રોજ રાત્રે ઊંઘ મોડી આવે કે ન આવતી હોય તો પિય લ્યો આ પીણું, ફક્ત 5 મિનીટમાં આવશે ઘસઘસાટ ઊંઘ… જાણો અનિંદ્રાના મફત ઈલાજ…

મિત્રો ઘણા લોકોને રાત્રે નિંદર ન આવવાની તકલીફ રહેતી હોય છે. આ માટે તેઓ અક્સર દવાનું સેવન કરી લેતા હોય છે. પણ તેનાથી તમારા શરીરને નુકશાન થઈ શકે છે. પણ આજે અમે તમને આ લેખમાં નિંદરને કુદરતી રીતે લાવવાનાં કેટલાક ઉપાયો વિશે જણાવીશું. જેના સેવનથી તમને નિંદર સારી આવશે.

આજકાલ લોકોને રાત્રે મોડે સુધી નિંદર ન આવવી એ સામાન્ય થઈ ગઈ છે. ઇન્સોમેનીયા જેવા નિંદરને લગતા ઘણા ડીસઓર્ડર જોવા મળી રહ્યા છે. સ્વસ્થ શરીર માટે નિંદર કરવી ખુબ જરૂરી છે. જો તમારી નિંદર બરાબર નથી થતી, તો તમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેમ કે આળસ આવવી, પ્રોડ્કટીવીટી ઓછી થવી. દરેક સમયે સુસ્તીનો અનુભવ થવો, કોઈ પણ કામમાં મન ન લાગવું. ઘણી વખત શરીરમાં કોઈ પોષણની કમીને કારણે પણ નિંદર નથી આવતી. આથી હેલ્દી અને પોષક તત્વોનું સેવન કરવું જોઈએ. આજે અમે તમને એવા 5 ડ્રીંક્સ વિશે જણાવીશું, જેના સેવનથી તમને તરત જ નિંદર આવી જશે.1) કેમોમાઈલ ટી:- આ ચાને પીવાથી તાવ, ઇન્ફલેમેશન અને સ્કીનને લગતી સમસ્યાઓ ઠીક કરવામાં મદદ મળે છે. આ ચાને ગરમ પાણીમાં કેમોમાઈલના ફૂલ નાખીને બનાવવામાં આવે છે. જે લોકોને નિંદર નથી આવતી અથવા ખુબ મોડી આવે છે તેમના માટે આ ચા ખુબ જ ફાયદાકારક છે. બે અઠવાડિયા આ ચાનું સેવન કરવાથી સારી નિંદર આવવી શરુ થઈ જાય છે. તેના સેવનથી એન્જાઈટી અને ડીપ્રેશન જેવા માનસિક રોગોમાં પણ મદદ મળી શકે છે. 

2) અશ્વગંધાની ચા:- અશ્વગંધાને એક મેડીસીનલ જડીબુટ્ટી માનવામાં આવે છે. આનો પ્રયોગ ઘણી બીમારીઓને ઠીક કરવા માટે કરવામાં આવે છે. તેમાં રહેલ એન્ટી ઓક્સીડેંટ સ્ટ્રેસ, એન્જાઈટી અને અર્થરાઈટીસ જેવી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. તેની જડને જો ચાના રૂપમાં પીવામાં આવે તો તેનાથી નિંદર આવવામાં મદદ મળે છે. તેમાં રહેલ એક એક્ટીવ કમ્પાઉડ નોન રેપીડ આઈ મુવમેન્ટ સ્લીપને પ્રમોટ કરવામાં મદદ કરે છે.3) ચેરીનું જ્યુસ:- ચેરી ઘણા પ્રકારની હોય છે અને તે નિંદરની ગુણવત્તાને વધારવામાં મદદ કરે છે. તેમાં રહેલ ટ્રીપટો ફેન સારી નિંદર લાવવામાં મદદ કરે છે. આ એક એમીનો એસિડ હોય છે, જે મેલાટોનીન હાર્મોનનું બેલેન્સ કરવામાં મદદ કરે છે. જેનાથી તમને સૂવામાં મદદ મળે છે. એવું માનવામાં આવે છે કે, માત્ર એક અઠવાડિયા સુધી ચેરીનું સેવન કરવાથી મેલા ટોનીનનું લેવલ ખુબ જ સામાન્ય થઈ જાય છે અને સારી નિંદર પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. 

4) પીપળીમૂળની ચા:- આમાં ઘણા એન્ટી વાયરલ, એન્ટી માઈક્રોબીયલ અને એન્ટી એલર્જીક ગુણ રહેલા છે. જે પાચન અને આઇબિએસ જેવી સ્થિતિમાં પણ લાભદાયક માનવામાં આવે છે. આ પેટમાં દુખાવાને ઠીક કરવામાં મદદ કરે છે. જો આ બધી સમસ્યાઓને લીધે નિંદર નથી આવતી, તો તમે આ ચાનું સેવન કરી શકો છો.5) વેલેરીયન ચા:- આ હર્બલ પણ અશ્વગંધા જેવું જ હોય છે. જે ઇન્સોમેનીયાને ઠીક કરવામાં મદદ કરે છે. તેનાથી સારી નિંદર આવવામાં પણ મદદ મળે છે. મેનોપોઝથી લડી રહેલ મહિલાઓને સારી નિંદર લાવવામાં ખુબ જ ફાયદાકારક છે. જો તેને ચા ના રૂપમાં પીવા નથી માંગતા તો તેની કેપ્સુલનું પણ સેવન કરી શકાય છે. તે સ્લીપ ક્વોલીટીને બનાવી રાખે છે. આમ જે લોકો નિંદર ન આવવાની સમસ્યાથી પીડાય છે તેમના માટે અહી આપેલ ચા નું સેવન સારી નિંદર લાવવામાં મદદ કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment