જો આ વૃક્ષ ઘરે વાવશો તો ઘનની કમી ક્યારેય નહિ થાય.. આરોગ્ય અને સમૃદ્ધી માં ખુબ વૃદ્ધિ થશે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

આ એક વૃક્ષ ઘરમાં લગાવો સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ બંનેમાં થશે વધારો…….

☘ આજે અમે એક એવા વૃક્ષ વિશે જણાવીશું જે તમારા ઘરમાં હોય તો તેનાથી ઘરના બધા જ સભ્ય યશશ્વી બને છે અને દરેકને સન્માન  પ્રાપ્ત થાય છે. ઘરના બધા જ સદસ્ય ઘણા બધા પાપોથી મુક્ત થઇ જાય છે. આ વૃક્ષનું ઘરમાં હોવાથી ઘણા બધા ફાયદા અને ખુબ જ સારું પરિણામ પ્રાપ્ત થાય છે. જેમ આપણે તુલસીને ઘરમાં રાખીએ તો ઘણા બધા ફાયદા થાય છે તેવી રીતે આ વૃક્ષને પણ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ ઘણા બધા લોકો તેના વિશે નથી જાણતા હોતા. Image Source :

☘ આ વૃક્ષ જો ઘરમાં વાવેલું હોય તો સમાજમાં માન  સન્માન મળે છે. સાથે સાથે ઘણા બધા સદસ્યો બઢતી કરવા લાગે છે અને કોઈ પ્રકારના સંકટો પણ નથી આવતા, ઘરમાં કોઈ પણ પ્રકારનો રોગ થતો હોય તો તે પણ નથી થતો. ઘરમાં શાંતિપણ જળવાઈ રહે છે. પરંતુ તેને યોગ્ય દિશામાં લગાવવું જોઈએ તેનાથી તનો લાભ તમે મેળવી શકો. તો ચાલો જાણીએ તે ક્યુ વૃક્ષ છે.

☘ જેવી રીતે માતા તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુને ચડાવવામાં આવે છે. તેવી જ રીતે બીલીપત્રનું વૃક્ષ અને તેના પાંન ભગવાન શિવજીને ચડાવવામાં આવે છે. બીલીપત્રને ભગવાન શિવજી પર ચડાવવામાં આવે તો ઘણી બધી મનોકામના પૂર્ણ થાય છે. તે આપણે બધા જાણીએ છીએ પરંતુ તે વૃક્ષને ઘરમાં વાવવામાં આવે તો તેના ચમત્કારી ફાયદા વિશે જાણીને તમે હેરાન રહી જશો.

☘ આ વૃક્ષ ઘણા ઓછા લોકોના ઘરે હોય છે. કેમ કે બીલીપત્રના વૃક્ષ વિશે બધા લોકોને સાચી માહિતી નથી હોતી. જેવી રીતે તુલસીના પાંનને રવિવારે ન તોડવા જોઈએ તે રીતે બીલીપત્ર સાથે અમુક વાતો જોડાયેલી છે જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Image Source :

☘ 1 બીલીપત્રના પાંનને તમે ભગવાન શિવજી પર ચડાવી શકો છો. જો ઘરમાં ભગવાન હોય તો તેને પણ રોજ તમે ચડાવી શકો છો.  બીલીપત્રનું એક મહત્વ એ પણ છે કે તેના પાંન ને બીજી વાર પણ ધોઈને ભગવાન પર ચડાવી શકાય છે.

☘ 2 બીલીપત્રને અષ્ટમી, અમાસ, પૂનમ અને સોમવારના દિવસે  વૃક્ષ પરથી ન તોડવા જોઈએ. જો બીલીપત્રના પાનથી ભગવાનની રોજ પૂજા કરતા હોવ મહિનામાં માત્ર આ ચાર દિવસે બીલીપત્રને તોડવા ન જોઈએ. એક દિવસ પહેલા જ બીલીપત્રના પાંદને તોડીને તેમાં પાણી નાખીને મૂકી રાખવા જોઈએ.

Image Source :

☘ 3 દ્વાદશી અને રવિવાર હોય ત્યારે બીલીપત્રના વૃક્ષ નીચે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી દરેક વ્યક્તિની બધી જ મનોકામના ખુબ જ જલ્દી પૂર્ણ થાય છે અને ધનની કમી દુર થાય છે. મહાપાપથી પણ મુક્તિ મળે છે.

☘ 4 શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં બીલીપત્ર હોય તે ઘરને કાશી તીર્થ સમાન જ માનવામાં આવે છે. આ વૃક્ષ ઘરમાં હોય તો તમારું ઘર દુષ્પ્રભાવથી દુર રહે છે અને તમારા ઘરના સભ્યોમાં પણ એકતા જોવા મળે છે.

Image Source :

☘ 5 આ વૃક્ષને તમે પશ્વિમ અથવા ઉત્તર દિશામાં લગાવો છો તો તમારું સમજમાં માન સન્માન વધે યશ પ્રાપ્તિ પણ થાય છે. પરંતુ જો ઉત્તર દક્ષીણ દિશમાં લગાવો છો તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ એક સાથે વધે છે. બધી જ પ્રકારની આર્થિક સમસ્યા દુર થાય છે અને આ વૃક્ષને તમે ઘરની બરાબર વચ્ચે લગાવો તો તેનાથી તમારું જીવન ખુબ જ મધુર થઇ જાય છે. બધી જ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ અમે આગળ જાણવું તે તિથીના દિવસે બીલીપત્રને ન તોડવું જોઈએ.

☘ 6 આ ખુબ જ મહત્વની વાત છે આખી દુનિયામાં માત્ર બે જ વૃક્ષ એવા છે જે 24 કલાક ઓક્સીજન આપતા હોય. એક છે આસોપાલવ અને બીજું બીલીપત્ર. એટલે તમારા ઘરનો ઓક્સીજન પણ ખુબ જ શુદ્ધ રહે છે. રાત્રે પણ બીલીપત્ર ઓક્સીજન જ છોડે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી વસ્તુ છે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment