વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

ઘણા લોકોને જ્વેલરી પહેરવાનો શોખ હોય છે, જેમાં ઘણા લોકો વીંટીઓ પહેરવાનો શોખ હોય છે. પરંતુ આજે અમે વીંટીઓ પહેરતા લોકો માટે એક ચોંકાવનારી ખબર લઈને આવ્યા છીએ. જેના વિશે જાણીને વીંટી પહેરતા લોકોએ સાવધાન થવું જરૂરી છે. તો ચાલો જાણીએ વીંટી પહેરવી કેટલી ખતરનાક છે.

વીંટી પહેરતા લોકોએ સાવધાન થઈ જવું જોઈએ. કેમ કે વીંટી પહેરવાથી ખતરનાક અને ગંભીર બીમારી થઈ શકે છે. તમને જાણીને આશ્વર્ય થશે કે એ બીમારી એટલી ખતરનાક સાબિત થાય કે તેના કારણે આંગળી પણ કપાવવી પડી શકે છે. આ વાત જાણીને તમને આશ્વર્ય તથા અજીબ લાગતું હશે, પરંતુ આ વાત એકદમ સત્ય છે. રીંગ તમારા સ્વાસ્થ્ય માટે મોટી સમસ્યાનું કારણ બની શકે છે.

ઘણા લોકોને આપણે જોતા હોઈએ છીએ કે તેઓ ફેશનેબલ અને સ્ટાઈલીશ દેખાવ માટે હાથમાં વીંટી પહેરે છે. તો ઘણા લોકો ધાર્મિક અથવા તો અધ્યાત્મિક યોગના કારણે પણ વીંટી પહેરતા હોય છે. એવા અસંખ્ય લોકો છે જે વર્ષો સુધી એક જ આંગળીમાં વીંટીને પહેરી રાખે છે. જે ગંભીર રોગની સમસ્યાનું કારણ બને છે.

એક નિષ્ણાંત ડોક્ટર અનુસાર, જો વર્ષોથી એક જ વીંટી પહેરવામાં આવે તો અને તે દરમિયાન તમારા વજનમાં જો વધારો થાય તો એ વીંટી તમારા માટે મુશ્કેલી સર્જે છે. કેમ કે ખુબ જ ટાઈટ વીંટી પહેરવામાં આવે તો ક્રોનિક કન્સ્ટ્રકશનની સમસ્યા થાય છે, જે એક ગંભીર અને ખુબ જ ચિંતાનો વિષય છે. ક્રોનિક કન્સ્ટ્રકશન સમસ્યામાંથી એમ્બેડેડ રિંગ સિન્ડ્રોમ થવાની શક્યતા રહે છે. જે આપણા માટે ખુબ જ ખતરનાક છે.

નિષ્ણાંતે વધુમાં જણાવ્યું કે આંગળી પર ખુબ જ ટાઈટ રીંગ પહેરવામાં આવે તો તેનાથી ક્રોનિક કન્સ્ટ્રકશનની સમસ્યા થાય છે અને તેના કારણે ત્વચાની પેશીઓ અને ચેતાને ખુબ જ નુકશાન પહોંચે છે. જે આપણને નેક્રોસિસ તરફ દોરે છે. વાત અહિયાં પૂરી નથી થતી, તમે તેના કારણે ઇન્ફેકશનની લપેટમાં પણ આવી જાવ છો, જેના કારણે અસરગ્રસ્ત વ્યક્તિએ પોતાની આંગળી કાપવાની નોબત આવી જાય છે.

વીંટી ખુબ જ ટાઈટ હોવા છતાં ઘણા લોકો પહેરે છે, પરંતુ આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ. જો તમને ટાઈટ વીંટી પહેરવાને કારણે ઇન્ફેકશનની અસર થાય તો એ ઇન્ફેકશન હાથની બધી આંગળીઓમાં ફેલાવવાની શક્યતા રહે છે. તો આ સમસ્યામાં જે લોકો પીડાઈ છે તેની સારવાર કરવી પણ ખુબ જ મુશ્કેલ બને છે. અંતે ડોકટર જણાવે છે કે આંગળી અથવા તો હાથ કાપવાની પણ નોબત આવી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment