આ છે નસોમાં જામેલી ગંદકી થશે સાફ કરવાના 15 રસ્તાઓ, ક્યારેય નહિ આવે હાર્ટએટેક હૃદયને લગતી બીમારીઓ…

આપણા શરીરમાં ઘણી એવી નસો હોય છે જે બ્લોક થવાથી ઘણી મુશ્કેલી થઈ શકે છે. તેમજ હાર્ટને લગતી બીમારી થઈ શકે છે. આથી જે લોકો હાર્ટને લગતી બીમારીથી લડી રહ્યા છે તેમણે નસનું બ્લોક થવાનું જોખમ વધુ રહે છે. અથવા તો એમ કહીએ કે, નસ બ્લોક થવાથી હૃદયની બીમારી વિકાસ પામે છે. આથી જો તમે હાર્ટને લગતી બીમારીથી બચવા માંગતા હો, તો આજે જ આ ફળોનું સેવન કરવાનું શરુ કરી દો.

પ્લેકનું નિર્માણ થવાથી રક્ત પ્રવાહ બાધિત થઈ જાય છે, જેના કારણે તમને હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય હૃદય રોગોનું જોખમ થઈ શકે છે. આ જ કારણ છે કે, એક્સપર્ટ ધમનીઓને બ્લોક થતી બચાવવા માટે એકસરસાઈઝ અને હેલ્થી ડાયેટની સલાહ આપે છે. તમે તમારા ખાવામાં આ વસ્તુઓનો સમાવેશ કરીને આ મુસીબતથી છુટકારો મેળવી શકો છો.

શતાવરી : શતાવરી તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. તમારી ધમનીઓને સાફ કરવા માટેના સૌથી સારા ખાદ્ય પદાર્થો માંથી એક છે. ફાઈબર અને ખનીજોથી ભરપૂર આ સબ્જી રક્તચાપને ઘટાડવા અને લોહીની ગાંઠો રોકવામાં મદદ કરે છે જેનાથી ગંભીર રોગ થઈ શકે છે. તે નસો અને ધમનીઓની અંદર સોજો મટાડવા માટેનું કામ કરે છે જે સમય રહેતા જામી શકે છે.

એવોકાડો : એવોકાડો એ અનેક ગુણોથી ભરપુર માનવામાં આવે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે જેનાથી ધમનીઓને સાફ રાખવામા મદદ મળે છે. તેમાં વિટામિન ઈ પણ હોય છે, જે કોલેસ્ટ્રોલના ઓક્સિકરણને અટકાવે છે, સાથે જ પોટેશિયમ જે લો બ્લડ પ્રેશર માટે ઓળખવામાં આવે છે.

બ્રોકલી : બ્રોકલી પણ તમારા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરંતુ નસોની ગંદકી દૂર કરવામાં મદદ કરી શકે છે. વિટામિન કે થી ભરપૂર આ સબ્જી કેલ્શિયમને ધમનીઓને નુકશાન પહોંચાડતા અટકાવે છે. બ્રોકલી કોલેસ્ટ્રોલના ઓક્સિકરણને પણ અટકાવે છે. ફાઈબરથી ભરપૂર આ સબ્જી રક્તચાપ ઘટાડે છે. તણાવના કારણે ધમનીઓમાં પ્લેક જમા થઈ શકે છે. અને આ સબ્જી તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં સલ્ફોરાફેન પણ હોય છે, જે ધમનીઓમાં પ્લેક રોકવા માટે શરીરને પ્રોટીનનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.

તરબૂચ : ઉનાળાનું ખાસ ફળ એટલે તરબૂચ. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ સારું માનવામાં આવે છે. ઇએમઆઇનો એસિડ માટેનો એક સારો એવો પ્રાકુતિક સ્ત્રોત છે, જે શરીરમાં નાઈટ્રિક ઓકસાઈડના ઉત્પાદનને વધારે છે. નાઈટ્રિક ઓકસાઈડ ધમનીઓને શિથિલ કરે છે, સોજો ઘટાડે છે અને લો બ્લડ પ્રેશરમાં મદદ કરે છે.

હળદર : આ મસાલાનું મુખ્ય ઘટક કર્ક્યુમીન છે જેમાં એન્ટિ-ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. હળદર ધમનીઓની દિવાલોને થતું નુકશાન પણ ઘટાડે છે, જેનાથી લોહીની ગાંઠો અને પટ્ટીઓનું નિર્માણ થઈ શકે છે. હળદરમાં વિટામિન B-6 પણ હોય છે, જે હોમોસિસ્ટિનના સ્વસ્થ સ્તરને જાળવી રાખવામા મદદ કરે છે.

આ સિવાય તમારે પાલક, આખું અનાજ, ઓલિવ ઓઈલ, નટ્સ, ફૈટી એસિડ, દાડમ, સંતરાનો રસ, તજ, કોફી, ગ્રીન-ટી જેવી વસ્તુઓનું પણ ખુબ સેવન કરવું જોઈએ. આ વસ્તુઓમાં જોવા મળતા તત્વો પણ બંધ નસોને ખોલવામાં સહાયક છે.

આમ, ઉપર મુજબની જણાવેલી વસ્તુઓનું સેવન કરવાથી તમે નસોને જામ થતાં અટકાવી શકો છો જેથી તેના કારણે થતાં જોખમો પણ ટળે માટે આ વસ્તુઓનું સેવન તમારે જરૂરથી કરવું જોઈએ. આમ જો તમને નસને લગતી કોઈ બીમારી છે તો તમે આ વસ્તુઓનું સેવન કરીને નસોમાં જામેલ ગંદકીને દુર કરી શકો છો. હાર્ટની સમસ્યા ઓછી કરવા માટે પણ આ વસ્તુઓનું સેવન સારું છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment