આ વ્યક્તિએ તિરૂપતિ મંદિરમાં ચડાવ્યું સાડા 3 કિલોગ્રામ સોનું, રાખી હતી આવી માનતા, 3 હજાર કરોડના સોનાના માલિક છે આ અમીર દેવતા…

મિત્રો તમે તિરુપતિ બાલાજીનું નામ તો સાંભળ્યું જ હશે. તેમજ ત્યાં ઘણા લોકો દર્શન પણ કરી આવ્યા હશો. કહેવાય છે કે, અહિયાં જેટલું દાન આવે છે તેટલું બીજી કોઈ જગ્યા પર નથી આવતું. દરરોજ કરોડોની સંખ્યામાં દાન આવે છે. તેમજ અહીં રાખેલી મન્નત(માનતા) પણ પૂરી થાય છે. જો કે અહીં દર્શન કરવા માટે ખુબ મોટી લાઈનમાં ઉભું રહેવું પડે છે. ચાલો તો આ મંદિરનો એક એવો કિસ્સો જાણીએ, જેને સાંભળીને તમારા હોંશ ઉડી જશે.

આંધ્રપ્રદેશના તિરુમાલાના ફેમસ તિરુપતિ બાલાજી મંદિરમાં 24 ફેબ્રુવારીએ એક ભક્તે પોતાની માનતા પૂરી થતા 2 કરોડ રૂપિયાના સોનાના શંખચક્ર ચડાવ્યા હતા. ANI એ આ સોનું ચડાવવાનો ફોટો શેર કર્યો હતો. તેની પછી આ બાબત ચર્ચામાં આવી. જાણવામાં આવ્યું હતું કે, તામિલનાડુમાં રહેવાવાળા ભક્તે એક મન્નત માંગી હતી. કોરોનાને લીધે એની તબિયત ખુબ ખરાબ થઈ ગઈ હતી. ભગવાનની કૃપાથી તે સારી થઈ ગઈ હતી. ત્યાર પછી આ માણસે 2 કરોડ રૂપિયાના શંખ અને ચક્રને મંદિરમાં ભેટ આપ્યા હતા. મંદિરના અધિકારીઓ પ્રમાણે સોનાના આ શંખ અને ચક્રનું વજન સાડા 3 કિલો હશે. તમને જણાવી દઈએ કે તિરુપતિ મંદિરને ભારતના અમીર મંદિરમાં ગણવામાં આવે છે. સાથે બાલાજીને સૌથી અમીર દેવતા થવાનું બિરુદ મળ્યું છે. ચાલો બતાવીએ કેટલા અમીર છે આ દેવતા……

2 કરોડના શંખચક્રના ચડાવ્યા પછી એક વખત તિરુપતિ બાલાજી ચર્ચામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે મંદિરના મુખ્ય દેવતાને આ ઘરેણાં પહેરાવવામાં આવશે. જો કે આ પહેલી વખત નથી કે મંદિરના દેવતાને સોનું ચડાવવામાં આવ્યું  છે. અહીં અકસર સોનું દાન કરવામાં આવે  છે.

તિરુપતિને દુનિયાના સૌથી અમીર મંદિરમાં ગણવામાં આવે છે. અહીં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. લોકો અહીં પોતાની મુરાદ કે માનતા લઈને આવે છે અને જ્યારે આ પૂરી થાય છે ત્યારે આ મન્નત પૂરી કરે છે. આ કારણે આ મંદિરની દાનપેટી હંમેશા ભરી રહે છે. રોકડ સિવાય અહીં ભક્ત સોનું પણ ચડાવે છે. અનુમાન પ્રમાણે મંદિરના ખજાનમાં 8 ટન આભૂષણ છે. તેની સાથે અલગ-અલગ બેંકોમાં મંદિરના નામે 3 હજાર કરોડ કિલો સોનું કરવામાં આવ્યું છે.

ખાલી સોનું જ નહિ, પણ આ મંદિરમાં રોકડ પણ ખૂબ ચડાવવામાં આવે છે. ત્યારે જ તો કેટલીક બેંકમાં મંદિરના નામથી 1 હજાર કરોડ રૂપિયાની એફડી પણ કરવામાં આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે, તિરુપતિ બાલાજીની વાર્ષિક  આવક 650 કરોડ રૂપિયા છે.

તિરુપતિ બાલાજીના દર્શન કરવા દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આવે છે. અત્યારે આ મંદિરની કુલ સંપત્તિ 50 હજાર કરોડથી વધારે છે. ખાલી નવરાત્રીના સમયે આ મંદિરમાં 12 થી 15 કરોડ ચડાવવામાં આવે છે. આ મંદિરની રખેવાળી માટે હજારો કર્મચારી રાખવામા આવ્યા છે.

દાનમાં આવેલ પૈસાથી જ એમને સેલેરી આપવામાં આવે છે. દાનના પૈસા ગણવા માટે અહીં કેટલા બધા કર્મચારી રાખવામા આવે છે. માત્ર સામાન્ય માણસ જ નહિ પરંતુ કેટલાક મંત્રીઓ અને સેલેબ્સનો પણ તિરુપતિ પર ખૂબ વિશ્વાસ છે. કર્ણાટકના પયર્ટન મંત્રી રહેલા જનાર્દન રેડ્ડીએ મંદિરમાં હીરાથી જડેલી 16 કિલોનો સોનાનો મુકુટ ચડાવ્યો હતો. જેની કિંમત 45 કરોડ રૂપિયા છે.

તિરુપતિ બાલાજીનું મંદિર ખુબ પ્રખ્યાત છે. આ મંદિરના દર્શન કરવા લોકો દૂર-દૂરથી આવે છે. અને અહીં હંમેશા ભક્તોની ભીડ જોવા મળે છે. કારણ કે આ મંદિરમાં લોકોની ખૂબ શ્રદ્ધા  અને વિશ્વાસ છે. તેથી લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે. ભક્તોની જે કંઈ પણ માનતા હોય તે પૂરી કરે છે. તેમજ લોકોની માનતા પૂરી થતાં લોકો પોતાની રીતે દાન પણ કરે છે. હાલમાં કોરોનાથી બચેલા દર્દીએ જેમને માનતા માંગી હતી તેની માનતા પૂરી થતાં સોનાનું દાન કર્યું હતું.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment