જાણો ભારતમાં આર્થિક સંકટ આવે તો કેવી સ્થિતિ થાય, લગભગ લોકો નહિ જાણતા હોય આ હકીકત અને કડવું સત્ય… જાણી વિશ્વાસ નહિ આવે…

મિત્રો હાલ તમે જાણો છો તેમ ચારે બાજુ હાલ યુદ્ધનો માહોલ છે. તેવામાં ઘણા દેશમાં આર્થિક સંકટ આવી ગયું છે. જેમાં શ્રીલંકાની સ્થિતિ તમે જાણો છો. તેવામાં જો આપણા દેશ પર કોઈ આર્થિક સંકટ આવે તો સ્થિતિ ખુબ જ ગંભીર થઈ શકે છે. કેટલાક સંજોગોને જોતા દેશનું આર્થિક તંત્ર પણ નબળું પડી શકે છે. લોકો ગરીબી રેખાની નીચે આવી શકે છે. મધ્યમ વર્ગ પણ ઘણી રીતે પ્રભાવિત થઈ શકે છે. દેશમાં મોંઘવારીનું પ્રમાણ વધી શકે છે.

જો ભારતમાં શ્રીલંકા જેવું આર્થિક સંકટ આવશે, તો અત્યારે આપણા વિદેશી ભંડારમાં ઉપલબ્ધ લગભગ 600 અરબ ડોલરની રકમથી આપણે આટલા સમય સુધી જ આપણી આયાતનું કામ કરી શકીએ છીએ. હાલમાં RBI એ ફોરેક્સ રિઝર્વને લઈને જે આંકડા દર્શાવ્યા છે, તે આ વાતની ગવાહી આપે છે.

રુસ-યુક્રેન યુદ્ધની વચ્ચે ભારત પર જે પ્રકારનું વૈશ્વિક દબાણ છે અને અમેરિકાની મૌદ્રિક નીતિના ચાલતા વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી નિકાસ કરી રહ્યા છે. આવી નાજુક સ્થિતિમાં જો દેશમાં કોઈ આર્થિક સંકટ આવે છે, તો આપણે બધા જ આપણા વિદેશી મુદ્રા ભંડારમાંથી દેશ માટે આખા વર્ષની આયાત પૂરી કરી શકીએ છીએ. શ્રીલંકામાં હાલમાં જે આર્થિક સંકટ આવ્યું છે તેના ઘણા કારણોમાંથી એક ત્યાંના વિદેશી મુદ્રા ભંડારની ખરાબ હાલત પણ છે.

પહેલા કરી શકતા હતા 17.4 મહિનાની આયાત : ભારતીય રિઝર્વ બેંકના હાલના આંકડાના આધારે ઇટી એ ખબર આપી છે કે, 31 માર્ચ 2022 ના રોજ દેશના ફોરેક્સ રિઝર્વમાં 607.3 અરબ ડોલરની રાશિ હતી. આટલી રાશિ 2021-22 ની કુલ આયાત બરાબર હતી. અથવા જો તેને બીજી રીતે જોવામાં આવે તો, ડિસેમ્બર 2021 ના અંત સુધી ભારત પર જે વિદેશી કર્ઝ છે, આ રાશિથી તેના 98.8% ભરપાઈ થઈ શકે છે. જ્યારે એક વર્ષ પહેલા એટલે કે, માર્ચ 2021 ના અંત સુધી આટલી જ રકમથી દેશ માટે 17.4 મહિનાની આયાત પૂરી થઈ શકતી હતી.

ઓક્ટોબરમાં રેકોર્ડ ઊંચાઈ પર હતું ફોરેક્સ રિઝર્વ : દેશનું ફોરેક્સ રિઝર્વ ઓક્ટોબર 2021 માં રેકોર્ડ ઊંચાઈએ હતું. ત્યારે તે 642 અરબ ડોલર સુધી પહોંચી ગયું હતું. માર્ચ 2022 ના અંત સુધી જતાં-જતાં તે લગભગ 607 અરબ ડોલર રહી ગયું. જ્યારે દેશમાં જે વસ્તુઓની આયાત થાય છે તે વસ્તુઓની કિંમત ડિસેમ્બર 2021માં 60.3 અરબ ડોલરની ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી.

કોવિડે બગાડી છે વિદેશી રોકાણની રમત : દુનિયામાં રોકાણ કરવાની દ્રષ્ટિએ ભારત હજુ પણ સૌથી પસંદગીના સ્થળોમાંથી એક છે. પરંતુ ખબર મુજબ, ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022 ની અવધિમાં દેશમાં શુદ્ધ પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઘટ્યું છે. Net FDI થી, દેશમાં આવનાર કુલ એફડીઆઇ અને દેશથી બહાર જતાં રોકાણની વચ્ચેનું અંતર છે. જ્યારે ગયા વર્ષે એટલે કે ઓક્ટોબર 2020 થી જાન્યુઆરી 2021 ની અવધિમાં આ આંકડા 18.9 અરબ ડોલર હતા.

કોવિડની નવી લહેરની આશંકાથી જે વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર અને એફડીઆઇ કરનાર કંપનીઓ વિતેલા વર્ષ 2021-22 ની પહેલા અને બીજા ત્રિમાસ દરમિયાન જબરદસ્ત રોકાણ કરી રહી હતી. તેમજ ત્રીજા ત્રિમાસ દરમિયાન ઇંડિયન માર્કેટથી રોકાણ કરવા લાગી. કોવિડ સિવાય તેની પાછળ ઘણા કારણો છે. જેમાં અમેરિકાની મૌદ્રિક નીતિ, ભૂ-રાજનૈતિક પરિસ્થિતિઓ અને શેર બજારનું નીચું જવું સમાવિષ્ટ છે.

આમ કોરોના તેમજ યુદ્ધને કારણે હાલ દરેક દેશનું આર્થિક સંકટ ખુબ જ ખરાબ સ્થિતિમાં આવી ગયું છે. રોકાણકારો કોરોના સમયે રોકાણ કરી શકતા ન હતા અને હાલ યુદ્ધને કારણે રોકાણ કરવું જોખમ ભરેલું છે. એવામાં દેશ પર આર્થિક સંકટ એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment