આમ તો સંપૂર્ણ સ્ત્રી એ પ્રકૃતિનું એક સુંદર રચનાત્મક પાત્ર છે. જેને ઈશ્વરનું એક શ્રેષ્ઠ સર્જન અને નિર્માણ માનવામાં આવે છે. સ્ત્રીને લગભગ આજ સુધી કોઈ પણ સમજી નથી શક્યું, પરંતુ એક સ્ત્રીને લાગણીનો દરિયો માનવામાં આવે છે. તેમજ સ્ત્રીને આપણા સમાજમાં ખુબ જ પવિત્ર સ્થાન આપવામાં આવે છે. આજ અમે તમને આ લેખમાં જણાવશું કે સ્ત્રીનું ક્યું સૌથી પવિત્ર હોય. માટે આ લેખને અંત સુધી વાંચો અને જાણો સ્ત્રીનું ક્યું અંગ સૌથી પવિત્ર માનવામાં આવે છે.
સ્ત્રીના કોઈ પણ અંગને સ્પર્શ કરવો હોય તો, તેના ચરણોથી વધારે પવિત્ર અને શુભ કોઈ અંગ નથી. સ્ત્રીના બધા અંગો આમ તો મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ તેના ચરણોને વિશેષ અને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. કોઈ પણ સ્ત્રીને તમે ચાહતા હો, અને તેનો સ્નેહ મેળવવા ઇચ્છતા હો, તો તેના ચરણોનો સ્પર્શ કરવો જોઈએ.
વેદો અને પુરાણોમાં પણ લખ્યું છે કે, આખી સૃષ્ટિની જનની સ્ત્રી છે. એટલ માટે જ આપણે બધા માં શક્તિને જનનીના નામથી ઉચ્ચારીએ છીએ. સાથે સાથે એવું પણ કહેવાય છે કે, નારી તું નારાયણી. આ બધી કહેવતોમાં માતાને ખુબ જ ઉચ્ચ સ્થાન મળ્યું છે.
આપણે સાધારણ શબ્દોમાં વાત કરીએ તો, ઘરમાં કોઈ વ્યક્તિ કોઈ પણ કામ ન કરતો હોય, આમતેમ પૈસા ઉડાવતો હોય, આખો પરિવાર નફરત કરતો હોય, પરંતુ એક માતા તેને ખુબ જ પ્રેમ કરતી હોય. એ વ્યક્તિ જો પ્રેમથી માતાના ચરણોને સ્પર્શ કરે તો માતા તરત જ તેના પુત્રને ગળે લગાવી લે. તે વ્યક્તિના દરેક પાપોને ભૂલીને એક માતા દીકરાને ગળે લગાવી લે છે.
હવે વાત કરીએ બહેન વિશે : બહન સાથે પણ એવું જ થાય છે. જો તમે લવ મેરેજ કરવા ઇચ્છતા હો, અને તમારું આખું ખાનદાન તમારા વિરુદ્ધ હોય અને તમારા લવ મેરેજના નિર્ણય ખિલાફ હોય, ત્યારે માત્ર બહેન એક એવું પાત્ર છે જે તમારી સાથે ઉભું હોય. ભાઈ માટે બહેન આખા ખાનદાન સાથે લડી લેતી હોય છે. ભાઈ ક્યારેક કર્જમાં ફસાય જાય તો તેની બહેન પોતાના ઘરેણા વહેંચવા તૈયાર થઈ જાય છે. તેવામાં કોઈ પણ બહેનના ચરણોને સ્પર્શ કરવાનું મન થઈ જાય. માટે સ્ત્રી પાત્રમાં બહેન પણ ખુબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે. તેના ચરણોને પણ સ્પર્શ કરવા જોઈએ.
એક પત્ની : આપણા સમાજમાં પત્નીના ચરણોને સ્પર્શ નથી થતો, પરંતુ જે રીતે તમારી માતા, બહેન મિત્રની જેમ તમારો સાથ આપે છે, એવી જ રીતે પત્ની મિત્રથી વિશેષ બનીને આખું જીવન તમને સાથ આપે છે. ક્યારેક જો તમારાથી ભૂલ થઈ જાય, અને તમારી પત્ની નારાજ થઈ જાય, તો તેવામાં પ્રત્યેક પતિ તેની પત્નીથી નારાજ જોવા ન મળે. પરંતુ જો ક્યારેક પત્ની નારાજ થઈ જાય અને તમે તેના પગ સામે ઈશારો કરો કે, પગ પકડીને માંફી માંગું, તો તરત જ એ માની જશે અને તમને ચરણ સ્પર્શ દુર નીચે જોવા પણ ન દે. આમ પણ આ દુનિયાની કોઈ પણ પત્ની એવું ન ઈચ્છે કે મારો પતિ મારી સામે શરમિંદા થાય.
મિત્રો તમને જણાવી દઈએ કે, પોતાની પત્ની સિવાય દરેક સ્ત્રીને સમાજમાં માતા અથવા બહેન કહેવી જોઈએ. કેમ કે તેનાથી વિકાર દુર થાય છે. સાથે સ્ત્રીઓએ પણ પોતાના પતિ સિવાય દરેક પુરુષને ભાઈ અથવા પિતા સમાન માનવા જોઈએ. કેમ કે આજકાલ સમાજમાં આપણે જોઈએ છીએ કે એક સ્ત્રી અને પુરુષ અરસપરસ થઈ ગયા છે. પરંતુ જો સમાજમાંથી વિકાર દુર કરીને આપણી બહેન દીકરી અને માતાને સુરક્ષિત અને સમ્માનનિત કરવા હોય તો દરેક સ્ત્રીને માતા અને બહેનની નજરથી જોવું જોઈએ.