આ છે હાઈ બ્લડ પ્રેશરના વોર્નિંગ સાઈન… દેખાય છે આવા નિશાન.. આજે જ ઓળખો

મિત્રો આજકાલ ઘણા લોકોને બ્લડ પ્રેશરની તકલીફ થતી હોય છે. પણ ઘણી વખત બ્લડ પ્રેશર અચાનક જ શરીરમાં વધવા લાગે છે અને પછી તેને કંટ્રોલ કરવામાં ખુબ જ મુશ્કેલી થાય છે. પણ જો તમને પહેલેથી ખબર પડી જાય કે, તમારું બ્લડ પ્રેશર હાઈ થઈ રહ્યું છે તો તમે સમય રહેતા તેનો ઈલાજ કરી શકો છો. આથી જ્યારે પણ તમારા શરીરમાં બ્લડ પ્રેશર હાઈ થાય છે ત્યારે તમારું શરીર તેના સંકેત આપે છે બસ તે ધ્યાન રાખો.

હાઈ બ્લડ પ્રેશર ધીમે ધીમે માણસને મોત સુધી પહોંચાડી દે છે. આથી જ આ બીમારીને સાઈલેંટ કિલર કહે છે. હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો વિશે લોકો સારી રીતે જાણતા હોય છે. પણ શું તમે તેના એવા બે લક્ષણને જાણો છો જેમાં માણસનું મોઢું જોઈને બીમારીને ઓળખી શકાય છે.

હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનનું કનેક્શન આર્ટીરીયલ્સ નામની ધમનીઓ સાથે છે. આર્ટીરીયલ્સ આપણા શરીરમાં બ્લડ ફ્લોને રેગુલેટ કરવાનું કામ કરે છે. જ્યારે તે પાતળી થઈ જાય છે તો માણસનું હૃદય લોહીને પંપ કરવા માટે વધુ મશક્કત કરવી પડે છે સાથે નસમાં પણ પ્રેશર ઘણું વધી જાય છે.

એક રિપોર્ટ અનુસાર માથામાં ચક્કર જેવું લાગવું, ગભરાહટ, પરસેવો આવવો અને નીંદર ન આવવી હાઈ બ્લડ પ્રેશરના લક્ષણ હોઈ શકે છે. આ લક્ષણ એટલા સામાન્ય છે કે, તેના ઘણા બીજા કારણો પણ હોઈ શકે છે.

જ્યારે બીજી એક અન્ય રિપોર્ટ અનુસાર આંખમાં બ્લડ સ્પોર્ટ જેને સબ્સકંજકટીવલ હેમરેજ કહેવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશરની વોર્નિગ સાઈન હોઈ શકે છે. એક્સપર્ટના કહ્યા અનુસાર આંખમાં બ્લડ સ્પોર્ટ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરમાં એક સરખું લક્ષણ છે. કદાચ આંખના ડોક્ટર અનટ્રીટીડ હાઈ બ્લડ પ્રેશરના કારણ ઓપ્ટિક નવર્સના નુકશાનની ખબર પડે છે.

આ સિવાય ચહેરો લાલ થવો એ પણ હાઈ બ્લડ પ્રેશરથી સીધો કનેક્શન બતાવે છે. ફેસ ફ્લશિંગની આ સમસ્યા તે સમયે ચહેરા પર હોય છે જ્યારે ચહેરાની રક્ત વાહિકાઓ પાતળી થઈ જાય છે. આવું અપ્રત્યાશિત રૂપે થઈ શકે છે. અથવા સૂર્યના સંપર્કમાં આવવાથી, શિયાળામાં, સ્પાઈસી ફૂડ, હવા, ગરમ પેય અથવા સ્કીન કેર પ્રોડક્ટ તેને ટ્રીગર કરી શકે છે.

આ સિવાય ઇમોશનલ સ્ટ્રેસ, હીટ, અથવા ગરમ પાણીમાં સંપર્કથી, શરાબ વધુ પીવાથી, બ્લડ પ્રેશર વધારતી કસરત પણ ફેશિયલ ફ્લશિંગને વધારી શકે છે. ફેશિયલ ફ્લશિંગની આ સમસ્યા તે સમયે થઈ શકે છે જ્યારે શરીરનું બ્લડ પ્રેશર સામાન્યથી વધારે હોય.

બ્લડ પ્રેશરને લઈને લોકોમાં ઘણા પ્રકારના ભ્રમ હોય છે. આમ જાણકારી ન હોવાથી લોકો ઉચિત પગલા નથી લઈ શકતા. બ્લડ પ્રેશરને લઈને સામાન્ય રીતે લોકોમાં એવી ભૂલ હોય છે કે, તેમને માટે મુશ્કેલી ભરી હોય છે. જરૂરત કરતા વધુ મીઠું બ્લડ પ્રેશર અને કિડની બંને માટે ખરાબ છે. મીઠું ઓછું ખાવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. પણ જો તમને લાગે છે કે માત્ર મીઠું ઓછું કરવાથી હાઈપર ટેન્શન ઓછું થઈ જશે તો તે ખોટું છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે યોગ્ય લાઈફસ્ટાઈલ રાખવી પણ ખુબ જરૂરી છે. આમ તમારે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે યોગ્ય ખોરાકને પોતાની ડાયટમાં સામેલ કરવી જોઈએ. તેમજ જરૂર પડે તો ડોક્ટરની સલાહ મુજબ ઈલાજ કરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment