અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🐜 મચ્છર ભગાવવાની દવા….. 🐜
🐜 મિત્રો ગરમીની સીઝન શરૂ થતાની સાથે જ પરસેવો આવે કે ન આવે પરંતુ મચ્છર આપણા ઘરમાં જરૂર આવી જાય છે. આપણે બધા જાણીએ છીએ કે મચ્છર આવવાથી આપણા બધાનું સુવાનું હરામ થઇ જાય છે. મચ્છરનો એટલો ત્રાસ હોય છે કે આપણને નાનું એવું મચ્છર 6 ફૂટના માણસને ત્રસ્ત કરી દે છે. ઘણા લોકો મચ્છરને ભગાવવા માટે મોટીન, કાલાહીટ જેવી વસ્તુ વાપરતા હોય છે. પરંતુ આવી બધી વસ્તુના ઉપયોગથી એવા તત્વો બહાર આવે છે તે આપણા માટે ખુબ જ નુંકશાનકારક છે તે આપને આગળના એક આર્ટીકલમાં અમે જણાવ્યું છે.🐜 આજે અમે એક એવો ઉપાય જણાવશું જે માત્ર 5 જ મિનીટમાં તમારા ઘરમાંથી બધી જ જગ્યા પરથી મચ્છરોને બહાર કાઢે છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ હાનિકારક સાબિત નથી થતો એટલા માટે આજે એમે એક ખુબ જ સારી અને આપણા શરીરને નુંકશાન ન કરે તેવી મચ્છર ભગાવવાની એક ટીપ્સ લઈને આવ્યા છીએ. જાણો આ લેખમાં
🐜 મચ્છરને ભગાવવા માટે એક માટીનું નાનું બાઉલ લેવાનું છે વાટકા જેવડું. માટીનું વાસણ અત્યારે બજારમાં કોઈ પણ જગ્યા પર ઉપલબ્ધ હોય છે અને તે આસાનીથી મળી પણ રહે છે એટલા માટે માટીનું જ વાસણ લેવાનું છે.
🐜 હવે મચ્છર ભગાવવાની દવા બનાવવા માટે સૌથી પહેલા સરસવનું લેવાનું છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે. જ્યારે આપણા ઘરમાં સરસવનું તેલ બળતું હોય ત્યારે એવું પણ માનવામાં આવે છે કે લક્ષ્મીજીનો સીધો વાસ આપણા ઘરમાં થાય છે. સરસવનું તેલ તમારે બેથી ત્રણ ચમચી લેવાનું છે. પછી તેમાં એક ચમચી લીમડાનું તેલ નાખવાનું છે. લીમડાનું તેલ નાખ્યા બાદ તેમાં કપૂર નાખવાનું છે. પરંતુ કપૂરને ત્રણથી ચાર નંગ લેવાના છે અને કપૂરનો હાથથી વડે જ ભૂકો કરવાનો છે. પછી ચમચી દ્વારા તેને ખુબ જ હલાવવાનું છે. કપૂર બરાબર મિક્સ થઇ જાય ત્યાર બાદ બે થી ત્રણ લવિંગ લેવાના છે. તે તેલમાં નાખી દેવાના છે.
🐜 પછી તે તેલને સળગાવવાનું . પરંતુ તેને આપણે દીવાની જેમ સળગાવવાનું છે એટલા માટે એક રૂની બનાવેલી વાટ લેવાની છે અને તેને તેલમાં ડુબાડીને વાટનો એક છેડો વાટકાના કાંઠા પર રાખી દેવાનો છે. પછી તેને આપણે દીવાની જેમ જ સળગાવવાનું છે
🐜 સળગાવ્યા પછી માત્ર 5 જ મિનીટમાં તમને ખબર પડી જશે તેની અસર કેવી થાય છે. માત્ર 5 જ મિનીટમાં બધા જ મચ્છરો ઘરમાંથી નીકળી જશે. અને 10 મિનીટ પછી ઘરમાં એક પણ મચ્છર તમને જોવા નહિ મળે. અને આ દીવામાંથી નીકળતો ધુમાડો પણ બિલકુલ નેચરલ છે તેનાથી કોઈ પણ નુંકશાન નથી થતું.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી