વાળની તમામ સમ્યાઓનું સમાધાન છે મફતમાં મળતી આ વસ્તુ, જેને તમે દરરોજ કચરામાં ફેંકી દો છો ?

દરેક સ્ત્રી અને છોકરી માટે તેના વાળ સુંદરતા માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેથી જ તે વાળને સુંદર બનાવવા માટે સ્ત્રીઓ અવનવા પ્રોડક્ટ્સ અને નુસ્ખા અજમાવતી હોય છે. આજે તો આમ જ, ખરાબ લાઈફ સ્ટાઈલ, બદલતી ઋતુ અને પ્રદૂષણના કારણે વાળને સ્વસ્થ રાખવા એક પડકાર બની ગયો છે. વાળને સ્વસ્થ રાખવા માટે બજારમાં કેટલાક પ્રકારના પ્રોડક્ટ મળે છે, પરંતુ તે કેમિકલ યુક્ત હોય છે, જે આપણાં વાળને વધારે નુકશાન પહોંચાડે છે અને આ સિવાય પૈસાની બરબાદી પણ થાય છે. સાથે જ તમને વાળ સંબંધી સમસ્યા જેવી કે, વાળ ઉતરવા, ડેંડ્રફ, ટાલપણું વગેરેનો સામનો પણ કરવો પડે છે.

હવે તમે તમારા વાળને સુંદર બનાવવા માટે, એક નેચરલ રીતને શોધી રહ્યા છો, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે સૌથી સારી પ્રોડક્ટ તો તમારા રસોડામાં જ અવેલેબલ છે. જી હા મિત્રો, તે પ્રોડક્ટ છે ‘ટી વોટર.’ જેને વાળમાં લગાવવાથી ઘણા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ આ લેખના માધ્યમથી કે વાળ પર ટી વોટર લગાવવાથી શું ફાયદા થાય.ચાના પાંદડાના ફાયદા : ચાના પાંદડા અને તેનું પાણી વાળ માટે એક ઘરેલું બેસ્ટ ઉપાય છે, જેને સહેલાઈથી ફોલો કરી શકાય છે. કેટલીક શોધમાં જાણવા મળ્યું છે કે, ચા ના પાંદડા વાળને સ્વસ્થ રાખવા માટે અને વાળને ઉતરતા રોકે છે. કારણ કે તેમાં એવા પોષક તત્વો હોય છે, જે વાળના વિકાસ અને વાળની ચમકને વધારવા માટે મદદગાર છે. તેમાં એન્ટી સેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હાજર હોય છે, જે તમારા વાળ માટે એક બેસ્ટ ઉપાય છે.

સાથે જ કેટલાક વૈજ્ઞાનિકના કહ્યા અનુસાર, ચાના પાંદડા વાળને તો ફાયદો કરે છે, પરંતુ સાથે જ તે શરીરને પણ કેટલીક જીવલેણ બીમારીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. કેટલીક શોધમાં કહેવામાં આવ્યું છે કે, ચાના પાંદડાથી પ્રાપ્ત નૈનોપાર્ટીકલ્સ ફેફસાના કેન્સર કોષોના વિકાસને રોકે છે અને તેને 80% નષ્ટ કરી દે છે. તેથી જ ચા પીવાની સાથે જ વાળ માટે પણ ઉપયોગી છે. તમે જે પણ ચા વાપરો છો, જેમ કે ગ્રીન ટી અથવા તો હર્બલ ટી અથવા તો કોઈ પણ સામાન્ય ટી, તમે તેના પાણીનો ઉપયોગ કરી શકો છો.વાળને મોઈચ્યુરાઈઝ : જો તમે ગ્રીન ટી થી વાળને ધોઈ રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે, તે તમારા વાળ માટે ખુબજ ફાયદાકારક છે, કારણ કે તેમાં વિટામિન બી-5, વેરિએંટ જેને પૈથેનોલ કહેવામાં આવે છે, જે તેમાં ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી વાળ ધોવાથી ડ્રાય અને હાઈડ્રેટ વાળ પણ મોઈચ્યુરાઈઝ થઈ જાય છે.

વાળનો ગ્રોથ : ચામાં રહેલ પોલીફેનોલ તત્વ તમારા સ્કેલ્પમાંથી ઇન્ફેકશનને દૂર કરી દે છે અને તેને પોષણ દેવાનું કામ કરે છે. તેનાથી ફાયદો એ થાય છે કે, વાળ સ્વસ્થ બને છે અને તે વધવા લાગે છે. આ સિવાય, ચાના પાણીથી વાળ ધોવાથી સ્કેલ્પમાંથી ઇન્ફેકશન ઓછું થવા લાગે છે અને વાળ ઉતરતા બંધ થઈ જાય છે. તેથી જ, તમે તમારા વાળને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમે ચાના પાણીથી વાળને ધોઈ શકો છો.વાળમાં ચમક : ચાના પાણીથી વાળ ધોવાથી ખોવાયેલી વાળની ચમક પાછી આવી જાય છે, કારણ કે તેનો ઉપયોગ કંડિશનરના રૂપમાં પણ કરવામાં આવે છે. તમે તેનો ઉપયોગ અઠવાડીયામાં 2 વાર કરી શકો છો. આ સાથે જ જો તમારા વાળ વધારે રફ છે, તો તમે ડોક્ટરની સલાહથી કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો.

ચાનું પાણી બનાવવાની રીત અને સામગ્રી : 1 લિટર – પાણી, 5 ચમચી – ચાના પાંદડા અથવા ટી બેગ.

બનાવવાની રીત : આ મિશ્રણને બનાવવા માટે એક વાસણમાં પાણી લો, પછી ગેસ ઓન કરો અને પાણીને ઉકાળો કરો. પાણી ઉકળી ગયા પછી તેમાં ચાના પાંદડાને નાખો અને ખુબ જ ઉકાળો. આ મિશ્રણ બોઈલ થઈ ગયા પછી ગેસને બંધ કરી દો અને ઠંડુ થવા દો. પાણી ઠંડુ થઈ ગયા પછી એક બ્રશની મદદથી તેને સ્નાન પહેલા વાળમાં 20 મિનિટ સુધી લગાવેલું રાખો. પછી વાળને ગરમ પાણીથી ધોઈ લો.

આ ટિપ્સ ખુબ જ ઉપયોગી છે તમે પણ આનો સહેલાઇથી ઉપયોગ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment