ઉપવાસ રહ્યા છો અને કઈક ખાવાનું મન થાય છે તો ગભરાશો નહિ, આ રીતે ઘરે બનાવો ફરાળી ઢોસા અને ઉતપમ સાવ સરળ રીતે

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🥘 ફરાળી ઢોસા અને ઉત્તપમ…… .🥘 

 Image Source :

🥘 મિત્રો તમને ઢોસા અને ઉત્તપમનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જતું હોય છે. પરંતુ ક્યારેય કોઈ ઢોસા અને ઉત્તપમનું નામ આપણે ઉપવાસ હોય ત્યારે લે તો મનને પાછુ વાળી લેવું પડે છે. પરંતુ હવે મન થાય તો ઢોસા અવશ્ય ખાઈ લેવા પણ ફરાળી…….

* ફરાળી ઢોસા :

 Image Source :

🥘 – જોઈતી સામગ્રી :

> ૨૦૦ ગ્રામ રાજગરાનો લોટ,

> ૪૦૦ ગ્રામ સાબુદાણા,

> ૧૦૦ ગ્રામ દહીં,

 Image Source :

🥘 > ૫૦૦ ગ્રામ બટેટા બાફેલા,

> મીઠું સ્વાદ અનુસાર,

> મરીનો ભૂકો એક ચપટી,

> ધાણાભાજી જીણી સમારેલી,

> લીલા મરચા જીણા સમારેલા,

> લીંબુનો રસ જરૂરિયાત મુજબ,

 Image Source :

🥘 બનાવવાની રીત :

> સાબુદાણા રાત્રે પલાળી દો.

> સવારે સાબુદાણામાં દહીં નાખી તેને મિક્સરમાં પીસી લો.

> ત્યાર બાદ રાજગરાના લોટને પણ તેમાં ઉમેરો.

 Image Source :

> મીઠું સ્વાદ અનુસાર નાખી તેને બરાબર હલાવી  બેટરને તૈયાર કરી લો.

> હવે બાફેલા બટેટાની છાલ ઉતારી તેને ક્રશ કરી લો.

> કડાઈમાં થોડું તેલ ગરમ કરો તેમાં જીરું મીઠું અને મરચા નાખી વઘાર કરો.

> ત્યાર બાદ તેમાં ક્રશ કરેલો બટેટાનો માવો નાખી મિશ્રણ તૈયાર કરી લો અને ઉપરથી લીંબુનો રસ અને જીણી સમારેલી ધાણાભાજી ઉમેરી હલાવી લો.

 Image Source :

> હવે ઢોસા બનાવવા માટે પેનમાં એક ચમચી તેલ નાખો. હવે તેમાં બેટરને નાખી તેને ગોળ ફેલાવી લો.

> હવે ઢોસાને બરાબર પાકવા દો જેથી તે ક્રિસ્પી બને.

> હવે તેના પર બટેટાનો માવો રાખો અને ઢોસાને વાળી સર્વ કરો.

* ફરાળી ઉત્તપમ :

 Image Source :

🍪 ખુબ સરળતાથી માત્ર 20 મિનીટમાં બનાવો ફરાળી ઉત્તપમ.

* જોઈતી સામગ્રી :

> બે કપ મોરય્યો[સાંબો] – કલાક પાણીમાં પલાળેલ,

> બે નાના ટમેટા,

> બે લીલા મરચા,

> એક નાનું ગાજર છીણેલું,

 Image Source :

🍪 > એક ચમચી કોથમીર જીણી સમારેલી,

> તેલ જરૂરિયાત મુજબ,

> ખાવાના સોડા એક ચપટી [ નાખતા હોવ તો ]

 Image Source :

🍪  બનાવવાની રીત :

ટમેટાને નાના ટુકડામાં કાપી લો અને તેના બી કાઢી નાખો.

લીલા મરચા અને કોથમીર પણ જીણી સમારી લો.

પલાળેલા મોરય્યાને પીસીને મિશ્રણ બનાવી લો. તેમાં સોડા પણ ઉમેરો.

બેટરમાં જરૂરિયાત મુજબ મીઠું ઉમેરો.

 Image Source :

🍪 – હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરો.

ત્યાર બાદ તેમાં મોરય્યાનું બેટર નાખી તેને ગોળ ગોળ હલાવો.

હવે સાઇડમાં થોડું તેલ નાખો જેથીઓ તે ચિપકે નહિ.

હવે તવાને થોડી વાર ઢાંકી દો જેથી બધી સબ્જી પાકી જાય.

 Image Source :

🍪 – જ્યારે ઉત્તપમ બ્રાઉન જેવો દેખાય ત્યારે આરામથી પલટાવી દો.

તેને થોડી વાર પાકવા દો.

હવે બેરરમાંથી રીતે બીજા ઉત્તપમ પણ તૈયાર કરી લો.

ઉત્તપમને નારિયેળની ચટણી સાથે સર્વ કરો.

 Image Source :

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. Image Source :

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

 

Leave a Comment