મિત્રો ફળોનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ રહેલું છે. જે વ્યક્તિ નિયમિત રીતે અલગ અલગ પ્રકારના ફળોનું સેવન કરતો હોય છે તેના શરીરમાં ક્યારેય પણ કોઈ રોગ પ્રવેશી શકતો નથી. તેનું કારણ એ છે કે, દરેક ફળમાંથી કંઈને કંઈ વસ્તુ મળી રહે છે. શરીર માટે પુરતી માત્રામાં ફાયબર, વિટામીન, પ્રોટીન અને બીજા તત્વો મળી રહેવા ખુબ જ જરૂરી છે. જે ફળોમાંથી આરામથી મળી રહે છે. મિત્રો આજે આપણે પપૈયાના ફળ વિશેની વાત કરવાની છે. ખાસ કરીને ચામડી અને પેટ માટે પપૈયાને ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ઉનાળાની સિઝન આવી રહી છે. આવી સ્થિતિમાં બજારમાં પપૈયા ઘણા બધા જોવા મળતા હોય છે. હવે જો કે તમને દરેક સિઝનમાં પપૈયા મળે છે, પરંતુ ઉનાળામાં તેઓ શ્રેષ્ઠ ગુણવતા સાથે આવે છે. આ સિવાય ઉનાળામાં પપૈયા ખાવાનું તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો કે તમને આ લાભ ત્યારે જ મળશે જ્યારે તમે યોગ્ય ગુણવત્તા અને સારા પપૈયા ખરીદો અને ઘરે લાવશો તો.
ઘણી વખત લોકો દુકાનદારની વાતોમાં ભોળવાઈ જઈને અથવા બહારનો દેખાવ જોઈને પપૈયું ખરીદતા હોય છે. પરંતુ જ્યારે તેને કાપવામાં આવે છે, ત્યારે તે કાચું, ઝાખું અથવા સ્વાદહીન હોય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક સારા અને પરફેક્ટ પપૈયા પસંદ કરવાની યુક્તિ જણાવવા જઈ રહ્યા છીએ.
મોટા ભાગના લોકો પપૈયા ખરીદે છે અને તેનો પીળો રંગ જોઈને ઘરે લઈ આવે છે. તેઓ વિચારે છે કે, તે પાકેલું છે, પરંતુ પપૈયાના રંગને બદલે, તેના પટ્ટા પર ધ્યાન આપવું જોઈએ. જો પપૈયાની ઉપરની પટ્ટી પીળી કે નારંગી રંગની હોય તો તે પાકી છે. બીજી બાજુ જો તમે પપૈયામાં થોડોક લીલો પણ જોશો, તો સમજો કે તે હજી કાચું છે.
ઘણી વખતે પપૈયા ઘરે લાવતા અંદરથી સડી ગયું અથવા સ્વાદહીન પણ આવે છે. આ કિસ્સામાં, તમારે પપૈયાને થોડું દબાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તેને સહેલાઈથી દબાવવામાં આવે અથવા પોચું પોચું લાગે તો ખરીદી કરશો નહિ. આવા પપૈયા અંદરથી સડેલા હશે. જો તમને પપૈયા દબાવવાનું મુશ્કેલ લાગે છે, તો તેને ખરીદી લો.
જો તમને પપૈયામાં સફેદ ધારી દેખાય છે, તો તેને ભૂલથી પણ ન ખરીદવું. આ પ્રકારના પપૈયા વધુ પાકા અને જુના હોય છે. તેની અંદર ફૂગ હોય છે. જો તમે સફેદ ધારી વાળા પપૈયાને કાપશો તો તે અંદરથી ગળેલું જ નીકળશે. તે અમુક ભાગમાં મીઠું હોય શકે છે પરંતુ અન્ય ભાગમાં એ સ્વાદહીન હોય છે. તેનાથી પણ મહત્વનું એ છે કે, ફૂગ સાથે પપૈયા ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
પપૈયાની સુગંધ એ પણ દર્શાવે છે કે, તે સારું છે કે ખરાબ છે. જો તમને ખુબ જ પપૈયાની ગંધ આવે છે, તો તે અંદરથી મીઠું અને પાકેલું હોય છે. તેથી પપૈયાની ખરીદી કરતી વખતે તેને સૂંઘવાનું ભુલાશો નહિ.
ઘણી વખત એવું થાય છે કે, પપૈયા વેચનાર તમને પપૈયા ખવડાવે છે જે ખુબ જ મીઠા હોય છે. પરંતુ જ્યારે તમે ઘરે જાવ ત્યારે તેને ખાવ છો, તેનો સ્વાદ સારો નથી લાગતો. તેનું કારણ એ છે કે, દુકાનદાર તમને પપૈયાના સૌથી પાકેલા ભાગને કાપીને ખવડાવે છે. તે પપૈયાના ખરાબ ભાગને ખાતો નથી કે નથી ચાખતો. તેથી ઉપર જણાવેલ ટીપ્સના આધારે તેને ખરીદો.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.