બવાસીરમાં પડતું લોહી અને દુખાવો તરત મટાડવા, અજમાવો રસોડામાં રહેલી આ પીળી વસ્તુને, વગર દવાએ મળશે તરત જ રાહત…

ખાણીપીણી અને જીવનશૈલીમાં ગડબડી હોવાના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. આવી સમસ્યાઓમાં એક મુખ્ય બવાસીર છે, જે ખોટી ખાનપાનની આદતો ને કારણે  વધતી જાય છે. બવાસીર એ ગુદામાર્ગમાં થતો ગંભીર રોગ છે જે ચારમાંથી ત્રણ પુખ્ત વ્યક્તિઓને સમય સમય પર થાય છે. આમાં તમારા ગુદા અને નીચેના મળાશયમાં નસોમાં સોજાની સ્થિતિ ઉભી થાય છે. બવાસીર મળાશયની અંદર કે ગુદાની આસપાસની ત્વચાની નીચે થાય છે. આમાં ભયંકર દુખાવાની સાથે મળાશયના મસા ભેગા થવા અને બ્લીલ્ડીંગની પણ સમસ્યા થાય છે. જેના કારણે વ્યક્તિને હરવું-ફરવું, ત્યાં સુધી કે ઊઠવું બેસવું પણ મુશ્કેલ થઈ જાય છે.

એક્સપર્ટ જણાવે છે કે બવાસીરના અનેક કારણ હોઈ શકે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આનું કારણ ખબર પડતી નથી. પરંતુ આ થવાના કારણમાં તમારું ખાનપાન અને જીવનશૈલી મુખ્ય ભૂમિકા નિભાવે છે. સામાન્ય રીતે બવાસીર થોડા દિવસોમાં તેની જાતે જ ઠીક થઈ જાય છે. જ્યારે કેટલાક લોકોને આ સમસ્યા લાંબા સમય સુધી રહે છે. અને ઓપરેશન કરવા સુધીની સ્થિતિ આવી જાય છે.

કેટલાક લોકો ઘરેલુ ઉપચારથી જ આની સારવાર મેળવી લે છે. એવામાં હળદરને કેટલાક લોકો પાઇલ્સનો રામબાણ ઈલાજ પણ જણાવે છે. હળદરમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો ઉપલબ્ધ હોય છે. જે બવાસીરના કારણે થતી સમસ્યાઓથી રાહત અપાવે છે. પરંતુ આનો ઉપયોગ કરતાં પહેલા જાણી લેવું કે બાવાસીરમાં હળદરનો ઉપયોગ કેવી રીતે  કરી શકાય છે?હળદરના ઔષધીય ગુણ:- હળદરમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટીઑકિસડન્ટ, એન્ટિટ્યુમર, એન્ટિસેપ્ટિક, એન્ટિવાયરલ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિબાયોટિક અને એન્ટિકાર્સિનોજેનિક જેવા ઔષધીય ગુણો હાજર હોય છે. પીળી હળદર પર થયેલા એક અભ્યાસ પ્રમાણે એ વાતની પુષ્ટી પણ કરવામાં આવી છે કે આ પાચનને ઠીક કરે છે સાથે જ પાઈલ્સની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.

1) હળદર અને એલોવેરા:- એક ચમચી હળદર સાથે અડધી ચમચી એલોવેરા મેળવીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવવાથી કે આનો ઘોળ બનાવીને પીવાથી બવાસીર માં અત્યંત ફાયદો થાય છે. એલોવેરાથી બનેલી ક્રીમ દુખાવા પર લગાવવાથી દૂખાવાને દૂર કરવાનું કામ કરે છે તેથી એલોવેરાને બવાસીરની સમસ્યામાં હળદરની સાથે મેળવીને ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.2) હળદર અને નારિયેળ તેલ:- એક ચમચી હળદર અને આવશ્યકતા પ્રમાણે રિફાઈન્ડ કર્યા વગરનું નારિયેળ તેલનું મિશ્રણ તૈયાર કરવું અને મળાશયમાં બવાસીરથી અસરગ્રસ્ત જગ્યા પર લગાવવું અને કેટલાક કલાક સુધી લગાવીને રાખો ત્યારબાદ તેને ધોઈ લો. નારિયેળ તેલમાં એનાલ્જેસિક અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી પ્રભાવ હોય છે. આ બંને સાથે મળીને પાઇલ્સ દરમિયાન થતા દુખાવા અને સોજાને દૂર કરવામાં અસરકારક છે 

3) હળદર અને ડુંગળી:- એક ચમચી હળદરને અડધી ચમચી ડુંગળીના રસ અને એક ચમચી સરસોના તેલ સાથે મેળવીને બવાસીરથી અસરકારક જગ્યા પર લગાવવાથી તૈયારીમાં રાહત થાય છે. તેના સિવાય તમે ડુંગળીના રસમાં ચપટી હળદર મેળવીને પી શકો છો. હળદરની જેમ ડુંગળીમાં પણ એન્ટિ-ઇન્ફ્લેમેટરી પ્રભાવ હોય છે. આ બાવાસીર નો દુખાવો અને સોજા જેવા લક્ષણોને દૂર કરવાની સાથે જ રક્તસ્ત્રાવને પણ અટકાવવામાં મદદ કરે છે.4) હળદર અને સરસવનું તેલ:- સરસવના તેલમાં હળદર મેળવીને પ્રભાવિત જગ્યા પર લગાવવાથી બવાસીરના કારણે થતાં રક્તસ્રાવને રોકવામાં મદદ મળે છે. આવું હળદર અને સરસવના તેલમાં ઉપસ્થિત એન્ટિ-ઇન્ફ્લેમેટરી ઔષધીય ગુણોના કારણે થઈ શકે છે. જ્યારે કેટલાક લોકો હળદર અને સરસવ તેલ ના મિશ્રણને બવાસીરનો રામબાણ ઈલાજ માને છે. તમે સારા થતાં સુધી દરરોજ આ લેપ નો ઉપયોગ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment