આમળાના ચમત્કારીક બીજથી શરીર 6 રોગોથી મળી જશે કાયમી છુટકારો, જાણો ઉપયોગ કરવાની ચામડીના રોગો માટે છે કાળ સમાન…

આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા માનવામાં આવે છે, અને તેમાંથી આપણે અલગ અલગ વસ્તુઓ પણ બનાવી શકીએ છીએ. જેમ કે આમળાનો મુરબ્બો, આમળાનું અથાણું, ચ્યવનપ્રાસ વગેરે. પરંતુ શું તમે જાણો છો કે આમળાની સાથે સાથે જ આમળાના બીજ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી હોય છે.

આમળા સ્વાસ્થ્ય માટે કોઈ ખજાનાથી ઓછા નથી. તે રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને પેટની અનેક સમસ્યાઓને દૂર કરે છે, તથા આપણી ત્વચા અને વાળને પણ સ્વસ્થ રાખે છે. આમળાના બીજમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી કોમ્પ્લેક્સ, કેરોટીન, આયર્ન, ફાઇબર ઘણા બધા પોષક તત્વો જોવા મળે છે. જો તમને લાંબા સમયથી ધાધર, ખરજવું અને ખંજવાળ જેવી ચામડીની સમસ્યાથી પરેશાન છો, તો તમે આમળાના બીજનો ઉપયોગ કરી શકો છો.

આ સમસ્યાઓને દૂર કરવા માટે તેના બીજ ખુબ જ ફાયદાકારક છે. જો તમે જુની કબજિયાતથી પરેશાન છો અને આમળાના બીજનું સેવન કરો છો, તો તમારી કબજિયાત દૂર થઈ શકે છે. આંખોમાં ખંજવાળ બળતરાની તકલીફ થાય ત્યારે આમળાના બીજને પીસીને આંખોની નીચે લગાવવાથી પણ ફાયદો થાય છે. તો ચાલો જાણીએ આમળાના બીજના ફાયદા…

1 ) ત્વચાની સમસ્યા : જો તમે લાંબા સમયથી ધાધર, ખરજવું અને ખંજવાળ જેવી તકલીફથી ઝઝૂમી રહ્યા છો, તો તમે આમળાના બીજનો ઉપયોગ કરી શકો છો. તે આ સમસ્યાઓને દૂર કરે છે અને ચામડીની તકલીફને દૂર કરે છે. તેની માટે તમારે નારિયેળ તેલમાં સૂકા આમળાના બીજનો પાવડર પીસીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને પ્રભાવિત જગ્યા ઉપર લગાવો, આમ કરવાથી ત્વચા સંબંધિત રોગમાં આરામ મળે છે.

2 ) કબજિયાત : જો તમે લાંબા સમયથી કબજિયાતથી પરેશાન છો તો આમળાના બીજ ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કબજિયાતથી રાહત મેળવવા માટે આમળાના બીજને પીસીને તેનો પાવડર બનાવો, ત્યાર બાદ તમે આ પાવડરનું સેવન ગરમ પાણીની સાથે કરી શકો છો. તેનાથી તમારી કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે.

3 ) હિંચકી : જો તમને અચાનક તીવ્ર હિંચકી આવવા લાગે તો તેનાથી તુરંત રાહત મેળવવા માટે આમળાના બીજનો પાવડર બનાવીને મધની સાથે તેનું સેવન કરી શકો છો. તેનાથી અમુક જ મિનિટમાં તમારી હિંચકી દૂર થઈ જશે.

4 ) નાકમાંથી આવતું લોહી : ઘણા લોકોને લગભગ નાકમાંથી લોહી આવવાની સમસ્યા રહે છે, જેને નસકોરી ફૂટવી પણ કહેવામાં આવે છે. આ સમસ્યા તીવ્ર ગરમી દરમિયાન થાય છે. જો તમે આ સમસ્યાથી દૂર રહેવા માંગો છો, તો આમળાના બીજને પાણીમાં પીસીને તેની પેસ્ટ બનાવો. ત્યાર બાદ આ પેસ્ટને તમારા માથા ઉપર લગાવીને સીધા સૂઈ જાવ. તેનાથી તમારા શરીરમાં ઠંડક મળશે અને તમને આરામ મળશે.

5 ) આંખ માટે : આંખમાં ખંજવાળ, બળતરા, લાલાશ જેવી તકલીફ થાય ત્યારે આમળાના બીજને પીસીને આંખોની ઉપર અને નીચે લગાવવાથી ફાયદો મળે છે.  તેસિવાય એક બે ટીપા આમળાનો રસ આંખમાં નાખવાથી આંખમાં દુખાવો થાય તેમાં આરામ મળે છે.

6 ) ધાતુ રોગમાં : આમળાના બીજ વીર્યવર્ધક હોય છે. તમે આમળાના 10 ગ્રામ બીજને તાપમાં સૂકવીને પીસીને તેનું ચૂર્ણ બનાવી લો, હવે તેમાં 20 ગ્રામ મિશ્રી પાવડર ઉમેરીને મૂકો સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી પાવડર ઉમેરીને 15 દિવસ સતત તેનું સેવન કરો તેનાથી સ્વપ્નદોષ શુક્રમેહ જેવી સમસ્યા દૂર થઈ જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment