નાનકડો આ ટુકડો છે પ્રોટીનનો ભંડાર… દરરોજ આનું સેવન શરીરની અસંખ્ય બીમારીઓને કરી દેશે દૂર

આપણા રોજિંદા જીવનમાં ડેરી ઉત્પાદનોની ઉપયોગીતા અને લાભો વિપુલ પ્રમાણમાં હોય છે. ફળો અને શાકભાજી સિવાય ડેરી ઉત્પાદક આપણા શરીરની માટે જરૂરી ખાદ્ય પદાર્થો માંથી એક છે. દૂધ, દહીં, પનીર, માખણ અને ચીઝનો ઉપયોગ આપણા જીવનમાં સામાન્ય રીતે થતો જ હોય છે. પરંતુ આપણા માંથી કેટલાક લોકો કેલેરી અને ફેટ વધી જવાના ભયથી ચીઝ અને પનીર ખાવાથી બચીને રહે છે. તેનો ઉપયોગ લગભગ દરેક ફાસ્ટફ્રૂડની વાનગીઓમાં થતો જ હોય છે.

આજે સુધી મોટાભાગે ચીઝના ગેરફાયદા જ જાણ્યા હશે, પરંતુ ચીઝથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષ્ટિક તત્વો હોય છે. ચીઝમાં વિટામિન – બી અને વિટામિન – ડી પણ ભરપૂર માત્રામાં હોય છે. ચીઝની એક સ્લાઈસને દૂધના એક ગ્લાસની બરાબર માનવામાં આવે છે. ચીઝનું સીમિત માત્રામાં સેવન કરવામાં આવે તો એ આપણા માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

દાંતો માટે :

ચીઝ દાંતને સ્વસ્થ રાખવામા મદદરૂપ છે. આ દાંતની ચારેય બાજુ સુરક્ષા કવચની જેમ રક્ષા કરે છે. ખનીજ તત્વોમાં રહેલા લેકટિક એસિડથી દાંતની એનેમલની રક્ષા કરે છે. તેમાં રહેલા કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા તત્વો દાંતને મજબૂત અને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે અને દાંતને ખરાબ થવાથી રોકે છે.

વજન :

ચીઝમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હાજર હોય છે. માટે તે બોડી બનાવવા માટે મદદરૂપ તો છે જ, સાથે જ વજનને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ છે. વજન ઓછું કરવા માટે તમે ઓછી કેલેરી વાળો આહાર લો છો. ઓછી ચરબી વાળું પનીર દિવસમાં બે-ત્રણ વાર ખાવામાં સરળતાથી લઈ શકો છો. માટે ચીઝ તમારા વજનને નિયંત્રણમાં રાખે છે.

આંતરડા માટે :

ચીઝમાં વધુ સારા માઇક્રો બેક્ટેરિયા હોય છે, જે આંતરડાને મજબૂત રાખવામા મદદ કરે છે. ચીઝ મેટાબોલિઝમ પ્રક્રિયાને વધારવામાં અને પાચન સંબંધી સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક છે. તેમાં રહેલું વિટામિન બી12 જસત અને પાચનશક્તિને જાળવવામાં મદદગાર છે. ચીઝ સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર છે, જે શરીરને સ્વસ્થ રાખી એનર્જી આપે છે. તેમાં ઓમેગા 3, 6 અને એમીનો એસિડ મસ્તિષ્કની માટે ફાયદાકારક છે.

હાડકા : ચીઝ હાડકાંને મજબૂત બનાવે છે. તેમાં રહેલું વિટામિન બી કેલ્શિયમને પૂરા શરીરમાં પહોંચાડે છે અને વિટામિન ડી કેલ્શિયમને હાડકાઓમાં સ્ટોર કરવામાં મદદ કરે છે, જેનાથી હાડકાં મજબૂત થાય છે. આ સિવાય ચીઝ વૃદ્ધ લોકોમાં ઓસ્ટીઓપોરોસીસ જોખમને ઓછું કરે છે. આ એક પ્રકારનો હાડકાંનો રોગ છે, જેનાથી ફ્રેક્ચરનું જોખમ વધે છે.

બોડી સેલ્સ : ચીઝ શરીરના કોષો બનાવે છે અને તેનું ફરીવાર નિર્માણ કરે છે. આ સિવાય તે શરીરના મેટાબોલિઝમને સરળતાથી ચલાવવામાં મદદગાર છે. ચીઝમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન-બી હોવાને કારણે આ વાળને સ્વસ્થ અને ત્વચાને કોમલ બનાવવામાં પણ સહાયક છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment