એરંડિયું એટલે કે કેસ્ટર ઓઈલ વિશે તો, તમે જરૂરથી સંભાળ્યું જ હશે. કેમ કે વાળની સમસ્યાને દૂર કરવા માટે મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરે છે. પરંતુ અમે તમને પૂછીએ કે, તમે ક્યારેય પણ કાળા એરંડિયા વિશે સંભાળ્યું છે અથવા તેનો ઉપયોગ વાળની સુરક્ષા માટે કર્યો છે ? તો લગભગ દરેક સ્ત્રીનો જવાબ ના હશે. માટે આજે અમે તમને કાળા એરંડિયાના તેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે વાળથી જોડાયેલ સમસ્યા જેવી કે, ઉતરતા વાળ માટે એક રામબાણ ઉપાય છે.
કાળા એરંડિયાનું તેલ એ ખુબ જ લાંબા સમયથી વાળનો ગ્રોથ વધારવા માટેનું એક સિક્રેટ છે. આપણાં અદ્દભુત સૌંદર્ય લાભો સિવાય, આ તેલ ખરતા વાળના ઈલાજ માટે, વાળનો ગ્રોથ વધારવા માટે અને જાડા વાળ માટે ખુબ જ ઉપયોગી છે. તો ચાલો આ આર્ટીકલના માધ્યમથી કાળા એરંડિયાના તેલથી જોડાયેલ 3 વાતોને વિસ્તારથી જાણીએ.એરંડિયાનું તેલ અને કાળા એરંડિયાના તેલમાં શું ભેદ છે ? : એરંડાના તેલના છોડના દાણાને શેકવાથી અને પછી તેનો ભૂકો કરીને કાળા એરંડિયાના તેલને કાઢવામાં આવે છે. ત્યારબાદ આ મિશ્રણને બાફવામાં આવે છે. પરિણામે જાડું અને ઘાટું બ્રાઉન તેલ નીકળે છે. જ્યારે રેગ્યુલર એરંડિયાનું તેલ આછા પીળા રંગનું હોય છે અને તાજા એરંડિયાના બીને દબાવીને બનાવવામાં આવે છે અને તેને કાળા એરંડાના તેલની જેમ ઉકાળવામાં આવતું નથી.
વિવિધ પદ્ધતિ દ્વારા મેળવેલ તેલ હોવાથી, કાળા એરંડિયા તેલમાં પીએચ સંતુલન વધારે હોય છે અને તેમાં વધારે સ્પષ્ટ ગુણધર્મો હોય છે. કાળા એરંડિયાના તેલમાં એક્ટિવ સંધટક રિસીનોલીઇક એસિડ હોય છે, જે સ્કેલ્પના સર્ક્યુલેશનમાં મદદ કરે છે અને હેલ્દી વાળની ગ્રોથ માટે સ્કેલ્પને પોષકતત્વ પ્રદાન કરે છે.કાળા એરંડાના તેલને ઉપયોગ કરવાની રીત : ખરતા અને પાતળા વાળ માટે કાળા એરંડાના તેલનો ઉપયોગ કરવા માટે 1 મોટી ચમચી કાળા એરંડિયાના તેલને ગરમ કરો. તેની અંદર મેંદી અને પેપરમીટ એસેશિયલ ઓઈલના થોડા ટીપાં પણ ઊમેરો.
જો કાળા એરંડિયાનું તેલ વધારે ઘાટું છે અને તેને વાળ પર લગાડવું ખુબ જ મુશ્કેલ છે, તો તેલને લગાડવું સહેલું બનાવવા માટે તેની અંદર નારિયળનું તેલ અથવા આર્ગન તેલની પણ 1 ચમચી ઉમેરી શકો છો. તમારા સ્કેલ્પ પર 5 મિનિટ સુધી આ ગરમ તેલની મસાજ કરો.
હવે તેને 30 મિનિટ સુધી અથવા રાત સુધી લગાવેલું રાખો અને વાળને શેમ્પૂની મદદથી ધોઈ લો. એસેશિયલ ઓઈલ પાતળા વાળને ફરી ઉગાડવામાં મદદ કરે છે અને જ્યારે કાળા એરંડિયાની સાથે મેળવવામાં આવે છે, ત્યારે તે વાળનો ગ્રોથ વધારવા માટે તે શક્તિશાળી તેલ બની જાય છે. હવે જાણીએ કાળા એરંડિયાના તેલથી વાળને શું ફાયદો થાય છે.ઉતરતા વાળનો ઈલાજ : કાળા એરંડિયાનું તેલ એ એક કુદરતી કંડિશનર છે, જે દરેક પ્રકારના વાળ માટે એકદમ બેસ્ટ છે. આ વાળના મૂળને મજબૂત કરે છે, ખરતા વાળની કેર કરે છે અને બેમુખા વાળને સ્મૂથ કરવામાં મદદ કરે છે. આ સ્કેલ્પને પોષણ આપે છે અને સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે, સાથે જ વાળના મૂળને પણ મજબૂત કરે છે. તે નવા વાળના ગ્રોથને પ્રોત્સાહિત કરે છે અને પાતળા વાળનો ઈલાજ કરવામાં મદદ કરે છે.
ખોડાની સારવાર : કાળા એરંડિયાનું તેલ ડ્રાઈ વાળ અને તેની સાથે આવતી સમસ્યા, જેવી કે ખોડો અને ખંજવાળને દૂર કરે છે. એરંડિયાના તેલમાં રીસિનોલેઈડ એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ એક ઓમેગા-19 ફેટી એસિડ છે, જેમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે.
વાળનો ગ્રોથ : જેમ કે, અમે તમને જણાવી ચૂક્યા છીએ કે, એરંડિયાના તેલમાં રહેલ રીસિનોલેઇક એસિડ સાફ અને હેલ્દી સ્કેલ્પમાં વધારો કરે છે અને નરમાશને રાખવામા મદદ કરે છે. આ બધી જ વાતો વાળના ગ્રોથને વધારવા માટે ખુબ જ જરૂરી છે. તેથી જ, જો તમારું લક્ષ વાળને લાંબા કરવાનું છે, તો તમારે કાળા એરંડિયાના તેલનો ઉપયોગ કરવો જોઈએ.વાળને ચમકદાર બનાવવા માટે : કાળા એરંડિયાના તેલને વાળને લગતા ફાયદાઓથી જાણવામાં આવે છે. આ વિટામિન-કેથી ભરપૂર હોય છે, જે વાળને સ્મૂથ કરે છે અને પોષણ દેવામાં મદદ કરે છે. તમે તેનો ઉપયોગ કરીને સલૂન જેવી શાઈન પામી શકો છો.
જો તમે વાળને ખરતા અટકાવવા માંગો છો અને આ સમસ્યાથી મુક્તિ મેળવવા માંગો છો, સાથે જ, વાળને જાડા અને સુંદર બનાવવા માંગો છો, તો તમે કાળા એરંડિયાના તેલનો ઉપયોગ જરૂરથી કરો. જો કે, આ તેલ પૂરી રીતે નેચરલી છે અને તેનો ઉપયોગ કરવાથી કોઈ પણ સાઇડ ઇફેકટ પણ થતી નથી.
પરંતુ તેમ છતાં આનો ઉપયોગ કરતાં પહેલા એકવાર જરૂરથી ટેસ્ટ કરવો જોઈએ. વાળને લગતી સમસ્યા દૂર કરવા માટે તમે કાળા એરંડિયાના તેલનો ઉપયોગ કરી શકો છે અને તમે તમારા ખરતા વાળને અટકાવી શકો છો. તેમજ જો ખોડો થઈ ગયો હોય તો પણ તે કાળા એરંડિયાનો ઉપયોગ કરવાથી દૂર થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી