દવાઓ વગર જ મેળવો 150 પ્રકારના માથાના દુખાવાથી કાયમી છુટકારો, આ એક ટેકનીક મટાડી દેશે મૂળમાંથી…

આપણે જાણીએ છીએ કે આજના સમયના ખાનપાન તેમજ લાઈફ સ્ટાઈલને કારણે મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીથી ઘેરાયેલા રહે છે. આવી જ એક બીમારી એ છે માથાનો દુખાવો. સામાન્ય રીતે આપણે માથાના દુખાવાથી રાહત મેળવવા માટે ટેબ્લેટનું સેવન કરીએ છીએ. પરંતુ વારંવાર ટેબ્લેટ ખાવી એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

માથાનો દુખાવો અને માઈગ્રેન આજકાલની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. માથાના દુખાવાના આમ તો ઘણા કારણ છે, પરંતુ તણાવ પૂર્ણ જીવન તેનું સૌથી મોટું કારણ બનીને ઊભરી રહ્યું છે. હળવો માથાનો દુખાવો સામાન્ય રીતે આપમેળે જ મટી જાય છે. પરંતુ જો તમને મોટાભાગે આ સમસ્યા થતી હોય તો, તમારે સતર્ક થઈ જવું જોઈએ. આથી સમય રહેતા તેનો સચોટ ઈલાજ કરવો જોઈએ.

માથાના દુખાવા માટે બજારમાં ઘણા પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ તેના વધારે વપરાશથી શરીરને ધીરે ધીરે નુકશાન થવા લાગે છે. તેના બદલે તમે યોગાસન કરી શકો છો. એક્સપર્ટના મત મુજબ, માથાના દુખાવા કે માઈગ્રેનની સમસ્યા માત્ર મોટા લોકોમાં જ નહીં પરંતુ, બાળકોમાં પણ જોવા મળે છે. જે એક ગંભીર સમસ્યા બની રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે, જે પેરેન્ટ્સને માઈગ્રેનની સમસ્યા હોય છે. તેના બાળકોમાં પણ માઈગ્રેન થવાની સંભાવના ચાર ગણી વધારે હોય છે. જો કે અન્ય કારણો પણ છે જે આ સમસ્યાને વધારી શકે છે. ચાલો જાણીએ, કે માઈગ્રેન અને માથાના દુખાવાની સમસ્યા શા કારણે ઝડપથી વધી રહી છે અને તેનાથી તમે દવાઓને બદલે યોગ કરીને કેવી રીતે છૂટકારો મેળવી શકો છો.

માથાના દુખાવા કે માઈગ્રેનનું કારણ : 1 ) અમુક ખાદ્ય પદાર્થ અથવા સામગ્રી જેમ કે કૈફિન, દારૂ, ચોકલેટ અને પનીર.
2 ) એલર્જી, સેકેંડ હેન્ડ સ્મોક,
3 ) ઘરેલુ રસાયણ અને પરફ્યુમ,
4 ) તણાવ પણ માથાના દુખાવા અને માઈગ્રેનનું મુખ્ય કારણ છે,
5 ) દારૂનું સેવન, કબજિયાત, જમવા અથવા સુવાની રીતમાં બદલાવ, ઊંઘનો અભાવ, ડિહાઈડ્રેશન.
6 ) પરિવાર અથવા મિત્રો, કામ અથવા સ્કૂલનો ઈમોશનલ સ્ટ્રેસ,
7 ) વધારે દવાઓનો ઉપયોગ,
8 ) ખોટી સ્થિતિમાં બેસવું,
9 ) વધારે પ્રકાશ, અવાજ, ઋતુ પરીવર્તન, સામાન્ય થાક.

માથાના દુખાવા અને માઈગ્રેન માટે યોગાસન : જો તમે માઈગ્રેનની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હો, તો તમારે યોગાસન કરવા જોઈએ. એક્સપર્ટનું માનવું છે કે, યોગ એક દવા છે, તે એક ચીકીત્સા છે, તે એક ઈલાજ છે. યોગમાં માથાની બધી જ સમસ્યાનું સમાધાન છે. માથાના દુખાવા અને માઈગ્રેનથી રાહત મેળવવા માટે યોગીક આગળની તરફ વળવું જેમ કે, બાલાસન, હસ્ત પદાસન, નૌકાસન, ધનુરાસન, તાડાસન વગેરે યોગાસનનો સહારો લઈ શકો છો. તે માટે બ્રાહ્મરી પ્રાણાયામ પણ ખુબ જ કારગર થઈ શકે છે.

યોગાસન માથાનો દુખાવો દૂર કરવામાં કેવી રીતે સહાયક છે : એક્સપર્ટના મત મુજબ, યોગ માથાના દુખાવા માટે એક સારો ઉપાય છે. તે તમને સમગ્ર રીતે સરખા કરવામાં મદદ કરી શકે છે. પશ્ચિમોત્તાનાસન, બાલાસન, ઉપરની તરફ ખેંચાણ. જેમ કે, તાડાસન અને ગૌમુખાસન વગેરે યોગાસન માથાના દુખાવાને દુર કરવામાં સહાયક હોય છે.

150 પ્રકારના માથાના દુખાવાનો ઈલાજ છે યોગા : ધી યોગ ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટરના મત મુજબ, 150 થી વધારે પ્રકારના માથાના દુખાવા હોય છે. યોગમાં અમુક શક્તિશાળી ટેક્નિક છે, જે તમને આ માથાના દુખાવાથી તરત જ રાહત મેળવવામાં મદદ કરે છે. કપાલભાતી અને જલનેતિ જેવી ક્રિયાઓ દુખાવાથી રાહત મેળવવામાં મદદ કરે છે.

માથાના દુખાવાના ઘરેલું ઈલાજ : માથા પર ગરમ કે ઠંડા પેક લગાડવા, સ્ટ્રેચિંગ એકસરસાઈઝ કરવી, માથા, ગરદન અથવા પીઠની માલિશ કરવી, એક અંધારા અને શાંત રૂમમાં આરામ કરવો, બહાર હાલવું ચાલવું

આમ તમે માઈગ્રેન કે માથાના દુખાવાથી સમસ્યાને અમુક યોગાસન દ્વારા છુટકારો મેળવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment