દહીંમાં આ એક વસ્તુ ઉમેરી લગાવી દો વાળમાં, સફેદ વાળને કાળા કરી વાળની સમસ્યાનો લાવી દેશે અંત… મોંઘા શેમ્પુ અને કંડીશનર કરતા 110% કારગર..

મિત્રો આપણે બધા દહીંના ફાયદા વિશે ટી જાણીએ જ છીએ, કેમ કે દહીં ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ દહીં આપણા સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ખુબ જ કારગર માનવામાં આવે છે.

વાળમાં દહીંનું હેર માસ્ક લગાવવામાં આવે તો વાળને લગતી અનેક સમસ્યાઓ દુર થાય છે. ખરેખર તો દહીંમાં લાખો એવા બેક્ટેરિયા હોય છે, જે શરીરને અંદરથી એન્જાઈમ બનાવવામાં મદદ કરે છે. તેવી જ રીતે જ્યારે વાળમાં માસ્ક લગાવવામાં આવે તો વાળને અંદરથી ફ્લેક્સિબલ બનાવે છે અને તેને હેલ્દી રાખવાનું કામ કરે છે.

દહીના ઉપયોગથી વાળ સિલ્કી બને છે અને ઓછી ઉંમરમાં વાળ સફેદ નથી થતા. જો તમે દહીંમાં મેથીના દાણાને પીસીને વાળમાં લગાવો તો તેનાથી હેરફોલ એટલે કે ખરતા વાળ, ખોડો, રફ વાળની સમસ્યા આસાનીથી દુર કરી શકાય છે. તો ચાલો જાણીએ દહીંને વાળમાં લગાવવાથી શું ફાયદો થાય છે અને કેવી રોતે ઉપયોગી છે.

વાળમાં દહીં લગાવવાના ફાયદા : ખોડો – જો તમારા વાળમાં ખોડોની સમસ્યા હોય તો તમે વાળમાં દહીંનું માસ્ક લગાવી શકો છો. તેને લગાવવાથી ખોડો આસાનીથી દુર થઈ જાય છે.

સફેદ વાળ : જો ઓછી ઉંમરમાં જ તમારા વાળ સફેદ થવા લાગે છે તો તમે વાળમાં દહીંનો ઉપયોગ કરી શકો છો. તેના રેગ્યુલર ઉપયોગથી વાળને પોષણ મળે છે અને વાળ ફરી કાળા થવા લાગે છે.

વાળનો ગ્રોથ : જો તમારા વાળમાં સારો ગ્રોથ નથી થતો, તો તમારે વાળમાં ફરજિયાત દહીં લગાવવું જોઈએ. આવું કરવાથી તમારા વાળમાં ખુબ જ મજબુત બને છે, અને લાંબા પણ થાય છે.

ડ્રાયનેસ : જો તમારા વાળ ખુબ જ ડ્રાય અને રફ રહેતા હોય તો તમે દહીંની મદદથી વાળને સિલ્કી અને સોફ્ટ બનાવી શકો છો.

કેવી રીતે લગાવવું દહીં : વાળમાં દહીં લગાવવા માટે તમે પહેલા પોતાના વાળને ક્લીન કરી લો અને સુકવી લો. ત્યાર બાદ બ્રશ કરો અને એક કટોરીમાં દહીં લો. તેમાં મેથીના દાણાને પીસીને મિક્સ કરી દો. હવે તમે વાળને પાર્ટીશન કરતા હાથ અથવા તો બ્રશની મદદથી વાળના મૂળથી દહીં અને મેથીના દાણાનું આ મિશ્રણ લગાવો. જ્યારે વાળમાં દહીં સુકાય જાય તો વાળને નોર્મલ પાણીથી ધોઈ લ્યો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment