ચિયા બીજને અનેક કારણોથી લરાઉન્ડર માનવામાં આવે છે. પાચન સ્વાસ્થ્ય, આયરન, ઓમેગા-3 અને શુગર ફેટને વધારવાની સાથે જ, સ્વાસ્થ્યને પણ સારું બનાવે છે ચિયા બીજ. ચિયા બીજના સૌથી વધારે સારા, નાના સફેદ બીજ અને કાળા બીજ તમારા વજનને ઓછું કરવા માટે અને પેટની ચરબીને ઓછી કરવા માટે વધારે ફાયદાકારક છે. મિત્રો તમને જણાવી દઈએ કે ચિયા બીજ એટલે ગુજરાતીમાં તેને તકમરિયા કહેવામાં આવે છે. આ જ કારણ છે કે, ચિયા બીજ ઈંટરનેટ ખબર(ન્યૂજ)માં બદલાઈ ગયા છે અને સેલેબ્સ દ્વારા તેની ભલામણ કરવામાં આવી છે.
પોષકતત્વોથી ભરપૂર : દક્ષિણ અમેરીકામાંથી આવતું આ મૂળ બીજ પોષકતત્વોથી ખુબ જ ભરપૂર છે. જે પણ લોકો તેના વિશે નથી જાણતા, તેના માટે આ એક સ્વાસ્થ્યપ્રદ પોષકતત્વોમાંથી એક છે. 100 ગ્રામ ચિયા બીજમાં 16.5 ગ્રામ પ્રોટીન, 34.4 ગ્રામ ડાયટરી ફાઈબર, 7.7 મિલી ગ્રામ આયરન અને 335 મિલીગ્રામ મેગ્નેશિયમ હોય છે. તે ઓમેગા-3 ફેટી એસિડથી સમૃદ્ધ છે.તકમરિયા કેવી રીતે ખુબ જ સહેલાઈથી તમારું વજન ઘટાડવામાં મદદ કરે : ચિયા બીજ એક કાર્બોહાઈડ્રેટ યુક્ત અનાજ છે, જે એકવાર પાણી અથવા તો અન્ય કોઈ પણ પ્રવાહી પદાર્થમાં પલાળવાથી ફૂલી જાય છે. ચિયા બીજના સૌથી ઉત્તમ લાભમાંથી એક લાભ એ પણ છે કે, તેમાં વધારે માત્રામાં ફાઈબર સામગ્રી હોય છે, જે શરીરના કામકાજ અને વસાને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી છે.
એવું કહેવામાં આવે છે કે, 2 ચમચી ચિયા બીજની અંદર 10 ગ્રામ જેટલું ફાઈબર હોય છે. એ કારણથી તે વજન ઘટાડવામાં કારગર છે. તે એક છોડ આધારિત પ્રોટીનનો એક મુખ્ય સ્ત્રોત પણ બનાવે છે. યુરોપીયન જર્નલ ઓફ ક્લિનિક ન્યૂટ્રીશનના એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ચિયા સીડ્સ સપ્લીમેંટેશનથી ભૂખ ઓછી થાય છે અને સહભાગીઓમાં સંતોષ વધે છે. ચિયા બીજ શરીરમાંથી ઝેરી પદાર્થો અને વસાને દૂર કરવામાં મદદ કરે છે.
શું થાય છે, જ્યારે તમે નિયમિત રૂપથી ચિયા બીજનું સેવન કરો છો : ચિયાના બીજમાં એન્ટિઓક્સિડેંટ અને ઓમેગા-3 હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરમાં ખરાબ વસા અને ખરાબ મુક્ત કણો સામે લડવામાં મદદ કરે છે. તેમાં જીરો કોલેસ્ટ્રોલ પણ હોય છે, જે વધતાં જતાં વજનને રોકવાનું કામ કરે છે.કેટલીક શોધોથી એ પણ જાણવા મળ્યું છે કે, ચિયા બીજ આંતરડામાં રહેલ ઝેરી પદાર્થોને સાફ કરે છે અને પેટની આસપાસ જમા થયેલ આંતરડાની વસા પેશીને જાળવવામાં અત્યંત ફાયદાકારક છે. એવું પણ કહેવામાં આવે છે કે, ચિયા બીજનું નિયમિત રૂપથી સેવન કરવાથી ડાયાબિટીસ અને રક્તચાપના સ્તરને કેટલીક હદ સુધી રોકી શકાય છે.
ચિયા બીજનું વધારે સેવન કરવાથી નુકશાન : ચિયા બીજના આ અનેક પાવરફૂલ સ્વસ્થ પોષક તત્વોના કારણે જ તેને એક સુપર ફૂડ કહેવામાં આવે છે. કેલેરી અને વસાની માત્રા(2 મોટી ચમચીમાં 138 કેલેરી) હોય છે. તેથી જ, જો આનું વધારે માત્રામાં સેવન કારવામાં આવે તો, વજન ઘટવાનું ઉલ્ટુ પણ થઈ શકે છે. જો તમે વજન ઘટાડવાના વિચારથી ચિયા બીજનું સેવન કરવા માંગો છો, તો તમારે સંયમ અને નિયમથી ચિયા બીજનું સેવન કરવું જોઈએ.
અમે તમને જણાવશું કે, તમારા આહારમાં ચિયા બીજને લેવાની સાચી રીત અને કેટલી માત્રા લેવી જોઈએ. તમારી સ્મૂદી અને સલાડમાં ચિયાના બીજ ઉમેરી શકો છો અને છંટકાવ કરી શકો છો, એ તેના તમામ ફાયદાઓનો ઉપયોગ કરવાનો શ્રેષ્ઠ માર્ગ હોય શકે છે.જો તમે ચિયા બીજના બધા જ સ્વાસ્થ્ય લાભોને અનલોક કરવા માંગો છો અને તમારો વજન ઓછો કરવા માંગો છો, તો બીજોથી થતાં પોષણ લાભો માટે, તેને આખી રાત સુધી પલાળીને રાખવા જોઈએ અને પછી તેનો ઉપયોગ કરવો જોઈએ.
ચિયા બીજને આખી રાત પલાળવા : ચિયા બીજને આખી રાત પાણી અથવા દૂધમાં પલાળીને રાખવાથી તે અંકુરિત થાય છે અને કોઈ પણ પણ પ્રકારના પાચનમાં કંઈ પણ અવરોધ થાય છે, તો તેને ઠીક કરે છે. ચિયા બીજનું સેવન કરવાથી કોઈ વાસ્તવિક નુકશાન થતું નથી, ચિયા બીજને કોઈ પણ પ્રવાહી પદાર્થમાં પલાળવાથી તમને બધા જ પોષણ લાભ મળવામાં મદદ મળે છે. સાથે જ, આ પ્રક્રિયામાં જે પાણી શોષાય છે, તે તમને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.
તમે પાણીમાં 1 અથવા 2 ચમચી ચિયા બીજને પલાળી શકો છો, તેનું તમે સવારે સેવન કરો. અને બનાવવાની બીજી રીત એ છે કે, વધારાના પાણીને કાઢી લો અને જેલ જેવા મિશ્રણનો ઉપયોગ કરો અને પછી તેને તમે તમારા ભોજનમાં સામેલ કરો.એક કટોરી દહીંમાં ચિયા બીજને ઉમેરો. દહીં ખુબ જ સારા બેક્ટેરિયાથી ભરપૂર હોય છે, જે ઝેરી પદાર્થોને દૂર કરે છે. ચિયા બીજને તમે નાસ્તામાં પ્રોટીન અને ફાઈબરનું કોમ્બીનેશન લઈ શકો છો.
વજન ઘટાડવા માટે સ્વાદિષ્ટ અને ઉર્જા આપવા વાળું સ્નેક વાર બનાવવા માટે ઓટમિલ અને ચિયા બીજનો પણ ઉપયોગ કરી શકાય છે. એક ખુબ જ સહેલી એનર્જી બાઈટ તૈયાર કરવા માટે તમે કોઈ પણ સૂકા મેવા, નટ બટરની સાથે ઓટ્સ અને ચિયા બીજનો ઉપયોગ કરી શકો છો. તે તમને થોડી જ વારમાં સંતોષ કરી દેશે. આવી જ, રીતે તમે અન્ય પ્રોટીનથી ભરપૂર ડેઝર્ટ પણ બનાવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી