જયારે તમારા શરીરમાં મીઠાનું પ્રમાણ વધી જાય છે ત્યારે તમને સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓ થાય છે. આથી શરીરમાં મીઠાનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પ્રમાણસર મીઠાનું સેવન કરવું જોઈએ. અતિશય મીઠું શરીર માટે હાનીકારક છે. જે તમને આગળ જતા ગંભીર બીમારીઓ કરી શકે છે.
મીઠું એવી વસ્તુ છે જેના વગર ખાવાની કલ્પના પણ કરી શકાતી નથી. ભોજનમાં મીઠાનું પ્રમાણ વધારે કે ઓછું હોય તો તેનો સ્વાદ એકદમ ખરાબ થઈ જાય છે. એવા ઘણા લોકો છે જે વધારે પ્રમાણમાં મીઠું ખાય છે. મીઠાનું સેવન વધારે કરવાથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારનું નુકસાન પહોંચે છે. પેક્ડ ફૂડમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે જેનું સેવન કરવાથી ઘણા પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. એવામાં આવો જાણીએ વધારે મીઠું ખાવાથી ક્યાં પ્રકારની બીમારીનો સામનો કરવો પડી શકે છે. 1) બ્લોટિંગ:- તમે ઘણી વખત જોયું હશે કે, કોઈ શો કે શુટ પહેલા સેલેબ્સ મીઠાનું સેવન બંધ કરી દે છે. તેનું કારણ એ છે કે, મીઠાનું સેવન કરવાથી તમારે બ્લોટિંગની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમે જોયું હશે કે, જમ્યા પછી તમે સામાન્ય કરતાં વધારે ફુલાયેલું અનુભવ કરો છો, એવું તમારા ભોજનમાં રહેલા મીઠાના કારણે થાય છે.
સામાન્ય રીતે કિડનીમાં અમુક માત્રામાં સોડિયમ જોવા મળે છે. એવામાં જ્યારે તમે તમારા શરીરમાં મીઠું નાખો છો તો, કિડનીને ક્ષતિપૂર્તિ માટે વધારે પાણીને અટકાવીને રાખવું પડે છે. શરીરમાં મીઠાની માત્રા વધારે હોય ત્યારે પાણી જરૂર કરતાં વધારે જમા થઈ જાય છે. આ સ્થિતિ વોટર રીટેંશન અથવા ફ્લૂડ રીટેંશન કહેવામા આવે છે. એવી સ્થિતિમાં હાથ, પગ અને ચહેરા પર સોજા થઈ જાય છે.
2) પાણીની તરસ વધારે લાગવી:- વધારે મીઠા વાળી વસ્તુઓનું સેવન કરવાથી મોં સુકાવા લાગે છે અને તેના કારણે તમને વારંવાર તરસ લાગે છે.3) ઊંઘમાં ખલેલ:- જો તમે સૂતા પહેલા વધારે સોડિયમ વાળી વસ્તુઓનું સેવન કરો છો તો, તેનાથી તમને ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. રાત્રે સૂતા પહેલા વધારે મીઠા વાળી વસ્તુઓ ખાવાથી ઊંઘ ન આવવી, બેચેની અનુભવવી અને રાત્રે વારંવાર જાગવાની સમસ્યા થઈ શકે છે.
4) જીવ ઘભરાવો:- ડાયેટમાં વધારે મીઠું તમારા પેટમાં અસંતુલન ઉત્પન્ન કરી શકે છે જેનાથી તમને જીવ ઘભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એવામાં જરૂરી છે કે, તમે ભોજનમાં મીઠાની માત્રા કંટ્રોલ કરો. સાથે જ જરૂરી છે કે તમે પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરો જેથી તમારું શરીર હાઈડ્રેડ રહે. ભોજનમાં સોડિયમની માત્રા વધારે હોવાથી માથાના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેના સિવાય મીઠું વધારે ખાવાથી બ્લડ પ્રેશરનું લેવલ વધવાની સમસ્યા પણ થઈ શકે છે.5) હ્રદયની બીમારીઓ:- મીઠાનું વધારે સેવન હ્રદયની બીમારીઓના જોખમને વધારે છે. એ માટે હ્રદયને સ્વસ્થ રાખવા માટે ભોજનમાં મીઠાની માત્રાનું સંતુલન જાળવવું જોઈએ. જેથી કરી ને હ્રદયની સાથે સાથે આપણું શરીર પણ એકદમ સ્વસ્થ અને ફીટ રહે છે. માટે જે લોકો વધારે સેવન કરતા હોય તેને મીઠાનું વધુ સેવન કરવાથી બચવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી