મિત્રો જો તમે સરકાર સાથે કોઈ બિઝનેસ કરવા માંગતા હો, તો તમારા માટે આ માહિતી ખુબ જ અગત્યની છે. જેમાં તમે ઓછા પૈસાના રોકાણ સાથે વધુ નફો મેળવી શકો છો. આ એક એવી યોજના છે જેમાં તમારું રોકાણ ઓછું છે પણ તેમાં ફાયદો ઘણો વધુ છે. આથી આ બિઝનેસ તમારા માટે એક ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તમે ઇન્ડિયા પોસ્ટ સાથે જોડાઈને પોતાનો બિઝનેસ શરુ કરી શકો છો. ઓછા રોકાણમાં આ તમારા માટે કમાણી કરવાનો એક સારો રસ્તો સાબિત થઈ શકે છે. આમાં તમને બે પ્રકારની ફ્રેન્ચાઈ આપવામાં આવે છે. પહેલી ફ્રેન્ચાઈ આઉટલેટ અને બીજી પોસ્ટલ એજેન્ટ. તમે કોઈ પણ વિકલ્પ પસંદ કરીને પોતાનો બિઝનેસ શરુ કરી શકો છો.
જો તમે તમારો બિઝનેસ શરુ કરવા માંગો છો અને આ માટે કોઈ મોકાની તલાશ કરી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખુબ જ જરૂરી છે. વાસ્તવમાં ભારતીય પોસ્ટ ઓફિસ તમને કમાણીનો સારો મોકો આપી રહી છે. જેમાં માત્ર 5000 રૂપિયાનું નાનું એવું રોકાણ કરીને તમે મોટી કમાણી કરી શકો છો. પોસ્ટ ઓફિસે પોતાની ફ્રેન્ચાઈ આપવાની શરૂઆત કરી છે. જેમાં તમે જે તે વિભાગને લગતી સેવાઓ આપીને કમાણી કરી શકો છો. આ સેવાઓ આપે છે પોસ્ટ ઓફિસ:- ભારતીય પોસ્ટ ઓફિસ લોકોને બધા પ્રકારની સેવાઓ આપે છે. તેમાં પોસ્ટ અથવા લેટર મોકલવા અને મંગાવવાથી લઈને મની ઓર્ડર મોકલવું, સ્ટેમ્પ અને સ્ટેશનરી મોકલવી પણ સામેલ છે. એટલું જ નહિ પોસ્ટ ઓફિસ નાની કોઈ બચત યોજના પણ ચલાવે છે. તેને લગતા ઘણા કામ જેમ કે સેવિંગ એકાઉન્ટ ખોલવું, કેશ ડીપોઝીટ, પોસ્ટ ઓફિસની અન્ય સ્કીમોની પ્રક્રિયા અથવા તો લાઈફ સર્ટીફીકેટ બનાવવા જેવા કામ આ પોસ્ટ ઓફિસમાં કરવામાં આવે છે.
દેશમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે:- દેશના ઘણા સ્થળ એવા છે જ્યાં હજી સૂચી પોસ્ટ ઓફિસની સુવિધા નથી પહોંચી. એટલે કે જે ઝડપથી પોસ્ટ ઓફિસના કામકાજ ચાલી રહ્યા છે તે હિસાબે દેશમાં તેની સંખ્યા ઓછી છે. દેશમાં હાલ 1.55 લાખ પોસ્ટ ઓફિસ કાર્યરત છે. આથી સરકાર પોસ્ટ ઓફિસનું ક્ષેત્ર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેમાં તમે ઘરે બેસીને સરકાર સાથે મળીને પોતાનો બિઝનેસ શરુ કરી શકો છો. અને વિભાગને લગતા કામ કરીને પૈસા કમાઈ શકો છો.
બે ફ્રેન્ચાઈ ઓપ્શન રહેલ છે:- પોસ્ટ ઓફિસએ પોતાની ફ્રેન્ચાઈ આપવાની સુવિધા કરી છે. જે સારી કમાણીનું માધ્યમ બની શકે છે. તેમાં બે પ્રકારની ફ્રેન્ચાઈ રહેલી છે. એક આઉટલેટ અને બીજી પોસ્ટલ એજેન્ટ. જે સ્થળ પર પોસ્ટ ઓફિસ નથી તેમાં તમે પોસ્ટ ફ્રેન્ચાઈ આઉટલેટ પસંદ કરી શકો છો. પોસ્ટલ એજેન્ટ ફ્રેન્ચાઈ શહેર અને ગ્રામીણ સ્થળમાં પોસ્ટલ સ્ટેમ્પ અને સ્ટેશનરી ડીલીવરીનું કામ કરી શકો છો. ઓછા રોકાણમાં મોટો નફો:- પોસ્ટ ઓફિસ આઉટલેટ ફ્રેન્ચાઈ લેવા માટે તમારી પાસે લગભગ 200 સ્ક્વેર ફૂટ જગ્યા હોવી જોઈએ. તેની સાથે તમે 5000 રૂપિયાની સિક્યોરીટી ફીસ જમા કરીને પોસ્ટ ઓફિસની સેવાઓ પોતાના ક્ષેત્રમાં આપી શકો છો. અને દરેક સેવાના બદલામાં ચાર્જ વસુલીને પૈસા કમાઈ શકો છો. આ સિવાય પોસ્ટલ ફ્રેન્ચાઈ માટે તમારે થોડું વધુ રોકાણ કરવાની જરૂર પડશે. કારણ કે આમાં તમારે સ્ટેશનરી અને સ્ટેમ્પ ખરીદીને ડીલીવરી કરવાની છે.
આવેદન માટે જરૂરી યોગ્યતા:- પોસ્ટ ઓફિસની સાથે જોડાઈને એટલે કે ફ્રેન્ચાઈ લઈને કમાણીનો આ સારો મોકો મેળવવા માટે કોઈપણ પ્રકારની યોગ્યતાની જરૂરત નથી. આ માટે શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો 8 પાસ યુવક પણ આવેદન કરી શકે છે. આવેદન કરનારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી