આ કારણસર રેલ્વેમાં નવી ભરતી પર આવી શકે રોક. સરકારી જોબની તૈયારી કરતા હોવ તો જાણી લેજો.

મિત્રો, કોરોના વાયરસના કારણે દેશ ખુબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જેને કારણે આજે દેશને અનેક સામાજિક, રાજકીય તેમજ આર્થિક સમસ્યાઓ સામે લડવું પડે છે. લોકોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતા દેશ અનેક રીતે આર્થિક સંકટનો અનુભવ કરી રહ્યો છે. મોટાભાગની સરકારી સેવાઓ જે લોકડાઉનના સમયે સંપૂર્ણપણે બંધ હોવાને કારણે સરકારી આવકમાં ખુબ જ ઘટાડો થયો છે. જ્યારે તેની સામે ગરીબોની સેવામાં વપરાયેલ ખર્ચ ખુબ જ વધી ગયો છે. આમ સરકાર ખુબ એક મંદીના દોરમાંથી પસાર થઈ છે.

સરકારીની મોટાભાગની આવક સડક માર્ગ, રેલ્વે માર્ગ તેમજ હવાઈ માર્ગ દ્વારા થતી હતી. જે લોકડાઉનમાં સંપૂર્ણ બંધ હતું. હવે તેની થોડી થોડી છૂટ હોવા છતાં પણ લોકો દ્વારા ખુબ જ ઓછી મુસાફરી કરવામાં આવે છે. તેની સામે હવે અનેક રીતે લોકોની મુસીબતો પણ વધી જશે.

તો એવું જાણવામાં આવી રહ્યું છે કે, હાલ રેલ્વે વિભાગ ખુબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેના કારણે રેલ્વે વિભાગ પોતાના થયેલ નુકસાનની ભરતી માટે નવો રસ્તો શોધી રહ્યું છે. એવું જાણવા મળ્યું છે કે, ઇન્ડિયન રેલવે નવી નૌકરીઓ પર બ્રેક મારવાની તૈયારીમાં છે. તેની પાછળનું મુખ્ય કારણ કોરોના વાયરસને કારણે ઉત્પન્ન થયેલ સંકટ. આ વર્ષે રેલ્વે વિભાગે પોતાની કમાણીમાં ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ જ કારણે રેલ્વે વિભાગ પોતાના ખર્ચમાં ઘણા પ્રકારની બાધા મૂકી શકે છે.આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે, રેલ્વે વિભાગ હાલ નવી નૌકરીઓ પર પ્રતિબંધ મૂકી શકે છે, તેમજ કર્મચારીઓને અધિક ક્ષમતાવાન બનાવવા માટે, તેમજ ડીજીટલ પ્લેટફોર્મોના માધ્યમથી વધુ સારા આયોજન કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

રેલ્વેના વિત્તીય આયોગે લખેલા એક પત્રમાં એવું જાણવા મળે છે કે, રેલ્વે દ્વારા થતી કમાણીમાં મે મહિનાના અંતમાં, ગયા વર્ષની સરખામણીએ 58% નુકસાન થયું છે. જે ખુબ મોટું નુકસાન કહી શકાય છે. જ્યારે આ પત્રમાં એવું પણ લખ્યું છે કે, ‘આમ ખર્ચા પર નિયંત્રણ મેળવવા માટે નવા રસ્તાઓ શોધવા પડશે.’

આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, આ પત્ર અનુસાર 2017 માં તત્કાલીન આયુક્ત તેમજ 2018 માં રેલ્વે બોર્ડે પણ આવા પગલા ઉઠાવવાની ઘોષણા કરી હતી, આ પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, ‘જેમ કે તમે જાણો છો કે, સરકારનો આદેશ છે કે રેલ્વે એ પોતાના પેન્શન સહીત પોતાના રાજસ્વ ખર્ચ પર પોતે જ ઉપાડવા પડશે. આમ કોવિડ-19 ના  ચાલતા આ વર્ષની લક્ષિત કમાણી પર પ્રતિકુળ પ્રભાવ પડી શકે છે.’

આ આયુક્તમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, રેલ્વેના બધા જ ઝોનમાં કામ કરતા કર્મચારીઓ પર જે ખર્ચ થાય છે તેના પણ હવે કાપ મુકવો પડશે. આ સિવાય આ કર્મચારીઓને બીજા નવા કામોમાં પણ નિપુણ બનાવવા પડશે. અનુબંધોની સમીક્ષા કરવા માટે, વીજળીનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો, પ્રશાસનિક કામો તેમજ અન્ય ક્ષેત્રોમાં થતા ખર્ચમાં પણ કાપ મુકવાનો છે.

આ સિવાય એવી સુચના પણ જાણવા મળે છે કે, નવા પદ માટે નવી ભરતી પર રોક મુકવામાં આવે. પત્રમાં એવું લખ્યું છે કે, ‘છેલ્લા બે વર્ષમાં જે નવા પદ નિયોજિત કરવામાં આવ્યા છે તેની સમીક્ષા થવી જોઈએ, જો તે પદ પર કોઈ પણ ભરતી ન થઈ હોય તો હાલ આ ભરતી રોકી શકાય છે. આ ઉપરાંત કાર્યશાળામાં કર્મચારીઓને ક્ષમતાવાન બનાવી શકાય છે.’ આમ કોરોના કારણે દેશ જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે તેને જોતા આવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આથી નવી નૌકરીઓ પર રોક લાગી શકે છે.

Leave a Comment