આ શેરમાં જે રોકાણ કરનારા બની ગયા કુબેર સમાન, મળ્યા રોકાણ કરતા 450 ગણા વધુ પૈસા… આંકડો જાણી ઉડી જશે તમારા પણ હોંશ….

શેર બજારમાં રોકાણ કરનાર ઘણી વખત લાંબા સમયે લાખો તેમજ કરોડોની કમાણી કરતા હોય છે. પણ જો તમે શેર બજારમાં રોકાણ કરો છો તો પહેલા એવી કંપનીના શેરમાં રોકાણ કરો જેમાં તમને ભવિષ્યમાં સારું એવું રીટર્ન મળી શકે. ઘણી વખત જે શેરમાં તમે રોકાણ કર્યું હોય તે અમુક વર્ષના અંતરાલ પછી એવું રીટર્ન આપે છે કે તમે માલામાલ થઇ જાવ છો. આજે આપણે આ લેખમાં એવા શેર વિશે વાત કરીશું જે છેલ્લા 23 વર્ષમાં 450 ગણો વધ્યો છે અને તેમાં રોકાણ કરનાર લોકો આજે કરોડોમાં પોતાના પૈસા બનાવી રહ્યા છે. 

શેર બજારમાંથી એ જ રોકાણકાર વધારે પૈસા કમાઈ શકે છે જે ધૈર્ય રાખે છે. સ્ટોક માર્કેટમાં રોકાણનો મંત્ર પણ છે કે અહીં પૈસા શેર ખરીદવા અને વેચવાથી નહીં પરંતુ રાહ જોવાથી બને છે. ફેવિકોલ જેવી લોકપ્રિય પ્રોડક્ટ બનાવનાર પીડિલાઇટ ઇંડસ્ટ્રીઝના શેરે પણ આ વાતને સાબિત કરી છે. આજથી 23 વર્ષ પહેલા જે રોકાણકારે આ મલ્ટિબેગર શેરમાં પૈસા લગાવ્યા હતા અને પોતાના રોકાણને જાળવી રાખ્યું હતું, તેને મોટો નફો થયો છે. પીડિલાઇટ ઇંડાસ્ટ્રીઝના શેર સોમવાર 5 સપ્ટેમ્બરના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 2,839 રૂપિયાએ બંધ થયા. 1 જાન્યુઆરી 1999ના રોજ જ્યારે તેને એનએસઇ પર કારોબાર શરૂ કર્યું ત્યારે તેના શેરની કિંમત માત્ર 6.26 રૂપિયા હતી. આ પ્રકારે 23 વર્ષમાં આ શેરે પોતાના રોકાણકારોને લગભગ 45,251.44 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. 

મહિનામાં 7 ટકા વધ્યો:- મનીકંટ્રોલની એક રિપોર્ટ મુજબ, પીડિલાઇટ ઇંડસ્ટ્રીઝના શેરની કિંમત પાછલા એક મહિનામાં 7.16% વધી છે. વર્ષ 2022માં અત્યાર સુધી આ શેર પોતાના રોકાણકારોને લગભગ 14.76%નું રિટર્ન આપી ચૂક્યો છે. એક વર્ષમાં આ શેરમાં 21.25 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ જ રીતે, પાછલા 5 વર્ષમાં તેને પોતાના રોકાણકારોના પૈસા લગભગ અઢી ગણા એટલે કે 236.51 ટકા વધાર્યા છે. 10 વર્ષમાં આ શેરની કિંમત 1,280 ટકા વધી છે.1 લાખના બની ગયા 4.53 કરોડ રૂપિયા:- લોંગ ટર્મમાં આ પીડિલાઇટના શેરે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જે રોકાણકારે 23 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હતા. અને પોતાના રોકાણને જાળવી રાખ્યું હતું, તે રોકાણકાર આજે કરોડપતિ છે. કારણ કે આ અવધિમાં તેના 1 લાખ રૂપિયા વધીને 4.53 કરોડ રૂપિયા થઈ ગયા છે. આજ રીતે, જો કોઈ રોકાણકારે 1 જાન્યુઆરી 199ના રોજ પીડિલાઇટ ઇંડસ્ટ્રીઝના શેરમાં માત્ર 25 હજાર લગાવ્યા હોત તો આજે તેને 1.13 કરોડ રૂપિયા મળી રહ્યા હોત. 

લાર્જ કેપ કંપની છે પીડિલાઇટ:- પીડિલાઇટ ઇંડસ્ટ્રીઝ એક લાર્જ કેપ કંપની છે. તેનું બજાર પૂંજીકરણ 1.44 લાખ કરોડ રૂપિયા છે. તે નિફ્ટી નેક્સ્ટ-50 ઇંડેક્સમાં સમાવિષ્ટ છે અને હાલમાં 107.65 ના PE પર કારોબાર કરી રહી છે. પીડિલાઇટ ઇંડસ્ટ્રીઝ પાસે ફેવિકોલ સિવાય ફેવિક્વીક, ડોક્ટર ફિક્સિટ, રોફ, સાઈક્લો, રાનીપાલ અને એમસીલ જેવા ઘણા લોકપ્રિય બ્રાન્ડ છે. આમ જો તમે શેર બજારમાં રોકાણ કરો છો તો તેમાં ધીરજ રાખવી પ્રથમ જરૂરી છે. જેથી તમને સારું રીટર્ન મળી શકે.

(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment