અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🤴 દૂર્યોધાને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને બંદી બનાવાનો પ્રયાસ કર્યો ત્યારે શું થયું તે જાણો.. 🤴
💁♂️ હા મિત્રો દૂર્યોધનના મનમાં તો છળ અને કપટ જ ભરેલા હતા. તો તે આવું ભગવાન શ્રી કૃષ્ણને બંદી બનાવવાનું કાર્ય કરી શકે તેમાં કોઈ શંકા નથી. પરંતુ આપણા વાસુદેવ તો હંસતા હંસતા બધાની ચાલનો જવાબ આપતા. તો જાણો આ લેખમાં કે દૂર્યોધનના આ કાર્ય પાછળ ભગવાને કઈ રીતે આપ્યો જવાબ. મિત્રો આ વાત જાણવા માટે મહાભારતની એક આખી ઘટના પર નજર કરવી આવશ્યક છે. ઘટના છે યુદ્ધના સંદેશને લઈને .
🤴 એક બાજુ સત્તા અને શાસનની લાલચમાં દ્યુત ધ્રુતરાષ્ટ્ર અને દૂર્યોધન બંનેએ યુદ્ધનો નિર્ણય કરી લીધો હતો. હવે તેને યુદ્ધ સિવાય કોઈ અન્ય રસ્તો સુજતો ન હતો તેણે પાંડવોને યુદ્ધનો સંદેશો મોકલાવ્યો.
🤴 બીજી બાજુ આ સંદેશ મળતા પાંડવોનો ક્રોધ પણ ઉમટી આવ્યો. તેને પણ સભા ભરી અને યુદ્ધની ચર્ચા કરવા લાગ્યા ત્યાં વાસુદેવ પણ ઉપસ્થિત હતા. પાંડવો કેહવા લાગ્યા કે ખૂબ જ શિષ્ટાચાર નિભાવી લીધો કૌરવો પ્રત્યે પણ તે તેને લાયક જ નથી. એ લોકો શિષ્ટાચાર નહિ પરંતુ તલવારની ભાષા જ સમજશે. તેને આપણું ખૂબ જ અપમાન કર્યું છે. હવે તો આ યુદ્ધનો સ્વીકાર કરીને ઈંટનો જવાબ પથ્થરથી આપવો જ પડશે.
🤴 ત્યાં વાસુદેવ પાંડવોને સમજાવે છે કે; તમારા વિચારોમાંથી ક્રોધની અગ્નિ સળગે છે. તમારો ક્રોધ સાચો છે પરંતુ સમય ઉચિત નથી. ક્રોધ એ શક્તિ છે. તમારા ક્રોધને બચાવીને રાખવો જોઈએ અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવો જોઈએ. તેને યુદ્ધભૂમિ માટે સંભાળીને રાખો. ધર્મને બચાવવા માટે એક અંતિમ ઉપાય કરી લેવો જોઈએ. કારણ કે ધર્મ જ વિનાશના પથ પર આગળ જતા અટકાવશે. શાંતિનો દ્વાર બધી બાજુથી બંધ નથી માટે એક પ્રયત્ન કરી લેવો જોઈએ.
🤴 વાસુદેવની આ વાત પાંડવોને ગળે ઉતરતી નથી અને તે પોતાની દલીલો ચાલુ રાખે છે. ત્યારે ફરી તેને વાસુદેવ સમજાવે છે અને પછી પાંડવો સમજી જાય છે. અને આગળ શું કરવું તે વિશે વાસુદેવને જણાવવા કહે છે. ત્યારે વાસુદેવ પાંડવોને હજુ એક શાંતિનો સંદેશો મોકલાવવાની સલાહ આપે છે.
🤴 ત્યારે પાંડવો તેની વાતથી સહેમત થાય છે કે હા, આપણે એક વાર શાંતિ દૂત અવશ્ય મોકલવો જોઈએ. પરંતુ આપણે કોઈ શાંતિદૂત બનાવીને એવા વ્યક્તિને મોકલવો જોઈએ. જે રાજનીતિ અને ધર્મશાસ્ત્રમાં પારંગત હોય અને કૌરવો જેનો આદર કરતા હોય.
🤴 ત્યારે પાંડવોના મનમાં ભગવાન શ્રી કૃષ્ણનો જ વિચાર આવે છે અને તે વાસુદેવને કહે છે કે, તમારો આદર કરશે કૌરવો તેમજ તે તમારી સામે નજર ઉઠાવાની પણ હિંમત નહિ કરે તેમજ તે લોકો જો તમારા વિરુદ્ધ કોઈ ષડ્યંત્ર કરશે, તો તમે તેનો જવાબ સારી રીતે આપી શકશો. માટે તમારે જ જવું જોઈએ શાંતિદૂત બનીને.
🤴 શ્રીકૃષ્ણ શાંતિદૂત બની કૌરવોની સભામાં જવા માટે તૈયાર થાય છે. તેમના આ નિર્ણયથી દ્રોપદી ખૂબ જ નારાજ હતી તે ભગવાન શ્રી કૃષ્ણની આ વાત પર કટાક્ષ કરતા કહે છે કે, યુદ્ધભૂમિમાં દુશ્મનોને વિવશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ એવી સભામાં શાંતિદૂત બનીને જઇ રહ્યા છે, જે સભામાં બધા આંધળા, મૂંગા અને બહેરા છે કે જે સત્યને સાંભળી તેમજ જોઈ શકતા નથી. પાંડવો ક્ષત્રીય છે તે લોકોએ રણભૂમિમાં વિજય પ્રાપ્ત કરીને તેનો અધિકાર પાછો મેળવવો જોઈએ.
🤴 ત્યારે વાસુદેવ દ્રૌપદીને સમજાવે છે કે જો પાંડવો આવું કરશે તો ઈતિહાસ તેના ન્યાય અને ધર્મ પાલન લોકોને યાદ અપાવતું રહેશે, કે પાંડવોએ હથિયાર ઉઠાવતા પહેલા દરેક શાંતિના માર્ગનો પ્રયાસ કર્યો હતો. આમ શ્રી વાસુદેવ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને કૌરવોની સભામાં પાંડવોના શાંતિદૂત બનીને તેમનો શાંતિનો સંદેશો લઈને જાય છે.
🤴 સભામાં શાંતિદૂત તરીકે બિરાજમાન શ્રી કૃષ્ણને જોઇને ધુર્યોધન, દુશાશન અને શકુની સિવાય બધાની નજર નીચી નમેલી દેખાય છે. ત્યાં વાસુદેવ પાંડવોના અધિકારની પહેલ કરે છે અને ધ્રુતરાષ્ટ્ર પાસે પોતાના શબ્દોના બાણથી ધ્રુતરાષ્ટ્રને વિવશ કરવાનો પ્રયત્ન કરતા કહે છે “હે કૌરવ કુળના કર્તાહર્તા કૌરવો તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય નહિ કરે, માટે હું પાંડવોનો અધિકાર માગું છું અને પાંડવો તરફથી સમાધાનનો સંદેશો લઈને આવ્યો છું. નિર્યણ તમારે કરવાનો છે વાસુદેવ તેને સમજાવે છે કે ભારતવર્ષના ભવિષ્યના હિતમાં તમે વિચારીને નિર્ણય કરો.
🤴 ત્યારે ધ્રુતરાષ્ટ્ર તો સંબંધ અને ન્યાયની વચ્ચે ફસાયેલા હતા હજુ તે કંઈ બોલે તે પહેલા તો દૂર્યોધાને બોલવાનું ચાલુ કર્યું. અમારો નિર્ણય તો પહેલાથી જ અમારા દૂતો આપી ગયા છે યુદ્ધનો. જો પાંડવોએ રાજ્ય જોઈતું હોઈ તો તેમણે યુદ્ધમાં જીતવું પાડશે. આ રીતે ભીખમાં હું નહિ આપવા દવ રાજ્ય ઇન્દ્રપ્રસ્થ મારું છે.
🤴 ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આજ વાત હું ધ્રુતરાષ્ટ્ર કહે તો માન્ય રાખું ત્યારે ધ્રુતરાષ્ટ પોતાની મૂંજવણ જણાવતા કહે છે કે “હું એક સંબંધમાં બંધાયેલો છું તે સંબંધે મને બંદી બનાવ્યો છે.”
🤴 ત્યારે શ્રી કૃષ્ણ જણાવે છે કે તમે કૌરવોના પિતા છો તો પછી પાંડવોના પણ જ્યેષ્ઠ પિતા છો. પાંડવો તમારો ખૂબ જ આદર કરે છે. તે તમને ખૂબ જ પ્રેમ કરે છે શું તેના પ્રેમ અને સ્નેહને ઠોકર મારી દેશો.
🤴 ત્યારે દૂર્યોધન ક્રોધિત થઇ અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે “અમારે પાંડવોના સ્નેહની કોઈ જરૂર નથી, જાવ અને કહો પાંડવોને કે રાજ્ય માટે યુદ્ધ લડવું પડશે કારણ કે ઇન્દ્રપ્રસ્થ મારું છે.”
🤴 ત્યારે કૃષ્ણ પોતાના શબ્દોના ફરી બાણ ચલાવતા ધ્રુતરાષ્ટ્રને કહે છે કે દૂર્યોધનના હાથને રોકો તેના હાથ તેને પોતાના વિનાશ તરફ દોરી રહી છે તે વિનાશના ભયાનક જંગલના રસ્તે જઇ રહ્યો છે .તે પોતાના જ કાળના દ્વારને ખટખટાવી રહ્યો છે. તેનાથી સંપૂર્ણ કૌરવોનો વિનાશ થશે અને તેના માટે જવાબદાર તમે હશો.
🤴 ત્યારે દૂર્યોધને ક્રોધિત થઇ વાસુદેવને પાંડવોના ગુણગાન ગાવાનું બંધ કરવા કહ્યું તેમજ ધ્રુતરાષ્ટ્રને ભડકાવવાનું અટકાવવા કહ્યું. ત્યારે ભીષ્મ પિતામહે તેને આવા શબ્દો કૃષ્ણ માટે વાપરવા માટે અટકાવ્યો પરંતુ તે ન માન્યો.
🤴 ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધ્રુતરાષ્ટ્રને એક રાજાનું કર્તવ્ય સમજાવે છે કે એક રાજા ક્યારેય કોઈ સંબંધોથી બંદી નથી બની શકતો પરંતુ તે ખોટા માર્ગે જનારને બંદી બનાવવા તે કર્તવ્યપાલનમાં બંધાયેલો છે.
🤴 આ સાંભળતા જ શકુની સભામાંથી ઉભા થઇ અને શ્રી કૃષ્ણને જણાવે છે કે તે દૂર્યોધનને બંદી બનાવવાની વાત કરી રહ્યા છે તે દૂતની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
🤴 આ સાંભળતા જ દૂર્યોધન પોતાના હથીયારો સહીત ઉભો થાય છે અને આવેશમાં આવી કહે છે કે બંદી તો હું વાસુદેવને બનાવી લઈશ આમ કહી તે અને અન્ય કૌરવો ભગવાન શ્રી કૃષ્ણને બંદી બનાવવા માટે આગળ વધે છે. ત્યારે હંસતા મુખે તેમને કહે છે આવો અને મને બંદી બનાવો અને ધીમે ધીમે પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. આ જોઈ સભામાં ઉપસ્થિત દરેક વ્યક્તિ દંગ રહી જાય છે. દૂર્યોધન શ્રી કૃષ્ણ ભગવાનને સ્પર્શ પણ ન કરી શક્યો બંદી બનાવવાની વાત તો ઘણી દૂર છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ