ સમય ન લાગવો જોઈએ. અને એક વાત યાદ રાખો કે બ્લડ ફલોની હરકત દરેક આંગળીમાં અલગ બીમારીનો સંકેત આપે છે.

જો તમને અંગુઠામાં દુખાવાનો અનુભવ થાય છે તો આ રેસ્પીરેટરી સંબંધિત પરેશાનીનો સંકેત હોય શકે છે. ઇન્ડેક્સ ફિંગર એટલે કે પહેલી આંગળી એ મોટા આંતરડા અથવા તો ડાઈજેસ્ટીવ સિસ્ટમમાં ગડબડનો સંકેત આપે છે. મિડલ અને રીંગ ફિંગર કાર્ડિયોવસ્ક્યુલર ડીસીઝ તરફ ઈશારો કરે છે. જ્યારે હાથની સૌથી નાની આંગળીમાં પરેશાની હોય તો તે નાના આંતરડામાં ગડબડનો સંકેત આપે છે.

ત્રીજી કસરત : આ ટેસ્ટ માટે સૌથી પહેલા જમીન પર ઉંધા સુઈ જાવ, પછી પોતાના બંને હાથને બરાબર મધ્યમાં લઈ જાવ અને પોતાના બંને પગને ધીમે ધીમે ઉપર કરો. આ સ્થિતિમાં પોતાના શરીરને 30 સેકેંડ સુધી રાખવાનો પ્રયત્ન કરો. જો આ કસરત કરવામાં તમને પરેશાની થાય છે તો તમને કરોડરજ્જુના નીચેના ભાગે અથવા પેટમાં ગડબડને લગતી બીમારી હોય શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

 

Leave a Comment