કોઈ પણ દવા કે કેમિકલ વગર જ ઘરે નાના એવા કુંડામાં ઉગાડો તુરિયાનો વેલો, આવશે એકદમ લીલા છમ, કુણા અને મોટા તુરિયા… ફ્રેશ અને સ્વસ્થ તુરિયા ખાવા હોય તો જાણો આ રીત…

મિત્રો હાલ તમે કદાચ લીલોતરી શાકભાજી ખાવાનું પસંદ કરતા હશો. આમ લીલોતરી શાકભાજીમાં તુરિયા એક ખુબ જ સ્વાદિષ્ટ શાક છે. જેમાં અનેક પોષક તત્વો રહેલા છે. જો કે તુરિયાને તમે ઘરે કુંડામાં પણ વાવી શકો છો. જેનાથી તમારા ઘરને આંગણે જ તુરીયાના વેલા થાય છે. પરંતુ આ તુરિયા ક્યારે અને ક્યાં અને શેમાં વાવવા જોઈએ, જો તમે તેના વિશે નથી જાણતા તો આ લેખ અંત સુધી જરૂરીથી વાંચી જુઓ. 

આજકાલ લગભગ બધા જ લોકો ગાર્ડનિંગ કરવાનું પસંદ કરે છે. એવા ઘણા લોકો છે, જે લીલા શાકભાજી માર્કેટમાંથી નહિ, પરંતુ ગાર્ડનમાં ઉગાડીને ખાવાનું પસંદ કરે છે. ઘરે ઉગાડવામાં આવેલ લીલા શાકભાજી ફ્રેશ પણ હોય છે અને સ્વસ્થ પણ હોય છે. એવામાં જો તમે તુરીયાનું શાક પસંદ કરતાં હોય અને ગાર્ડનમાં જ કેમિકલ ફ્રી શાકભાજી ઉગાડવા માંગતા હોય તો પછી તમારે આ લેખ જરૂરથી વાંચવો જોઈએ. કારણ કે આ લેખમાં અમે તમને અમુક ગાર્ડનિંગ ટિપ્સ અને હેક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે સરળતાથી કુંડામાં તુરીયાનો વેલો ઉગાડી શકો છો. આવો જાણીએ.તુરીયાના બીજ રોપવા માટે સામગ્રી:- બીજ, માટીનું ખાતર, કૂંડું અને પાણી.  

બીજની સાચી પસંદગી કરવી:- જો કોઈ શાકભાજી કે ફળનું બીજ સરખું ન હોય તો, તમે અને અમે ગમે તેટલી મહેનત કરીએ છતાં પણ છોડ ક્યારેય ઊગશે નહિ. એવામાં તુરીયાના વેલાને ઉગાડવા માટે સરખા બીજની પસંદગી કરવી ખુબ જરૂરી છે. તુરીયાના બીજ ખરીદવા માટે તમે અહીં-ત્યાં ન જઈને તમે કોઈ પણ બીજ ભંડારની મુલાકાત લઇ શકો છો, કારણ કે બીજ ભંડારમાં સારા બીજ સરળતાથી મળી જાય છે. 

બીજ ઉગાડવાની રીત:- સૌથી પહેલા જે માટીને કુંડામાં રાખવાની હોય તેને સરખી રીતે તડકામાં રાખી લો. બીજા દિવસે માટીમાં ખાતરને સરખી રીતે મિક્સ કરી લેવું. હવે માટી કુંડામાં નાખીને સરખી કરી લો. ત્યાર બાદ લગભગ 2 ઇંચ ઊંડું બીજ દબાવીને ઉપરથી પાણી નાખો.જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો:- જ્યારે બીજ અંકુરિત થવા લાગે તો, સમયે સમયે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી છે. તુરીયા માટે તમે હોમમેડ જંતુનાશક સ્પ્રેનો જ ઉપયોગ કરો, કારણ કે કેમિકલ યુક્ત સ્પ્રેથી છોડ મરી શકે છે. તે માટે તમે લીંબુ, બેકિંગ સોડા, સિરકા વગેરે વસ્તુઓની મદદથી સ્પ્રે બનાવી શકો છો. 

કુંડાની સાઈડમાં લાકડી રાખવી:- જી હા મિત્રો, જ્યારે વેલો મોટો થવા લાગે તો કુંડાની સાઈડમાં લાકડી રાખવી જેથી વેલો તેના મૂળમાંથી સરખી રીતે ફેલાઈ શકે. લાકડી રાખ્યા પછી સાઇડને દોરીથી પણ બાંધી શકાય છે જેથી ફળ નીચે ન પડે. તમને જણાવી દઈએ કે, જ્યારે પણ કોઈ આવી શાકભાજી કુંડામાં ઉગાડવામાં આવે ત્યારે દોરી જરૂર બાંધવી. લગભગ પાંચથી સાત મહિનાની અંદર શાકભાજી આવવા લાગે છે. આમ તુરીયાને તમે ઘરે જ કુંડામાં સરળતાથી ઉગાવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment