કોઈ પણ દવા કે નુસ્ખા વગર જ સફેદ વાળ થઈ જશે કાળા ભમ્મર, માથાનો એક એક વાળ ચમકવા લાગશે… જાણો આ 10 વસ્તુ વિશે…

આજની ખાણીપીણી, જીવનમાં વ્યસ્તતા, પ્રદૂષણ વાતાવરણના કારણે નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે. મોટાભાગના લોકોને સમય કરતા પહેલા સફેદ વાળની સમસ્યા પરેશાન કરે છે. સફેદ વાળની સમસ્યાનું એક મોટું કારણ ખરાબ ખાનપાન અને આહારમાંથી સંપૂર્ણ રીતે પોષક તત્વો ન મળવા પણ છે. તેથી શારીરિક સ્વાસ્થ્યની વાત હોય કે ત્વચા અને વાળને સ્વસ્થ રાખવાની, તમારે સંતુલિત આહાર અને ડાયટમાં પોષક તત્વોથી ભરપૂર આહારને સામેલ કરવો જોઈએ.

પરંતુ લગભગ લોકો આ વાતને લઈને ઘણી દ્વિધામાં હોય છે કે સફેદ વાળને કાળા કરવા અને વાળનું ખરવું, કમજોર, બે મોઢાવાળા વાળ, શુષ્ક વાળ અને સમયથી પહેલા સફેદ વાળ થવા જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શું ખાવું? કે ડાયટમાં કયા ફૂડ ને સામેલ કરવા? આ લેખના માધ્યમથી અમે તમને ન્યુટ્રિશિયન દ્વારા જણાવેલ સફેદ વાળને કાળા કરવા અને વાળને હેલ્દી રાખવા માટે 10 ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો તમને ઉપયોગી એવા આ લેખને અંત સુધી વાંચો.1) વિટામીન થી ભરપૂર આહાર:- એવા ફૂડને ડાયટમાં શામેલ કરવા જેમાં વાળને સ્વસ્થ રાખવા વાળા જરૂરી વિટામિન હાજર હોય, જેમકે વિટામીન બી અને બી12, બી7 કે બાયોટીન, ડી,ઇ,એ વગેરે. આ વાળને સ્વાસ્થ્યવર્ધક રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

2) મિનરલ યુક્ત ખોરાક લો:- ઝીંક, આયર્ન, મેગ્નેશિયમ,સેલેનિયમ,કોપર વગેરે જેવા જરૂરી મિનરલ વાળને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે. ફળ, લીલા શાકભાજીમાં જરૂરી વિટામીન અને મિનરલ સારી માત્રામાં હાજર હોય છે.3) આદુનું સેવન:- આદુ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.તેથી દરરોજ નિયમિત રૂપે આદુવાળી ચા, આદુનું પાણી, એક ચમચી આદુને વાટીને કે ક્રસ કરીને તેમાં એક ચમચી મધ મેળવીને સેવન કરો.

4) બ્લેકસ્ટ્રેપ ગોળનું સેવન કરો:- અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ એક ચમચી બ્લેકસ્ટ્રેપ ગોળનું સેવન જરૂર કરો. આમાં વિટામીન b6, મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા વાળ માટે જરૂરી પોષક તત્વો અને મિનરલ વિપુલ પ્રમાણમાં હોય છે.

5) આમળા નું સેવન:- આમળાનું સેવન કરવાથી વાળને લગભગ દરેક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. આ શરીરમાં પિત્ત દોષને પણ નિયંત્રિત કરે છે જે સમયથી પહેલા વાળને સફેદ થવાનું કારણ બને છે.6) કાળા તલ:- તલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે આ વાળને સફેદ થતાં અટકાવે છે અને સફેદ વાળને ફરીથી કુદરતી રીતે કાળા કરવામાં મદદરૂપ થાય છે. પ્રયત્ન કરવો કે અઠવાડિયામાં બે થી ત્રણ વાર એક ચમચી કાળા તલમાં ગોળ કે મધ મેળવીને ખાવ.

7) ઘઉંના ઘાસ નો રસ:- સફેદ વાળથી છુટકારો મેળવવા માટે તમે એક ગ્લાસ તાજો ઘઉંના ઘાસ નો રસ દરરોજ સેવન કરવો જોઈએ. તમે શેક, કે સ્મુધી માં પણ એક ચમચી ઘઉંના ઘાસ નો પાવડર મેળવીને તેનું સેવન કરી શકો છો.

8) ગાજર અને તેનો રસ:- વાળને સ્વાસ્થ્યવર્ધક રાખવા માટે દરરોજ ગાજરનું સેવન કે એક ગ્લાસ ગાજરનું જ્યુસનું જરૂર થી સેવન કરવું જોઈએ.9) કેટાલેઝ એન્ઝાઇમથી ભરપૂર  ખોરાક લો:- આ એન્જાઈમ ઓક્સિડેટીવ ડેમેજને રોકવામાં મદદ કરે છે. અને વાળને હેલ્ધી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ લસણ, કોબીજ, શક્કરીયા, કેળા, બ્રોકલી, બદામ વગેરે માં પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.

10) અશ્વગંધા:- અશ્વગંધા માત્ર વાળને જ હેલ્દી રાખવામાં મદદ નથી કરતું પરંતુ તેનાથી સ્વાસ્થ્યને પણ અનેક ફાયદા થાય છે. તમે અશ્વગંધાના પાવડર કે તેની વસ્તુઓને દૂધ સાથે મેળવીને સેવન કરી શકો છો.

ડાયટીશીયનના જણાવ્યા પ્રમાણે જો સફેદ વાળની સમસ્યા આનુવંશિક હોય તો તેવી સ્થિતિમાં તમે કઈ ખાસ નથી કરી શકતા. મેડિકલ કન્ડિશનના કારણે સફેદ વાળ થવાની સમસ્યામાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. જોકે વાળને હેલ્દી અને નેચરલી કાળા બનાવવા માટે જીવનશૈલીમાં કેટલાક ફેરફાર લાવવા જરૂરી છે જેમ કે,

ધુમ્રપાન બિલકુલ ન કરવું કારણ કે તેનાથી વાળના રોમને નુકસાન પહોંચે છે. તાપમાં વધુ સમય પસાર કરવાથી બચવું. સાથે જ વાળને હીટ પણ ન કરવા. હેર ડ્રાયર જેવા મશીનોના પ્રયોગથી વાળને નુકસાન પહોંચે છે. અઠવાડિયામાં બે થી ત્રણ વાર  વાળમાં તેલ નિયમિત રૂપે અવશ્ય લગાવવું. વધારે કેમિકલ વાળા શેમ્પૂ અને અન્ય હેર પ્રોડક્ટો ના ઉપયોગ કરવાથી બચવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment