મોટાભાગે તમે જોયું હશે કે અથવા તો તમે ઘણી વખત એવી નોંધ લીધી હશે કે ઘણા ફળો અને શાકભાજી સમારી લીધા પછી થોડી વાર બાદ કાળા પડી જાય છે. જેમ કે કાચા કેળાને સમારીને થોડી વાર રહેવા દો અને જોશો તો થોડી વારમાં જ તે કાળા થઈ જાય છે. આ રીતે જ રીંગણને સમારી લીધા પછી તે પણ થોડી વારમાં કાળા પડી જાય છે. આમ શાકભાજી પછી જો ફળની વાત કરવામાં આવે તો તે પણ થોડી વારમાં કાળા થઈ જાય કે.
ઘણી વખત વધુ શાકભાજી કે ફળ સમારી લીધા પછી મહિલાઓ તેને ફ્રિઝમાં મૂકી દે છે, જેથી કરીને તે ખરાબ ન થઈ જાય. થોડા દિવસો સુધી તો આ વસ્તુઓ ખરાબ નથી થતી પણ એક ભાગમાં કાળાશ આવી જાય છે. જેમ કે તમે સફરજનને સમારીને મુકો છો તો થોડી વારમાં તેના પર હળવો કાળો રંગ થવા લાગે છે. એવામાં ઘણા લોકો આ ફળ કે શાકભાજીને ફેંકી દે છે. પણ હવે તમે ફેંકશો નહિ. કારણ કે અમે તમને ઘણી એવી ટીપ્સ જણાવીશું, જેને જાણીને તમે ફળ અને શાકભાજીને કાળા પડતા બચાવી શકશો.પ્લાસ્ટિક બેગ :
જો તમે ફળ કે શાકભાજી થોડા વધુ સમારી લીધા છે અને તમને ડર છે કે તે કાળા પડી જશે. તો તમે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરી શકો છો. આ માટે સમારેલ ફળ કે શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં રેમ્પ અથવા પેપરમાં સારી રીતે લપેટીને રાખી શકો છો. ધ્યાન રાખો કે તેને એ રીતે લપેટો જે તેની અંદર હવા ન જઈ શકે. આ માટે તમે કોઈ એર ટાઈટ પ્લાસ્ટિક ડબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો.
લીંબુનો ઉપયોગ :
તમે ધ્યાન આપ્યું હોય તો તમને જરૂર ખબર હશે કે, ઘણા દુકાનદાર કટહલ સમારી લીધા પછી તેના કાપેલા ભાગ તરફ લીંબુનો રસ લગાવે છે. આ લીંબુનો રસ એટલા માટે લગાવે છે કારણ કે, કટહલ કાળું ન પડી જાય, આ રીતે જ તમે અન્ય શાકભાજી કાળી ન પડી જાય તે માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. તેના લગાવતા પહેલા ફળ અને શાકભાજી ખરાબ પણ નથી થતા અને થોડી કલાક સુધી રાખી શકો છો.ઠંડુ પાણી : ઠંડા પાણીની મદદથી પણ ફળ અને શાકભાજીને કાળા પડવાથી બચાવી શકાય છે. આ માટે તમે ફ્રિઝમાંથી એક થી બે બોટલ ઠંડુ પાણી કાઢીને એક વાસણમાં મૂકી દો અને સમારેલ ફળ અને શાકભાજીને આ પાણીમાં મૂકી દો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આમ કરવાથી લગભગ ચારથી પાંચ કલાક સુધી ફળ અને શાકભાજી ફ્રેશ રહે છે અને તે કાળા પણ નથી પડતા.
વિનેગર :
વિનેગરની મદદથી પણ તમે ફળ અને શાકભાજીને કાળા પડતા બચાવી શકો છો. તમે ધ્યાન આપ્યું હશે કે, જ્યારે સફરજન કપાઈ જાય છે તો થોડી વાર પછી તેન કાળું પડવા લાગે છે, એવામાં તમે એક વાસણમાં એક થી બે ચમચી વિનેગરને મિક્સ કરી દો, અને સફરજનને સમારી લીધા પછી આ પાણીમાં મૂકી દો. આમ કરવાથી સફરજન ક્યારેય કાળું નથી પડતું.મીઠાનો ઉપયોગ : મીઠાની મદદથી પણ તમે ફળ અને શાકભાજીને કાળી પડતા બચાવી શકો છો. આ માટે મીઠા અને પાણીની એક મિશ્રણ તૈયાર કરી લો. હવે તેમાં સમારેલા ફળ અને શાકભાજી તેમાં નાખી દો. તેનાથી ફળ અને શાકભાજી કાળા નહી પડે. તમે સમારી લીધા પછી ઉપરથી પણ મીઠું છાંટી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી