લોહીની નસોને સાફ અને ખુલ્લી કરી દેશે ઘરમાં રહેલી આ 6 વસ્તુ, શરીરમાં લોહી દોડશે નોન-સ્ટોપ.. જિંદગીભર નહિ થાય હાઈ બીપીની સમસ્યા…

જો લોહીનો સંચાર સારી રીતે ન થાય અને બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ જાય તો તેનાથી અનેક પ્રકારના હૃદય રોગો થવાની સંભાવના રહે છે. બ્લડ સર્ક્યુલેશન ધીમું થવાનું એક મુખ્ય કારણ ખાણી પીણી પણ હોઈ શકે છે. શરીર સારું કામકાજ કરી શકે તેના માટે નસોનું સ્વસ્થ અને મજબૂત હોવું અતિ જરૂરી છે. આ હાર્ટ એટેક અને હૃદયથી જોડાયેલી અનેક ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

જો વાત કરીએ સ્વાસ્થ્ય સમસ્યાઓની તો પેરીફેરલ આર્ટરી ડીસીઝ, ડાયાબિટીસ સ્થૂળતા ધુમ્રપાન અને રેનોડની બીમારી ના કારણે ખરાબ બ્લડ સર્ક્યુલેશન થઈ શકે છે. નસોમાં લોહીનો પ્રવાહ વધારવા માટે તમારે કોઈને કોઈ શારીરિક પ્રવૃત્તિમાં શામેલ થવું જરૂરી છે. તમે કેટલાક ખાદ્ય પદાર્થોને તમારા ડાયટમાં સામેલ કરીને નસો ને સ્વસ્થ અને મજબૂત બનાવી શકો છો.

લોહીનો પ્રવાહ ધીમો થવાના નુકસાન કયા છે?:- લોહીનો પ્રવાહ ધીમો કે ખરાબ થવાથી અનેક ગંભીર લક્ષણ ઉદ્ભવી શકે છે તેનાથી તમને દુખાવો માસ પેશીઓમાં કળતર, સુન્નતા પાચન સંબંધી સમસ્યાઓ અને હાથ પગ ઠંડા હોવાનો અહેસાસ જેવા લક્ષણો જોવા મળે છે.

લોહીનો પ્રવાહ વધારવાના ઉપાય કયા છે?:- લોહીનો પ્રવાહ વધારવા માટે કોઈ ને કોઈ ફિઝિકલ એક્ટિવિટી ને સામેલ કરવી જરૂરી છે. જોકે કેટલાક ખાદ્ય પદાર્થો પણ છે જેનું નિયમિત સેવન કરવાથી તમારી નસોને સ્વસ્થ અને મજબૂત બનાવીને બ્લડ સર્ક્યુલેશન માં સુધારો કરવામાં મદદ મળે છે.લાલ મરચું:- એક સંશોધન પ્રમાણે લાલ મરચા નો તીખો સ્વાદ કેપ્સાઈસિન નામના ફાઈટોકેમિકલ ના કારણે હોય છે. આ તત્વ બ્લડ પ્રેશરને ઘટાડીને પેશીઓમાં રક્ત પ્રવાહને પ્રોત્સાહન આપે છે. આમાં કેટલાક એવા તત્વો ઉપલબ્ધ હોય છે જે રક્તવાહિકાઓની દિવાલોમાં પ્રાપ્ત થતી નાની માસ પેશીઓને આરામ આપે છે અને તમારી નસો અને ધમનીઓ ના માધ્યમથી લોહીને વધારે સરળતાથી વહેવા દે છે.

દાડમ:- દાડમમાં પોલીફેનોલ એન્ટીઑકિસડન્ટ અને નાઈટ્રેટ્સ ઉપલબ્ધ  હોય છે, જે શક્તિશાળી વાસોડિલેટર છે.  દાડમ ખાવાથી અથવા તેનો રસ પીવાથી રક્ત પ્રવાહ અને માસપેશીઓના ઓક્સિકરણ માં સુધારો થાય છે. પાછલા વર્ષોમાં થયેલા એક અધ્યયન પ્રમાણે કસરત કરવાથી 30 મિનિટ પહેલા 1000 મિલિગ્રામ દાડમ નો રસ પીવાથી લોહીનો પ્રવાહ રક્તવાહિકા નો વ્યાસ અને વ્યાયામ પ્રદર્શનમાં વધારો થાય છે.ડુંગળી:- ડુંગળી ફ્લેવોનોઈડ એન્ટીઓક્સિડન્ટ નો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે.જે હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. આ શાક લોહીના પ્રવાહને વધારવામાં તમારી ધમનીઓ અને નસોને પહોળી કરવામાં મદદ કરે છે અને લોહીના પરીસંચરણમાં સુધારો કરે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું કે દરરોજ 4.3 ગ્રામ ડુંગળીનો રસ પીવાથી લોહીના પ્રવાહમાં સુધારો થયો અને ભોજન બાદ ધમનીનો ફેલાવો થયો. ડુંગળીમાં પણ એન્ટી ઇન્ફ્લિમેન્ટરી ગુણ હોય છે જે નસો અને ધમનીઓમાં સોજા ને ઘટાડીને રક્ત પ્રવાહ અને હૃદયના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે.

તજ:- તજ એક ગરમ મસાલો છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક લાભ છે. તેના લાભોમાં લોહી નો પ્રવાહ પણ સામેલ છે. એક અધ્યયન પ્રમાણે તજમાં કોરોનરી ધમનીમાં રક્તવાહિકાનો ફેલાવો અને લોહીના પ્રવાહમાં સુધારો કરવાની ક્ષમતા હોય છે. બીજા અન્ય અધ્યયનમાં જાણવા મળ્યું કે તજનું સેવન કરવાથી વજન ઘટાડવામાં અને લોહીના પ્રવાહમાં સુધારો કરવામાં મદદ મળે છે.લસણ:- લસણ લોહીના પ્રવાહમાં સુધારો કરીને હૃદયના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. સંશોધનો દ્વારા જાણવા મળે છે કે લસણમાં સલ્ફર યોગીક હોય છે, ખાસ કરીને એલિસિન સૌથી શક્તિશાળી છે. આ લોહીનો પ્રવાહ વધારે છે અને બ્લડ પ્રેશર ઘટાડીને રક્તવાહિકાઓને આરામ આપે છે.

બીટ:- બીટમાં નાઈટ્રેટનું પ્રમાણ વધારે હોય છે, જેને તમારું શરીર નાઈટ્રિક ઓક્સાઇડ માં બદલી દે છે. નાઈટ્રિક ઓક્સાઇડ રક્તવાહિકાઓને આરામ આપે છે અને માસ પેશીઓના ઉતકોમાં લોહીના પ્રવાહને વધારે છે. બીટ નો રસ માસ પેશીઓના ઉત્તકોમાં ઓક્સિજનના પ્રવાહમાં સુધારો કરે છે. લોહીનો પ્રવાહ અને નાઈટ્રિક ઓક્સાઇડ લેવલને વધારે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment