દુશ્મન દેશો થયા સાવધાન | ભારતે અંતરીક્ષ સુરક્ષા વધારી | આ રીતે કોઈ પણ દેશને આપી શકે છે જવાબ….

હવે ભારત દેશની સુરક્ષા અંતરીક્ષમાંથી પણ કરવામાં આવ છે… કોઈ પણ દેશને આપી શકશે જવાબ….

મિત્રો જ્યારેથી ભારતે અને ભારતના વૈજ્ઞાનિકોએ દુનિયાને એ બતાવવાનું શરૂ કર્યું છે કે ભારતની તાકાત ખરેખર કેટલી છે ત્યારેથી ભારતના મિત્ર દેશોની સાથે સાથે દુશ્મન દેશ પણ હેરાન રહી ગયા છે. પરંતુ મિત્રો ભારતના વિકાસને લઈને સૌથી વધારે પરેશાન ભારતના દુશ્મન દેશો જ હશે. કેમ કે ભારતને ઉંચાઈ પર આવતા જોઇને તેના પગ નીચેથી જમીન નીકળી ગઈ છે. આ વર્ષમાં ભારત દ્વારા એવા એવા કીર્તિમાન સ્થાપિત કરી નાખ્યા છે કે હવે ભારતને કોઈ ઈચ્છતા હોવા છતાં પણ રોકી નથી શકતા.

પરંતુ તમને જણાવી દઈએ કે આ સમય પહેલા આવું ભારત કોઈએ પણ જોયું નહી હોય. ભારત દ્વારા મિશન શક્તિને ખુબ જ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. જેમાં અંતરીક્ષમાં જ ઉપગ્રહને A-SET મિસાઈલ દ્વારા તોડી નાખવામાં આવ્યો. અમેરિકા, ચીન અને રૂસ પછી આવું કરનાર ભારત ચોથો દેશ છે. પરંતુ તમને જાણીને હેરાન રહી જશો કે આ બધી હજુ ભારતની શરૂઆત છે.

કેમ કે હવે ભારતે અંતરીક્ષમાં જ દુશ્મન સામે પોતાની ફોજ ઉભી કરવાનો નિર્ણય લઇ લીધો છે. ભારતના એન્ટી સેટેલાઈટ મિસાઈલના સફળ પરીક્ષણ બાદ હવે દુશ્મન’ના ઈરાદાને નાકામ કરવાની ક્ષમતા વિકસિત કરવા માટે અન્ય પણ ઘણા બધા વિકલ્પો પર તેજીથી આગળ વધી રહ્યું છે. તેમાં ડાયરેક્ટ એનર્જી વેપન્સ, કો-ઓર્બીટલ કિલર્સની સાથે સાથે આપણા ઉપગ્રહોને ઇલેક્ટ્રોનિક અને ફીઝીકલ એટેકથી બચાવવા માટેની ક્ષમતા ઉભી કરી રહ્યું છે. અને તેના ઉપાયો મળી પણ ગયા છે.

રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનના પ્રમુખ ડો. જી. સતીશ રેડ્ડીએ જણાવ્યું હતું કે અમે ડાયરેક્ટ એનર્જી વેપન્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સની સાથે ઓર્બીટલ કિલરની ટેકનીકને વધારે ઉંચાઈ પર લઇ જવા માટે કામ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે અમે પૂરી જાણકારી તો ન આપી શકીએ પરંતુ તેમણે જણાવ્યું હતું કે ભારત આ દિશમાં ખુબ જ આગળ વધી રહ્યું છે.

27 માર્ચ 2019 ના લો ઓર્થ ઓર્ગેટ લિયોમેટ 283 કિલોમીટરની દુરીથી તોડી નાખવા વાળું માઈક્રોસેટ આર સેટેલાઈટને તોડી નાખનાર A-SET મિસાઈલ ડાયરેક્ટ સેટ કેનેટીક કિલ વેપન હતું. DRDO ચીફે અંતરીક્ષમાં હજાર કિલોમીટરની દૂરીને પાર કરે તેવી થ્રીવે ઇન્ટર સેપ્ટર મિસાઈલની એક સાથે ઘણી બધી લોન્ચિંગથી ઘણા બધા ઉપગ્રહોને ભેદી શકાય છે.

એક સુતરના આધારે જાણવા મળ્યું કે એક EMP આપણા સેટેલાઈટ અને સેન્સરને સુરક્ષા કવચ પ્રદાન કરી રહ્યા છે. અને તેનો ઉપયોગ દુશ્મન’થી સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે. બીજી બાજુ દુશ્મન દ્વારા આપણા ઉપગ્રહો’ને નિશાન બનાવવાની સ્થિતિમાં સેનાની માંગ પ્રમાણે નાના નાના ઉપગ્રહોની લોન્ચિંગ યોજના પર પણ કામ ચાલી રહ્યું છે.

DRDO દ્વારા હવા અને જમીન પર પણ વિભિન્ન લક્ષ્યોને નિશાન બનાવવાની ક્ષમતા વાળા હાઈ એનર્જી લેઝર્સ અને હાઈ પાવર માઈક્રોવેવ જેવા DEWs પર ઘણા સમયથી કામ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કો-ઓર્બીટલ મૂળરૂપમાં એક ઉપગ્રહ જ હોય છે. જેમાં અમુક વિસ્ફોટક હથિયાર DEW ડીવાઈસ લાગેલા હોય છે.  કો-ઓર્બીટલ વેપન્સને પહેલા અંતરીક્ષની કક્ષામાં રાખવામાં આવે છે અને પછી તેનાથી દુશ્મનના ઉપગ્રહોને નિશાન બનાવવામાં આવે છે. તેનાથી આપણી અંતરીક્ષ શક્તિ પણ મજબુત બને છે.

પાણી, જમીન અને આકાશમાં તો ભારત દુશ્મનને ખુબ જ મજબૂતીથી જવાબ આપે છે પરંતુ હવે ભારતદેશ વૈજ્ઞાનિકોની મદદથી અંતરીક્ષમાં પણ મજબુત છે. ભારત આંતરિક અને બાહ્ય બંને રીતે પોતાની સુરક્ષા વધે તેવી મહેનત આજે કરી રહ્યું છે જેમાં લગભગ 60 % સફળતા પણ મળી છે.

તો મિત્રો ભારતની આ પ્રગતિ માટે લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરો…..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment