જીમ અને ડાયટ કરવા છતાં નથી ઘટતું વજન અને ચરબી, તો રહી જાય છે આ 9 ખામીઓ… જાણો જલ્દી પાતળું શું કરવું જોઈએ…

ઘણી વખત કેટલી કલાકો અને મહિના સુધી જીમમાં પરસેવો વહાવીને પણ પેટની ચરબી નીકળવાનું નામ નથી લેતી. આપણે ડાયટીંગ પણ કરીએ છીએ અને ખાવા પીવાનું પણ છોડી દઈએ છીએ તો પણ શરીરમાં કઈ ફર્ક પડતો નથી. ખરેખર તો પેટની ચરબીના નીચેના ભાગની નજીક એટલે કે સબક્યુટેનીસ અને આંતરડાની નજીક ચરબી જમા થાય છે અને તે સરળતાથી દૂર થતી નથી. આંતરડાની આસપાસ ચરબી પણ ડાયાબીટીસ અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું કારણ બન છે.

પેટની ચરબી ન ઘટવાનું કારણ :- ધૂમ્રપાન :- એક શોધમાં જાણવા મળ્યું છે કે ધૂમ્રપાને કારણે પેટ અને આંતરડામાં આસપાસ ચરબી જમા થવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે પેટની ચરબી ઓછી કરવા માંગતા હો તો ધૂમ્રપાનની આદત છોડી દેવી જોઈએ.તણાવ:- જયારે શરીરમાં તણાવ હાર્મોન્સ રીલીસ થાય છે તેના લીધે શરીરના મધ્યમ ભાગમાં ચરબી જમા થવા લાગે છે. માટે તણાવ દૂર કરવા કરવાનો પ્રયાસ કરવો. આ માટે તમારે યોગ અને ધ્યાન કરવું જોઈએ. જે ખુબ મદદ રૂપ સાબિત થશે.

કસરત:- જો તમે તમારા શરીર ની ચરબી મુજબ કસરત નથી કરતા તો પણ જો ચરબી ઓછી નહિ થાય. માટે તમે ડોકટરનો સંપર્ક જરૂર કરવો.

ખોટી કસરત:- જો તમે ચરબી ઓછી કરવાની કસરત કરવાના બદલે કોઈ બીજી કસરત કરો છો તો તેના લીધે પણ ચરબી જશે અહીં. તમારી માટે બેસ્ટ રહશે કે તમે દોડો અથવા ચાલવાનું રાખો.

દારૂ:- જો તમે દારૂ નું સેવન કરો છો તો આ પણ ચરબીનું કારણ બને છે. વજન અને ચરબી ઘટાડવા માટે તમારે કોઈ પણ પ્રકારના દારૂનું સેવન ન કરવું જોઈએ. આનાથી તમને ચરબી ઓછી કરવામાં પણ મદદ મળશે.

એનર્જી ડ્રીંક:- જો તમે ફ્રીઝ માં એનર્જી ડ્રીંક અથવા શુગર ડ્રીંક રાખો છો અને તેને પીવાનું પસંદ કરો છો તો એવું પણ બની શકે કે તમારા પેટ અને કમરની ચરબી જતી નથી. આમાં ઉચ્ચ કેલેરી હોય છે તે જે તમારું વજન વધારે છે.

ઓછું પાણી પીવાથી:- જો તમે આખો દિવસ ભરપુર પાણી પીશો તો તેનાથી તમારું પેટ ભરાઈ જશે અને કેલરી વધશે નહિ. એટલું જ નહિ પણ તમારું શરીર પણ હાઈટ્રેડ રહશે અને તમારું વજન પણ ઓછું કરશે.

અનુવાંશિક પરિબળો:- ઘણી વખત અનુવાંશિક પરીબળોના લીધે વજન ઘટતું નથી. આવી સ્થિતિમાં તમારે શરૂઆતથી જ સાવધાન રહેવું જોઈએ અને નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ.

ઓછી ઊંઘ:- જો તમે પુરતી ઊંઘ નથી લેતા તો પણ તમારું વજન વધવાનું કારણ બની શકે છે અને તણાવ પણ વધે સાથે વજન પણ માટે તમારે જરૂર પુરતી ઊંઘ લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment