માત્ર એક એક ગ્લાસ આનું સેવન જીવનભર રાખશે ગંભીર બીમારીઓને દુર, જાણો પીવાની રીત અને ફાયદા…

આ કોરોના સમયગાળા દરમિયાન, જ્યારે હોસ્પિટલોમાં ભારે ભીડ હતી, ત્યારે લોકોએ ઘરેલુ ઉપાયો અજમાવવા માટે ખુબ જ દિલચસ્પી આપી હતી. આવી સ્થિતિમાં અમે તમને અળસીના બીજના ચમત્કારિક ગુણધર્મો વિશે જણાવશું. જેના વૈજ્ઞાનિકોએ અનેક ફાયદાઓ જણાવ્યા છે, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

અળસીના છોડના નાના સોનેરી ભૂરા રંગના બીજ(લીનમ યુસેટિટેસીમમ), જેને તમે અળસીના નામથી જાણો છો, તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. બજારમાં અળસી તમને બીજ, તેલ, પાવડર, ગોળી, કેપ્સુલ અને લોટના રૂપમાં પણ મળી જશે. અળસીમાં ફાઈબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે.અળસીમાં મ્યુસીલેજ નામક ઘુલનશીલ ફાઈબર પણ હોય છે, જે પાણી દ્વારા એક જેલ ક્રિએટ કરે છે, મોમેંટને સોફ્ટ બનાવે છે. અળસીને કોઈ પણ શંકા વગર ઘરેલુ ઉપચારના રૂપમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આજે અમે તમને અળસીના પોષકતત્વો અને તેના ફાયદાઓ વિશેની જાણકારી જણાવશું.

અળસીના પોષકતત્વો :

કેલોરી – 37, પ્રોટીન – 1. 3 ગ્રામ, કાબ્સ – 2 ગ્રામ, ફાઈબર – 1.9 ગ્રામ, કુલ ફેટ – 3 ગ્રામ, સંતૃપ્ત ફેટ – 0.3 ગ્રામ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ – 0.5 ગ્રામ, પોલીઅનસેચ્યુરેટેડ ફેટ – 2.0 ગ્રામ, ઓમેગા 3 ફેટી એસિડ – 1,597 મિલિગ્રામ, વિટામિન બી-1, વિટામિન બી-6, ફોલેટ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા અનેક  પોષક તત્વો અળસીમાં હોય છે.બ્રેસ્ટ ગ્રોથ અને સ્કીન કેન્સરથી બચાવે છે અળસી : અળસીનો પ્રયોગ કબજિયાત થવા પર પણ કરવામાં આવે છે, આ સિવાય ઉધરસ, શરદી અને ત્વચામાં બળતરા થવા પર એક કુદરતી રૂપે સ્વાસ્થ્ય ઉપચાર માટે કરવામાં આવે છે. અળસી આપણા શરીર માટે જરૂરી ઓમેગા-3 ફેટી એસિડ અને લિંગાન નામક લાભકારી છોડના યૌગિકોમાં પણ એક સમૃદ્ધ છે.

શોધ અનુસાર, આ હૃદયના રોગથી લઈને બ્રેસ્ટ સાઈઝ ઓછી કરવા માટે, સ્કીન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે. આ સિવાય અળસીના બીજ ડાયાબિટીસ, હાઇકોલેસ્ટ્રોલ જેવી અનેક સ્વાસ્થ્યને લગતી સમસ્યાથી બચવા માટે, ડાયટ્રી સપ્લીમેંટના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે અળસી : ટેક્સાસ યુનિવર્સિટીના 2008 ના અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ અળસીના ઉપયોગ દ્વારા પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરના વિકાસમાં લગભગ 50 ટકાનો ઘટાડો કર્યો હતો. આ તે લોકો હતા, જેવો શસ્ત્રક્રિયા પહેલા 3 અઠવાડીયા સુધી દરરોજ 2 ચમચી(30 મિલી) અળસીના બીજનું સેવન કર્યું હતું.

કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરના લેવલને ઓછું કરે છે અળસી :

અળસી બ્લડ શુગરના લેવલને અને કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે. ડેનમાર્કમાં કોપેનહેગન વિશ્વવિધ્યાલયના 2012 ના એક અધ્યયન અનુસાર, અળસીના બીજનું સેવન કરવા વાળા લોકોમાં કોલેસ્ટ્રોલ 12 ટકાનો ઘટાડો થયો હતો અને હૃદય જોખમી એલડીએલ કોલેસ્ટ્રોલમાં 15 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે ચાઈનીઝ એકેડમી મેડિકલ સાયન્સ દ્વારા 2008 માં કરવામાં આવેલા સંશોધનમાં 55 લોકોએ દરરોજ અળસીનું સેવન કર્યું હતું અને તેમના બ્લડ શુગરનું સ્તર 25 ટકા ઘટ્યું હતું.આ રીતે કરો અળસીનો ઉપયોગ :

150 મિલી લિટર પાણી, દૂધ અથવા ફળોના રસ સાથે 12 ગ્રામ અળસી મિક્સ કરો અને પછી તેનું સેવન કરો. તમે દિવસમાં 2 થી 3 વાર તેનું સેવન કરી શકો છો. સાથે જ, આંતરડાની સમસ્યાથી બચવા માટે વધારે પ્રવાહી પદાર્થોને પીવાનું મહત્વ આપો. તેના સેવનથી તમને 12 થી 24 કલાકમાં જ પરિણામ મળશે. જ્યારે તમે કોઈ પણ મેડિકેશન એટલે કે દવાઓને લો છો, તો તમે અળસીને 1 કલાક પહેલા અથવા તો પછી લો. આમ તમે અળસીનું સેવન કરીને અનેક બીમારીમાંથી મુક્ત થઈ શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment