ઘરમાં આવતા જીવજંતુથી પરેશાન હો તો આજમાવો આ કેમિકલ વગરના ઘરેલું ઉપાય, મફતમાં જ મળી જશે છુટકારો અને બીજીવાર આવશે પણ નહિ…

ઋતુ બદલાવાના કારણે ઘરમાં અલગ-અલગ પ્રકારના જીવ જંતુઓ આવી જાય છે. અને અલગ-અલગ જીવ-જંતુઓનો ઉદ્ભવ થવા માંડે છે. જો તે એક વખત પોતાની જગ્યા બનાવી લે ત્યાર પછી તે જલ્દીથી જવાનું નામ લેતા નથી. તમારું ચોખ્ખું અને સુરક્ષિત ઘર કીડા મકોડાથી ભરાઈ જાય તો તમને ખુબ જ તકલીફ પડશે, ઘણી વખત તો એવું પણ થાય છે કે, વારંવાર સફાઈ કર્યા પછી પણ મચ્છર, માખી, કીડી, વંદા વગેરેની સમસ્યા ઘરમાં રહ્યા જ કરે છે. તેવા સમયમાં પેસ્ટ કંટ્રોલ કરવાની જરૂર પડી શકે છે, જ્યાં કેમિકલની મદદથી આ કીડાઓને મારવામાં આવે છે. પરંતુ જો તમે એ લોકોમાંથી છો જેમને કેમિકલ સુટ કરતું નથી.

તો એવા ઘણા બધા ઉપાયો છે, જેની મદદથી તમે કોઈપણ કેમિકલ વગર તમારા ઘરના કીડા મકોડાને દૂર કરી શકો છો. તો ચાલો આજે એ જ ઉપાય વિશે વાત કરીએ અને જાણવાની કોશિશ કરીએ કે પેસ્ટ કન્ટ્રોલથી સુરક્ષિત રીત કંઈ હોય શકે છે જે તમારા ઘરને હાયજિનિક પણ રાખશે.

કીડા દૂર કરવા માટે છોડ : છોડને આપણે માત્ર એટલા માટે જ નથી લગાવતા જેથી તે આપણા ઘરમાં સુંદર લાગી શકે, પરંતુ તે ઓક્સિજન વધારે છે, અને હવાને ચોખ્ખી કરવાની સાથે-સાથે કીડા મકોડા ભગાડવા માટે પણ કામ લાગી શકે છે. ઘણા એવા કીડા ઉડાવતા છોડ આવે છે જે આ કામ કરી શકે છે. તમે તેમાંથી કોઈપણ છોડ ઘરે લાવીને લગાવી શકો છો, અને ઉડતા કીડાથી તમારા ઘરને બચાવી શકો છો, તથા ઘણાં હદ સુધી જમીન પર ચાલતા કીડાથી પણ છુટકારો અપાવી શકે છે. જેમાં લવંડર, તુલસી, થાઇમ, ફુદીનો, લાઇમ ગ્રાસ, પિટુનિયા, મેરીગોલ્ડ(ગલગોટો), ક્રાયસન્થેમમ, એલિયમ્સ જેવા છોડ આવે છે.

કાકડીનો ઉપયોગ : સાંભળવામાં થોડું અજીબ લાગી શકે છે, પરંતુ વિશ્વાસ કરો કે તે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. માત્ર તમારે કાકડીના ટુકડા એવી જગ્યા ઉપર મૂકવાના છે જ્યાં તમને વંદા દેખાઈ રહ્યા હોય.

તેની સુગંધ વંદાને દુર ભગાડશે. ખરેખર કાકડીમાં એક કમ્પાઉન્ડ જોવા મળે છે, જેને વંદા બિલકુલ પસંદ કરતા નથી, તેને દર અઠવાડિયે બદલતા રહો. ફ્રીજની આસપાસ અને સિંકની આસપાસ જો તેને મૂકીને રાખશો તો વંદા 90 ટકા સુધી ઓછા થઈ જશે, અને વંદા ભગાડવાનો આ ખુબ સારો ઉપાય પણ છે.

બેકિંગ સોડાનો ઉપયોગ : કીડી અને વંદાને કંટ્રોલ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ ખુબ જ સારો માનવામાં આવે છે. બેકિંગ સોડાનો ઉપયોગ એક્ટિવેટ સામગ્રી છે, જે છોડના ફંગસથી લઈને કીડા મકોડા ઉપર કામ લાગી શકે છે.

જ્યારે તે કીડા દ્વારા ખાવામાં આવે છે તો કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, જે કીડાને મારી નાખે છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે, જે જગ્યાએ વધુ કીડા આવતા હોય ત્યાં પાણી છાંટવાનું છે અને ત્યારબાદ બે કપ બેકિંગ સોડા નાખો. હવે એક કલાક સુધી રાહ જુઓ અને તેની ઉપર એક કપ સફેદ વિનેગર નાખો, તે કીડાને દૂર કરવાની ખુબ જ સારી સામગ્રી સાબિત થઈ શકે છે.

તજ પાવડરનો ઉપયોગ : તમે ઘરે તજ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો, આ કીડાને મારશે નહીં, પરંતુ તેની સ્ટ્રોંગ સ્મેલ તેને ઘરમાં અંદર આવતા જરૂરથી રોકશે, તમે ઘરની એન્ટ્રી ઉપર અથવા એવી જગ્યા ઉપર તેને છાંટી શકો છો, જ્યાંથી આ કીડા મકોડા આવે છે. તેને વધુ ન નાખો નહીં તો તે ભાગ ચીકણો થઈ જશે. માત્ર થોડો જ પાવડર છાંટવાનો છે જેનાથી તેની સ્મેલ આવે.

એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ : કીડાની સમસ્યાને ઓછી કરવા માટે કોઈ પણ તીવ્ર સ્મેલ ખુબ જ કામ લાગે છે. એવામાં તમે એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ જરૂરથી કરી શકો છો, તેના બે ફાયદા થશે પહેલો એ કે તમારા ઘરમાંથી કીડા દૂર થઈ જશે અને બીજો એ કે તમારા ઘરમાં ખુબ જ સારી સ્મેલ આવશે.

માત્ર 300 મિલી પાણીમાં 10 થી 12 પીપરમેન્ટ એસેન્શિયલ ઓઈલ ઉમેરો હવે તેને તમારા ઘરમાં સ્પ્રે કરો, તમે તેમાં લીમડાનું તેલ પણ નાખી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment