લગાવો ઘરમાં આ પાંચ છોડ… ઉભા થશે ધન પ્રાપ્તિના સંજોગો… ક્યારેય પણ નહી થાય ધનની કમી…

લગાવો ઘરમાં આ પાંચ છોડ… ઉભા થશે ધન પ્રાપ્તિના સંજોગો… ક્યારેય પણ નહી થાય ધનની કમી…

ઘણી વાર જોઈએ તો એવું બનતું હોય છે કે વ્યક્તિ ગમે એટલી મહેનત કરી લે પરંતુ પોતાના ધર્યા પ્રમાણે ધન પ્રાપ્ત નથી કરી શકતો. અને ત્યારે લોકો ધન કમાવવા માટે નવા નવા ઉપાયો કરતા હોય છે. તે ઉપાયો કર્યા પછી પણ નિરાશા જ મળતી હોય છે. પરંતુ આજે અમે તમારા માટે એવી ટીપ્સ લઈને આવ્યા છીએ જેને અપનાવવાથી તમારા ધાર્યા પ્રમાણે ધન પ્રાપ્ત કરી શકશો.

મિત્રો આજે અમે તમને જણાવશું પાંચ એવા છોડ વિશે જે તમારા ઘરમાં કરાવશે ધનની વર્ષા. જો તેને તમારા ઘરમાં ઉછેરશો તો તમારા ઘરમાં સમૃદ્ધિ અને ધનની કમી મહી રહે. તો ચાલો જાણીએ તે પાંચ છોડ વિશે.

મિત્રો તેમાં સૌથી પહેલું નામ આવે છે તુલસીના છોડનું. હિંદુધર્મમાં તુલસીનો છોડ ઘરમાં હોય એ ખુબ જ પવિત્ર અને મહત્વનો ગણાય છે. જે ઘરમાં તુલસીનો છોડ ન હોય તે ઘરમાં ભૂલથી પણ લક્ષ્મીજી નિવાસ નથી કરતી. તુલસીના છોડમાં જો રોજ સવારે દીવો કરવામાં આવે તો માં લક્ષ્મી તે ઘરમાં સદા માટે બિરાજમાન રહે છે અને સુખ સમૃદ્ધિ કાયમ માટે ત્યાં ટકી રહે છે.

કેળાનો છોડ. કેળાનો છોડ પણ ઘરમાં ઉછેરવામાં આવે તો ખુબ જ મંગલકારી માનવામાં આવે છે. કેળાના છોડને ઘરમાં રાખવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીજીની પણ કૃપા મળે છે. તેનાથી આપણા મનમાં શાંતિ જળવાઈ રહે છે અને સમૃદ્ધિના દ્વાર ખુલે. પરંતુ કેળાના છોડને પણ રોજ સવારે એક દીવો અવશ્ય કરવો જોઈએ તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ આપણા ઘરમાં બની રહે છે.

ક્રાસુલાનો છોડ. એવું કહેવાય છે કે ક્રાસુલાનો છોડ ઘરમાં ધનને વધારે છે. આ છોડ એટલો આકર્ષક છે કે ચુંબકની જેમ પૈસાને પોતાની તરફ ખેંચે છે. એટલા માટે ઘરમાં આ છોડને જરૂર ઉછેરવો જોઈએ. પરંતુ મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેક છોડની માવજત કરવી ખુબ જ જરૂરી છે.

હવે આવે છે મની પ્લાન્ટ. મની પ્લાન્ટ પણ ઘરમાં હોય તો એ આપણી સમૃદ્ધિને દર્શાવે છે. આ છોડને તમે કોઈ પણ વસ્તુમાં ઉછેરી શકો છો. પરંતુ જો મની પ્લાન્ટનો પુરેપુરો ફાયદો લેવો હોય તો તેને સાચી દિશમાં રાખવો ખુબ જ જરૂરી છે. જો તેને સાચી દિશામાં ન રાખવામાં આવે તો ધનની હાની થાય છે. એટલા માટે મની પ્લાન્ટને દક્ષીણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ. તેનાથી ધનનું આકર્ષણ વધે છે.

વાંસનો છોડ. ફેંક્ષુઈ વાંસના છોડને જો સાચી દિશામાં રાખવામાં આવે તો ધનની ખુબ જ પ્રાપ્તિ થાય છે. ફેંક્ષુઈ વાંસને જો તમારા ઘરમાં, ઓફીસ કે દુકાનમાં રાખવામાં આવે તો તમને દરેક કાર્યમાં અને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે અને વ્યવસાયમાં ધનની આવક વધે છે. પરંતુ ફેંક્ષુઈ વાંસના છોડને યોગ્ય દિશામાં રાખવું પણ ખુબ જ જરૂરી છે. સૌથી સારું પરિણામ મેળવવા માટે ફેંક્ષુઈ વાંસના છોડને પૂર્વ દક્ષીણ ખૂણામાં રાખવો જોઈએ અને જો ત્રણ ફેંક્ષુઈ વાંસના છોડને એક સાથે રાખવામાં આવે તો ઘણા બધા ફાયદા થાય છે. અને જે જગ્યા પર તમે ધન રાખતા હોવ તે જગ્યા પર પણ જો ફેંક્ષુઈ વાંસના છોડને રાખવામાં આવે તો ધન વધે છે. ફેંક્ષુઈ વાંસના છોડથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે.

તો મિત્રો આ હતા તે પાંચ છોડ જેણે તમે ઘરમાં ઉછેરશો તો થશે ધનની વર્ષા. અને જો આ પાંચ માંથી તમારા ઘરમાં કોઈ પણ એક છોડ હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment