અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🧠 આજે આપણે આપણું પાવર ઓફ થીંકીંગ વિશે જાણીશું. જેનાથી માત્ર તમે ૩ જ સેકન્ડમાં કોઈ પણ ડીસીઝન લેતા થઇ જશો. આપણે ઘણી વાર નિર્ણય લેવામાં મોડું કરીએ છીએ તો આપણે ઘણા નુકશાન ભોગવવા પડે છે. એટલે ચાલો જાણીએ આપણી વિચાર શક્તિને મજબુત બનાવતી વાતો.
👬 આખી વાતની શરૂઆત કરતા પહેલા એક નાની એવી સ્ટોરી જોઈએ. એક ઓફિસમાં રમેશ અને સુરેશ નામના બે મિત્રો કામ કરતા હતા. બંનેની લાયકાત સમાન હતી. અને તેનો પગાર પણ એક જ સરખો હતો. તે બંનેએ એક જ સરખું કામ કરવાનું હોય છે. તે બંનેની કામ કરવની પદ્ધતિ પણ ખુબ મળતી આવતી હતી. પરંતુ બંનેના વિચારોમાં થોડોક ફર્ક હતો.
👬 બધા લોકોની જેમ રમેશ પોતાના મગજમાં આવતા વિચારોની પ્રમાણે કામ કરતો હતો. અને સુરેશ કોઈ પણ કામ કરતા પહેલા ત્રણ સેકંડ વિચારે, નિર્ણય કરે પછી જ કોઈ પણ કામ હોય તે કરતો. તે એક નવો આઈડિયા આવવાનો વિચાર કરતો અને ત્યાર પછી બંને વિચારોને કમ્પેર કરી પછી જે શ્રેષ્ઠ વિચાર હોય તેને અપનાવતો. અને તે પ્રમાણે કામ કરતો.
👨💻 એક વાર બોસે બંનેને એક પ્રેઝન્ટેશન બનવવા કહ્યું. અને બંનેને એક જ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો. ત્યાર પછી 6 દિવસ પછી કંઈક થયું અને બોસને ખબર પડી કે જુનું પ્રેઝન્ટેશન કોઈ પણ કામનું નથી રહ્યું. એટલે એક નવું પ્રેઝન્ટેશન બનાવવું પડશે. પણ તે ખુબ જ મુશ્કેલ છે. અને બોસે રમેશ અને સુરેશની સાથે વાત કરી.
👨💻 બોસે રમેશને કહ્યું કે આપણે જૂનું પ્રેઝન્ટેશનને પૂરું કરીને આપણે નવું પ્રેઝન્ટેશન કરવું પડશે. અને આપણી પાસે માત્ર આવતીકાલ સાંજ સુધીનો જ સમય છે. ત્યારે રમેશના મગજમાં પહેલો વિચાર આવ્યો કે આ તો પોસીબલ નથી. ત્રણ દિવસ તો માત્ર રીચર્સ કરવામાં નીકળી જશે. તો કાલ સાંજ સુધીમાં આ કામ કરવું તે શક્ય નથી. તેને કોઈ પણ વિચાર કર્યા વગર બોસને પણ આ વાત કહી દીધી. અને બોસે પણ કહ્યું કે જોઈએ છીએ.
👨💻 રમેશના ગયા પછી બોસે સુરેશને બોલાવ્યો. અને બોસે જે વાત રમેશને કહી તે વાત સુરેશને કહી. પહેલા તો સુરેશને પણ રમેશને આવ્યો તે જ વિચાર આવ્યો, કે કામ ખુબ જ મોટું છે અને રીચર્સ કરવામાં પણ ખુબ જ સમય વીતી જશે. પરંતુ સુરેશે બોસને કહ્યા પહેલા ૩ સેકંડ લઈને વિચાર કર્યો. અને તેના દિમાગમાં એક નવો વિચાર આવ્યો. પછી તેને લાગ્યું કે આ થઇ શકે પરંતુ મારે કામ થોડું વધારે કરવું પડશે અને ક્વોલીટી થોડી ઓછી આવશે. પણ કોશિશ કરીએ તો થઇ શકે ખરું.
👨💻 પરંતુ સુરેશે બોસને જવાબ આપ્યો કે આપણું જૂનું પ્રેઝન્ટેશન તૈયાર છે અને તેને કાઢી નાખાવોનો કોઈ ફાયદો નથી. અને નવી પ્રેઝન્ટેશન માટે આપણી પાસે વધારે સમય નથી. પરંતુ હું કોશિષ તો કરી શકું છું. એવું થાય, કે આપણે ધારીએ તેવા રિઝલ્ટ્સ ન મળે. પરંતુ કંઈ ન હોવા કરતા તો થોડું ઘણું હોવું તે ખબૂ જ બહેતર કહેવાય છે.
👍 તે વાત જાણીને સુરેશના બોસ ખુબ જ ખુશ થયા. ત્યાર પછી રમેશે તે કામ જોયું અને તેણે કહ્યું, તે કામ ખુબ જ મુશ્કેલ છે અને તે કોઈ પણ સંજોગમાં ન થઇ શકે. તેનો મતલબ એવો કે સુરેશને ચેલેન્જ લેવાનું પસંદ હતું. અને તેને ત્રણ સેકંડ વિચારીને આ નિર્ણય લીધો. કોશિષ કરી શકાયઅને સાથે સાથે થોડું કામ તો થઇ જ જશે. અને સાથે સાથે તેને એ પણ ખબર હતી કે પોતાનું કરિયર પોતે જ ઘડવાનું છે. જો સક્સેસફૂલ થવું હોય તો થોડું ઘણું કામ વધારે તો કરવું જ પડશે.
👨💼 સુરેશે પોતાની પેશનથી અને સ્કીલથી તેણે તે કામને હાથ લીધું. અને તેણે વિચાર્યું કે કરી નાખું તો થઇ જશે. અને તેણે ખુબ જ મહેનત કરી તે કામને પૂરું પણ કરી દીધું. હવે આપણે વિચારીએ કે જ્યારે પ્રમોશન આપવામાં આવે ત્યારે બોસ કોને પહેલા પ્રમોશન આપે. ત્યારે બોસ ચોક્કસ પણે સુરેશને જ આપે. બસ ત્યાં જ જો રમેશે ૩ સેકંડ વિચાર કરીને બીજો આઈડિયા લીધો હોત તો તેને પણ આ મોકો મળ્યો હોત.
👨💼 આખી દુનિયાનો દરેક મહાન માનવી સુરેશની પદ્ધતિથી જ આગળ વધ્યો હોય છે. કોઈ પણ કામ માટેના નિર્ણય પહેલા માત્ર ૩ જ સેકંડ વિચારો તમારી સ્કીલ અને વિચાર શક્તિ બંને વધે છે. સક્સેસફૂલ થવા માટે આપણે પણ આ ટેકનીક અપનાવી જોઈએ. થોડુક વિચારી કોઈ પણ એક્શન લેવું જોઈએ. અને કોઈને પણ જવાબ આપતા પહેલા પણ થોડોક વિચાર કરી લેવાનો. તે આપણા જીવનમાં ખુબ જ ઉપયોગી નીવડે છે.
🕚 કોઈ પતિ અને પત્ની જો લડાઈ કરતા પહેલા ત્રણ સેકંડ વિચાર કરે તો ક્યારેય પતિ પત્ની વચ્ચે ક્યારેય ઝગડો ન થાય. અથવા જો તમે સડક પર કોઈની સાથે લડાઈ કરો તો એક વાર ત્રણ સેકંડનો ટાઈમ લઈને વિચારો તો ક્યારેય તમે ઝગડો નહી કરો. જો ખાસ કરીને આ ટેકનીક તમે ઓફિસમાં અપનાવો તો તમને ઓફીસ કે પોતાના પ્રાઇવેટ બિઝનેસમાં પણ ફાયદો અને પ્રમોશન મળતું રહે છે. આ રીતે દરેક જગ્યા પર તમને જ ફાયદો પહોંચે છે.
👉 આવા નિર્ણય લેવા માટે ના 6 સ્થાન હોય છે ત્યાં આપણે કોઈ પણ નિર્ણયો પોતે જ લેવાના હોય છે.
💪 ૧. જો આપણને એવું લાગે કે આપણે કંઈ નહિ કરી શકીએ તો માત્ર ૩ જ સેકંડ વિચારો. આપણને તરત જ બીજો વિચાર આવે છે. કે આપણે ભલે બધું પૂરું ના કરી શકીએ પરંતુ થોડુક તો કરી જ શકીએ છીએ. અને તે થોડુક આપણા જીવનમાં ખુબ જ મોટો બદલાવ લાવી શકે છે.
🕵️♀️ ૨. જ્યારે આપણને કોઈ પણ ચેલેન્જ મળે ત્યારે આપણા દિમાગમાં એવો વિચાર આવે કે આ ચેલેન્જ ઈમ્પોસીબલ છે. પરંતુ ચેલેન્જ ને રીજેક્ટ કરતા પહેલા ૩ સેકંડ વિચારો તો તેમાં આપણેને સકસેસ દેખાય છે. અને બીજી વાર ત્રણ સેકંડ વિચાર કરવાથી તે કામ ખુબ જ આસન લાગવા લાગે છે.
👨🔧 ૩. ઘણા લોકો એવું માનતા હોય કે તે માત્ર એજ કામ કરી શકે છે. જે કામ તેની પાસે રોજ આવે છે. પરંતુ જો આપણે એવું વિચારીએ કે આપણે કંઈક ખાસ કામ માટે બન્યા છીએ. તો આપણે દરેક કામને પહોચી વળીએ છીએ.
😓 ૪. ઘણી વાર આપણે આપણી જવાબદારી બીજા ઉપર નાખતા હોઈએ છીએ. અને ત્યાર પછી તેના નુંકશાન પણ ઉઠાવવા પડતા હોય છે. પરંતુ આવું કરતા પહેલા આપણે માત્ર ૩ સેકંડ વિચાર કરી લઈએ તો આપણે આપણી જવાબદારી પોતે ઉઠાવતા શીખી જઈએ છીએ અને ફાયદો પણ આપણને જ થાય છે.
👩💻 ૫. આમ લોકો માત્ર એટલું જ કામ કરતા હોય છે જેટલું તેને કહેવામાં આવે. પરંતુ સક્સેસફૂલ લોકો એટલામાં નથી રોકાતા અને તે જરૂરથી વધારે કામ કરતા હોય છે. તે એવું એટલા માટે કરતા હોય છે કે તે કામ કરતા પહેલા ત્રણ સેકંડ વિચારે છે. અને પોતાને સવાલ કરતા હોય છે કે શું હું સાચું કરું છું. અને આપણે પણ જો આવો સવાલ આપણી જાત પર ઉઠાવીએ તો આપણે પણ એક દિવસ મહાન બની જઈએ છીએ.
👮 ૬. સૌથી મહત્વનો મોકો ત્યારે હોય જ્યારે આપણે કામની શરૂઆત કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે પૂરી વાત સંભાળીને પછી ડીસીઝન લેવું. અને ડીસીઝન લેતા પહેલા એક વાર એવો વિચાર કરવો કે કામ થઇ જશે. અને કામ એક વાર હાથમાં લઇ લો તો તે કામ અવશ્ય પૂર્ણ થાય છે.
તો મિત્રો આપણે હવે કોઈ પણ કામ કરતા પહેલા માત્ર ૩ જ સેકંડનો સમય લઈને વિચારી જવાબ અથવા તો કોઈ ડીસીઝન લઈએ તો આપણા જીવનના ઘણા બધા પ્રોબલેમ્સનું સોલ્યુશન આવી જાય છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. Image Source :
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
very good & very help ful thought…………good thinking
nice! very helpful superb..
Beautiful very good & very help full thoughts superbs.