શું RO ફિલ્ટરનું પાણી પીવું શરીર માટે યોગ્ય છે કે નહિ, શું ખરેખર તેનાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે, જાણીલો પાણી વિશેની સંપૂર્ણઆ માહિતી.

પાણી આપણા જીવન જરૂરિયાતનો એક મુખ્ય ભાગ છે. આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાય તેના માટે આપણે સ્વચ્છ પાણી પીવાનો આગ્રહ રાખીએ છીએ. તેના માટે હવે આજના સમયમાં RO નું પાણી શહેરી વિસ્તારમાં લગભગ બધા જ ઘરોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દુષિત પાણીની સમસ્યાના કારણે દરેક ઘરમાં RO ના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. RO વોટર પ્યુરીફાયરના પાણીને પીવાને લઈને સોશિયલ મીડિયા પર દરેક પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે.

દરેક સોશિયલ મીડિયા પોસ્ટ એવો દાવો કરી રહી છે કે RO નું પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બીજી અમુક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે RO નું પાણી સ્વાસ્થ્ય માટે એકદમ સુરક્ષિત છે. તો આપણે આ લેખના માધ્યમથી જાણીશું કે RO એટલે કે રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમથી ફિલ્ટર કરવામાં આવેલું પાણી સ્વાસ્થ્ય માટે ખરેખર નુક્સાનદાયક છે કે નહીં.શું RO નું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?:- RO સિસ્ટમથી ફિલ્ટર કરવામાં આવેલા પાણીને લઈને દરેક પ્રકારની દિબેટ ચાલે છે. એક શોધમાં એવું કહેવામાં આવ્યું છે કે આરો સિસ્ટમમા ફિલ્ટર થયેલું પાણી મિનરલ્સ અને અન્ય જરૂરી તત્વોને નષ્ટ કરી દે છે. તેના સિવાય જો તમે સમય પર પોતાના RO સિસ્ટમની યોગ્ય રીતે સફાઈ ન કરતા હોવ તો તે કારણે પાણી દૂષિત થવાનો ખતરો પણ રહે છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે RO નું પાણી ફિલ્ટર કરવાની પ્રક્રિયા દરમિયાન હજારો મિનરલ અને અન્ય જરૂરી તત્વો નષ્ટ થઈ જાય છે. લાંબા સમય સુધી બોટલ બંધનું પાણી પીવાથી નુકસાન થઈ શકે છે પરંતુ સામાન્ય RO પાણી પીવાથી શરીરમાંના તો કોઈ ફાયદો મળે છે કે ના કોઈ નુકસાન થાય છે, ROનું પાણી ફીલ્ટર કરતાં સમયે ટીડીએસ લેવલ 70 થી 150 ની વચ્ચે હોવું વધારે સુરક્ષિત હોય છે.

શું નળનું પાણી RO ના પાણીથી વધુ સુરક્ષિત છે?:- કેટલાક લોકોનું માનવું છે કે RO ના પાણીથી વધારે સુરક્ષિત નળનું પાણી હોય છે. RO નું પાણી રિવર્સ ઓસ્મોસિસ વોટર પ્યુરીફાયર દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રિવર્સ ઓસ્મોસિસ વોટર પ્યુરીફાયરનાં પાણીને ફિલ્ટરેશન દરમિયાન મેંગેનીઝ, આયર્ન, ફ્લોરાઈડ, સીસું અને કેલ્શિયમ વગેરેનો નાશ થાય છે. એક અહેવાલ પ્રમાણે  RO સિસ્ટમ્સમાંથી ફિલ્ટર કરાયેલું પાણી દૂષિત અથવા નુકસાનકારક હોવાની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં, એમ કહેવું ખોટું નથી કે નળનું પાણી ROના પાણી કરતાં સારું છે.RO અને મિનરલ વોટરમાં અંતર:- RO નું પાણી વોટર પ્યુરીફાયરમાં ફિલ્ટર કરવામાં આવેલું હોય છે. આ પાણીમાં હાજર દરેક ફાયદાકારક અને નુકસાનદાયક મિનરલ નીકળી જાય છે. મિનરલ વોટરમાં જરૂરી મિનરલ્સ ઉપલબ્ધ હોય છે. RO વોટરને ઘણા લોકો ડેડ વોટરના નામથી પણ ઓળખે છે, કારણ કે આ પાણીમાં મિનરલ નષ્ટ થઈ ગયા હોય છે. 

દૂષિત પાણી વાળા વિસ્તારનું પાણી પીવાથી બહેતર છે કે ROનું પાણીનો ઉપયોગ કરવામાં આવે. પરંતુ એ વાતને પણ નકારી શકાય નહીં કે શરીર માટે જરૂરી મિનરલ્સ અને અન્ય તત્વો RO વોટરમાંથી નીકળી જાય છે. દૂષિત પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યને અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે તેથી પાણી પીતા સમયે તમારે પાણીની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. RO ના પાણી ને પીવાને લઈને તમારે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓ પર ધ્યાન આપવાની જગ્યાએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment