રાત્રે સુતા પહેલા પગના તળીયે લગાવી દો આ 1 વસ્તુ, શરીરમાં એવા ચમત્કાર થશે કે અનેક બીમારીઓ થઈ જશે ગાયબ… જાણો લગાવવાની રીત અને ફાયદા…

મિત્રો દરેક લોકો સારું સ્વાસ્થ્ય ઈચ્છે છે અને આ માટે તેઓ અનેક રીતે ફીટ રહેવાની કોશિશ પણ કરે છે. આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવીશું, જેમાં તમારે પગના તળિયામાં મધથી માલીશ કરવાની છે. તેનાથી તમને અનેક રોગો દુર કરવામાં મદદ મળે છે. ચાલો તો આ ઉપાયના કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ. 

મધ એટલે કે હની સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારે ફાયદાકારક હોય છે. મધનો ઉપયોગ મોટાભાગે ભારતીય ઘરોમાં ઘરેલું નુસ્ખાના રૂપમાં કરવામાં આવે છે. મધમાં એન્ટિ ઇમ્ફ્લેમેટરી, એન્ટિ ઓક્સિડેંટ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ઘણી સમસ્યાઓના ઇલાજમાં અસરકારક હોય છે. મધ ગળાની ખરાશ, ઉધરસ અને ખીલ મટાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મધમાં રહેલ મોઈશ્ચરાઇઝિંગ ગુણ ત્વચાને હાઈડ્રેડ કરવામાં આપણને મદદ કરે છે. એટલે કે મધને ખાઈ પણ શકાય છે અને ત્વચા પર પણ લગાડી શકાય છે. તે સિવાય તમે પગના તળિયાની માલિશ કરવા માટે પણ મધનો ઉપયોગ કરી શકો છો.મધને પગના તળિયા પર રગડવાથી કે માલિશ કરવાથી સ્વાસ્થ્યને જબરદસ્ત ફાયદા મળી શકે છે. આ લેખમાં અમે તમને પગના તળિયા પર મધ લગાડવાના ફાયદા, રીત અને સમય વિશે જણાવવા જઈ રહયા છીએ. તો ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ.

પગના તળિયા પર મધ લગાડવાના ફાયદા:- ત્વચા – જો તમારી ત્વચા શુષ્ક અને બેજાન હોય તો, તમે પગના તળિયા પર મધ લગાડી શકો છો. પગના તળિયા પર મધ લગાડવાથી ત્વચા હાઈડ્રેડ બની રહે છે. તેનાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે, ત્વચાના ડાઘ-ધબ્બા દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે. માટે જ ત્વચાને હાઈડ્રેટેડ બનાવવા માટે તળિયા પર મધ લગાડવું ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.1) બ્લડ સર્ક્યુલશન:- પગના તળિયાની મધથી માલિશ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું બને છે. ઘણી વખત શરીરમાં બ્લડ ફ્લો અટકી જાય છે, તેના કારણે ઘણા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. પરંતુ જો પગના તળિયા પર મધ લગાડવામાં આવે તો, તેનાથી બ્લડ સર્ક્યુલેશન સરખું થવામાં મદદ મળે છે. સાથે જ હાથ-પગની સુન્નતા અને દુખાવામાં પણ આરામ મળે છે.

2) સોજો:- જો તમને પગ, એડી અથવા તળિયા પર સોજો હોય તો, મધ લગાડવું અસરકારક ઉપચાર સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, મધમાં એન્ટિ ઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે જે સોજા ઘટાડવામાં મદદ કરે છે. તળિયા પર મધ લગાડવાથી કે રગડવાથી શરીરનો સોજો મટી શકે છે. સાથે જ દુખાવામાં પણ આરામ મળે છે.3) તણાવ અને ચિંતા:- જો તમે દરેક સમયે કોઈને કોઈ કારણસર ચિંતા કે તણાવમાં રહેતા હોય તો, આ ઉપાય અસરકારક સાબિત થઈ શકે છે. પગના તળિયા પર મધ લગાડવાથી તમારું માનસીક સ્વાસ્થ્ય સારું બની શકે છે. મધ લગાડવાથી મન શાંત થાય છે, તણાવ અને સ્ટ્રેસ દૂર થવા લાગે છે. 

4) ફાટેલી એડીઓ:- તળિયા પર મધ લગાડવાથી ફાટેલી એડીઓની સમસ્યા પણ દૂર થાય છે અને તેનાથી છુટકારો મળે છે. મધ પગના તળિયાને ભેજ આપે છે, તેનાથી શુષ્ક અને બેજાન ત્વચાથી છુટકારો મળે છે અને ફાટેલી એડીઓ સરખી થાય છે.5) ઇન્ફેક્શનથી  બચાવ:- જો તમે તમારા પગના તળિયાની મધથી માલિશ કરશો તો, તેનાથી ઇન્ફેક્શનથી બચાવ થઈ શકે છે. મધમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. આ ગુણ વાઇરસ, બેક્ટેરિયા અને ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. સાથે જ ઉપરી શ્વસનતંત્ર પણ મજબૂત બનાવે છે.

6) તળિયા પર મધ લગાડવાનો સાચો સમય:- પગના તળિયા પર માલિશ કરવાનો સૌથી સારો સમય રાત્રે ગણવામાં આવે છે. રાત્રે સૂતા સમયે તળિયાની માલિશ કરવાથી ઘણા લાભ મળી શકે છે. તમારે પણ દરરોજ રાત્રે જ પગના તળિયાને મધથી રગડવા જોઈએ કે માલિશ કરવી જોઈએ. 

તળિયા પર મધ લગાડવાની સાચી રીત:- તે માટે તમે એક વાટકીમાં મધ લો. હવે મધને આંગળી પર લો અને તમારા તળિયા પર લગાવો. પછી હળવા હાથે તળિયાની 5 થી 10 મિનિટ સુધી એકધારી માલિશ કરો અને પછી સૂઈ જાઓ. તેનાથી તમને ખુબ સારી ઊંઘ આવવામાં પણ મદદ મળે છે. મધથી તમે દરરોજ પગના તળિયાની માલિશ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment