આ કારણ જાણી લેશો તો તમે પણ ફ્રીજમાં લોટ મુકવાનું બંધ કરી દેશો | ફ્રિજમાં લોટ મૂકવાથી થાય છે આવા ભયંકર નુકશાન…

આજે માણસની 180 ની સ્પીડ પર ભાગતી જિંદગીમાં લોકો અકસર નાના નાના શોટ કટ્સ અપનાવીને પોતાની લાઈફ જીવે છે. વર્કિંગ વુમન મહિલાઓ માટે જલ્દી કામ કરવું એ ખુબ જ મોટો ટાસ્ક હોય છે. એવામાં સવારની ભાગમભાગ ભરેલી લાઈફથી બચવા માટે તે રાત્રે જ શાકભાજી તૈયાર કરી લે છે અને લોટ પણ બાંધીને ફ્રિઝમાં મૂકી દે છે.

અમુક મહિલાઓ તો ઘણી વખત 2 – 2 દિવસનો એક સાથે લોટ બાંધીને મૂકી દે છે. પણ શું તમને ખબર છે કે, આમ કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ફ્રિઝમાં રાખેલા લોટની રોટલી ખાવી તમારા માટે ઘણી પ્રકારની પરેશાની ઉભી કરી શકે છે. ખાસ કરીને ઉનાળામાં લોટ ખુબ જ ઝડપથી ખરાબ થઈ જાય છે. એવામાં તમને જણાવી દઈએ કે ફ્રિઝમાં રાખેલા લોટની રોટલી તમારા માટે કેવી રીતે નુકસાનકારક છે.શા માટે ફ્રિઝમાં લોટ રાખે છે લોકો : ઘણીવાર એવું બનતું હોય છે કે, જ્યારે રોટલી બનાવી લીધા પછી લોટ વધે છે તો લોકો તેને ફ્રિઝમાં મૂકી દે છે. અથવા સવારે જલ્દી રસોઈ કરવાના ચક્કરમાં રાત્રે જ લોટ બાંધીને મૂકી દે છે. આમ કરવું ખુબ જ ખોટું છે. ફ્રિઝમાં ક્યારેય પણ લોટ ન રાખવો જોઈએ.

જાણી લો વૈજ્ઞાનિક કારણ : વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જ્યારે આપણે લોટમાં પાણી મિક્સ કરીએ છીએ ત્યારે તેની અંદર થોડા કેમિકલ બદલાય જાય છે. એવામાં તરત તેની રોટલી બનાવીને ખાવામાં આવે તો તેનાથી શરીર પર કોઈ ખરાબ અસર નથી થતી. પણ જો આપણે ફ્રિઝમાં રાખેલ લોટ લઈએ છીએ તો ફ્રિઝના હાનિકારક કિરણો તેમાં જાય છે અને તેનાથી બનેલ રોટલી શરીર માટે હાનિકારક સાબિત થાય છે.હાનિકારક બેક્ટેરિયા હોવાનો ખતરો : બાંધેલા લોટમાં બેક્ટેરિયા જલ્દી પેદા થાય છે. ભલે તમે તેને ફ્રિઝની અંદર એર ટાઈટ ડબ્બામાં મુકો તો પણ આવું થાય છે. પણ તેમાં બેક્ટેરિયા ખુબ જ ઝડપથી પેદા થાય છે. જ્યારે તેનાથી બનેલ રોટલી ખાવામાં આવે છે તો શરીરને નુકશાન થાય છે.

સ્વાદમાં બદલાવ : તાજા લોટની રોટલી નરમ હોય છે અને તે પચવામાં પણ સરળ હોય છે. જ્યારે ફ્રિઝમાં રાખેલો લોટ થોડો કાળો પડી જાય છે. તેની રોટલી બનાવી લીધા પછી તે થોડી વારમાં જ કડક થઈ જાય છે. તેને પચવામાં પણ મુશ્કેલી થાય છે.પિંડનું રૂપ લે છે લોટ : હિંદુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે, વધેલા લોટને ફ્રિઝમાં રાખવાથી તે પિંડનું રૂપ ધારણ કરી લે છે. આ કારણે ભૂત-પિશાચ ઘરમાં આવવા લાગે છે. તેનાથી બચવા માટે તમે ઘણી મહિલાઓને લોટમાં આંગળીઓના નિશાન બનાવતા જોઈએ હશે. એવું કરવાથી લોટ પિંડનું રૂપ નથી લેતું.

કેટલી માત્રામાં લોટ બાંધવો જોઈએ ? : રોટલી બનાવતા પહેલા 10 મિનીટ પહેલા જ લોટને બાંધવો જોઈએ. 1 વાટકા લોટમાં 4 મીડીયમ સાઈઝની રોટલી બની શકે છે. એવામાં તે હિસાબે લોટ બાંધવો જોઈએ અને કોશિશ કરો કે રોટલી ગરમ ગરમ જ ખાવી જોઈએ. આ જ રોટલી ખાવાની યોગ્ય રીત છે.આમ જો તમે લોટને ફ્રિઝમાં રાખવા કરતા તેને તરત જ બાંધીને રોટલી બનાવો તે પચવામાં પણ સરળ રહેશે અને તમારા શરીરને કોઈ નુકસાન પણ નહિ કરે છે. તેમજ આજકાલની પરિસ્થિતિ જોતા આજે આપણે આપણું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આમ નાની નાની વાતોનું જો તમને ધ્યાન રાખશો તો તમને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ બહુ ઓછી થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment